Rohit Sharma will not play Test match
- રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની સીરિઝની બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયા છે.
રોહિત શર્મા (Rohit Sharma) બાંગ્લાદેશ (Bangladesh) સામેની સીરિઝની બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયા છે, સીરિઝની બીજી મેચ 22 ડિસેમ્બરના રોજ મીરપૂરમાં રમવામાં આવશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) અંગૂઠામાં ઘા લાગવાને કારણે પહેલા ટેસ્ટ મેચમાં પણ નહતા રમી શક્યા.
તેની જગ્યાએ વાઈસ કેપ્ટન કેએલ રાહુલએ કેપ્ટનશિપની કમાન સંભાળી હતી અને હવે બીજી ટેસ્ટ મેચમાં પણ તે જ કેપ્ટન બની રહેશે. જણાવી દઈએ કે ટેસ્ટ મેચની સીરિઝમાં હાલ ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ ચાલી રહી છે.
રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચ પણ નહીં રમે એ સમાચાર સોમવારના રોજ સામે આવ્યા છે. આવનાર સમયમાં બીજા મહત્વના મેચમાં રોહિત શર્મા સારી રીતે રમી શકે એનએ પૂરી રીતે રિકવર થઈ જાય એ માટે એમને આ મેચમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. મેનેજમેન્ટ રોહિતના સ્વાસ્થ્યને લઈને કોઈ પણ જોખમ ઉઠાવવા નથી માંગતું.
એક રિપોર્ટ અનુસાર રોહિત હાલ મુંબઈમાં છે અને હાલમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાનો હિટ મેન ટેસ્ટ મેચમાં બેટિંગ કરી શકે છે પણ ખરી ચિંતા તેની ફિલ્ડિંગની છે. જણાવી દઈએ કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટને લાગે છે કે જો ફિલ્ડિંગ કરતી વખતે બોલ તેના અંગૂઠા પર અથડાશે તો ઈજા વધુ ગંભીર બની શકે છે.
જો કે હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની સીરિઝમાં રમી શકે છે. જણાવી દઈએ કે ભારતે આ સમયગાળા દરમિયાન ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે રમવાની છે.
આ પણ વાંચો :-