Alto થઈ જશે બંધ ! City-i20 સહિત આ 17 કારો પર લટકતી તલવાર

Share this story

Alto will be closed

  • બજારમાં વેચાનારી સસ્તી અને મોંઘી કાર્સ બંધ થઈ શકે છે. તેમાં કેટલીક એવી ગાડીઓ પણ છે. જે લોકોની ફેવરિટ છે. સૌથી પોપ્યુલર નામ મારૂતિ અલ્ટો 800 નું છે. જે હાલ દેશની સૌથી સસ્તી કાર છે.

ભારતમાં આગામી વર્ષે કડક ઉત્સર્જન માપદંડ (emission norms) લાગૂ થવા જઇ રહ્યા છે. પરંતુ આ નિયમોની અસર ફક્ત કાર નિર્માતા કંપનીઓ પર જ નહી પરંતુ ગ્રાહકો પર પણ પડવાની છે. બજારમાં વેચાનારી ઘણી સસ્તી અને મોંઘા કાર્સ બંધ થઇ શકે છે. તેમાં કેટલીક એવી ગાડીઓ પણ છે. જે લોકોની ફેવરિટ છે.

સૌથી પોપુલર નામ મારૂતિ અલ્ટો 800 નું છે. જે હાલ દેશની સૌથી સસ્તી કાર છે. આ ઉપરાંત 16 અન્ય કાર્સની યાદી પણ સામે આવી છે, જે 2023 માં નવા નિયમના લીધે બંધ થઇ શકે છે. અંવા નિયમનું નામ RDE એટલે કે Real Driving Emission છે. આવો પહેલાં આ નિયમને સમજીએ.

શું છે RDE એમિશન નોર્મ્સ ?

રિયલ ટાઈમ ડ્રાવિંગ એમિશન (RDE) હેઠળ વાહનોમાં એક સેલ્ફ-ડાયગ્નોસ્ટિક ડિવાઈસ લગાવવામાં આવશે. જે સતત વાહનથી થનાર પ્રદૂષણ પર નજર રાખશે. આ ડિવાઇસ દ્વારા વાહનના જે બે ભાગ પર સૌથી વધુ નજર રહેશે તેમાં કેટેલિટિક કન્વર્ટર અને ઓક્સિજન સેન્સર સામેલ છે. તેના દ્વારા કાર્સમાંથી નિકળનાર નાઈટ્રોજન ઓક્સાઈડ ગેસના લેવલને સતા ચેક કરવામાં આવશે.

હાલના સમયમાં આ લેવલને ચેક કરવાનું કામ ફક્ત લેબમાં કરવામાં આવે છે. પરંતુ એવું મળી આવ્યું કે વાહન જ્યારે ઉપયોગ થાય છે. ત્યારે તેનું પ્રદૂષણ સ્તર વધી જાય છે. એટલા માટે એપ્રિલ 2023 થી આ નિયમોને લાવવામાં આવી રહ્યા છે. તેને BS6 ના ફેજ 2 પણ કહેવામાં આવી રહ્યું છે.

શું બંધ થશે કાર્સ? 

નવા નિયમના લીધે કાર મેકર કંપનીઓએ પોતાના વાહનના એન્જીન અને બાકી ભાગમાં ઘણા પ્રકારના ફેરફાર કરવા પડશે. તેનાથી કાર મેન્યુફેક્ચરિંગનો ખર્ચ વધી જશે. સૌથી વધુ અસર ડીઝલ વાહનો પર થશે. આ ઉપરાંત એન્ટ્રી લેવલ કાર્સની કિંમત પણ વધી જશે. એવામાં જે ગાડીઓ સસ્તા ભાવે વેચાતી હતી, તે મોંઘી થઇ જશે. એટલા માટે કંપનીઓ પોતાના પોપુલર મોડલ્સને પણ મજબૂરીમાં બંધ કરવાનું વિચારી રહી છે.

આ ગાડીને કરવામાં આવશે બંધ !

મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણી લોકપ્રિય કાર્સ બંધ થઇ છે તેમાં Maruti Suzuki Alto 800, Hyundai i20 ડીઝલ, Honda City 4th Gen, Honda City 5th Gen ડીઝલ, Honda Amaze ડીઝલ, Hyundai Verna ડીઝલ, Honda Jazz, Honda WR-V, Tata Altroz ડીઝલ, Renaut Kwid 800, Toyota Innova Crysta Petrol, Mahindra Marazzo, Mahindra Alturas G4, Mahindra KUV100, Skoda Octavia, Skoda Superb, Nissan Kicks સામેલ છે.

આ પણ વાંચો :-