Home Blog Page 1216

માર્કેટમાં મળી રહ્યા છે રબરના ઈંડા, અસલી ઈંડાને આ રીતે ઓળખો

0

Rubber eggs are available in the market

  • માર્કેટમાં સિંથેટિક અને પ્લાસ્ટિકના ઈંડા આવે છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આવો જાણીએ કે કેવી રીતે તમે અસલી અને નકલી ઈંડાની ઓળખ કરી શકો છો.

દર વર્ષની માફક આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર માર્કેટમાં ઈંડાની (Demand for eggs) ડિમાન્ડ વધી ગઇ છે. શિયાળામાં ઈંડાનું સેવન વધુ થાય છે. પરંતુ તમે જે ઈંડા ખાઇ રહ્યા છો તે શું અસલી છે ? જી હાં, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જોકે માર્કેટમાં આજકાલ નકલી ઈંડા (fake eggs) પણ વેચાઇ રહ્યા છે.

ઈંડાને અસલી કે નકલી હોવાની ઓળખ કર્યા વિના ખાવા તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આજના આ સમાચારમાં તમને અસલી અને નકલી ઈંડા સાથે જોડાયેલા ઓળખ વિશે જણાવીશું.

નોઈડાની ન્યૂટ્રિનિસ્ટ રીમા હિંગારાની કહે છે કે આજકાલ માર્કેટમાં આર્ટિફિશિયલ અથવા સિંથેટિક ઈંડા (Synthetic eggs) વેચાઇ રહ્યા છે. તે તમને ફાયદો પહોંચાડતા નથી. પરંતુ તમને બિમાર કરી શકે છે.

‌- સિંથેટિક ઈંડાનો સફેદ પાર્ટ રફ હશે અને નેચરલ ઈંડાનો ભાગ ચીકણો હોય છે.
‌- ઈંડાને બાફ્યા બાદ, તેને છોલીને કાપતા જો તેનો યોક જરૂર કરતાં વધુ પીળો દેખાય તો સમજી જાવ ઈંડામાં કંઈક ગરબડ છે.
‌- બજારમાં સિંથેટિક ઈંડા ઉપરાંત પ્લાસ્ટિકના ઈંડા પણ વેચાય છે.આ ચાઇનાથી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે.
‌- નકલી ઈંડાનો સફેદ અને પીળો ભાગ, એક જ મટેરિયલમાંથી બને છે. એટલા માટે તેને મિક્સ કરતાં આ પરસ્પર મિક્સ થઇ જાય છે.
‌- ઈંડા તોડીને જોશો તો નકલી ઈંડાનો પીળો અને સફેદ પાર્ટ પરસ્પર મિક્સ થઇ જશે.
‌- કોઈ વાસમાં પાણી લો અને તેમાં ઈંડા નાખો. નકલી ઈંડા પાણીમાં ડૂબશે નહી. જ્યારે અસલી ડૂબી જશે.
‌- નકલી ઈંડાને ખુલામાં રાખવાથી તેમાં માખીઓ અને કીડીઓ ન ચડે તો સમજી જાવ તમારું ઈંડુ નકલી છે.
‌- નકલી ઈંડા આગના સંપર્કમાં આવતાં આગ પકડી લે છે, કારણ કે આ પ્લાસ્ટિકથી મળીને બન્યા હોય છે.

આર્ટિફિશિયલ અથવા પ્લાસ્ટિકના ઈંડા ખાવા વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખતરનાકા સાબિત થઇ શકે છે. આ ઈંડા અલગ-અલગ પ્રકારના કેમિકલ કંપાઉંડથી મિક્સ કરીને બનાવવામાં આવે છે. સિંથેટિક ઈંડાથી તમને પ્રોટીન નહી મળે.

પરંતુ તમારું મેટાબોલિઝમ ખરાબ થઈ જાય છે. હવે વાત આવે છે આર્ટિફિશિયલ ઈંડા ખાવાથી આપવા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. નીચે વાંચો કે કેવી રીતે નકલી ઈંડા ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

આ રીતે ચેક કરો ઈંડાને ક્વોલિટી :

  • પ્રયત્ન કરો કે તમે ઓર્ગેનિક ઈંડા જ લો.
  • જે દુકાનમાંથી ઈંડા ખરીદી રહ્યા છો. પહેલાં તે જાણી લો કે તે ઈંડા ક્યાંથી લાવે છે.
  • દોડધામ ભરેલી જીંદગીમાં આમ કરવું મુશ્કેલ છે. પરંતુ તેમછતાં પ્રયત્ન કરો કે જો તમે કોઇ ફાર્મ સાથે સંપર્કમાં હોવ તો ત્યાંથી ઈંડા ખરીદો.

આ પણ વાંચો :-

BSNL અને Airtel યુઝર્સને મોટો ઝટકો : હવેથી નહીં મળે રિચાર્જ સાથેની આ સુવિધા, વેલેડિટી પણ ઘટાડી દેવાઈ

Big blow to BSNL and Airtel users

  • BSNL અને Airtel એ પોતાના યુઝર્સને મોટો ઝટકો આપીને પોતાના પ્લાનના બેનિફિટસમાં ઘટાડો કર્યો છે. આવો જાણીએ આ અંગે.

એરટેલના એક પ્લાનમાં ફેરફાર થયો છે. એરટેલે એક પ્રીપેડ પ્લાનથી OTT પ્લેટફોર્મ Amazon prime Videoનું ફ્રી સબ્સક્રિપ્શન રિમૂવ કરી દીધુ છે. આ સાથે હવે કંપની 4 નહીં, પરંતુ માત્ર 3 પ્લાનની સાથે પ્રાઈમ વીડિયોનું સબ્સક્રિપ્શન આપી રહી છે.

આ ઉપરાંત સસ્તા પ્લાન માટે ઓળખાતી સરકારી ટેલીકોમ કંપની BSNLએ પણ પોતાના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. BSNLએ પોતાના 499 રૂપિયાવાળા પ્લાનના લાભમાં ઘટાડો કર્યો છે. આવો, બંનેના પ્લાન વિશે વિસ્તૃતમાં જાણીએ.

BSNLએ વેલિડિટીમાં ઘટાડો કર્યો :

BSNL પોતાના 499 રૂપિયાવાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનની સાથે પહેલા 90 દિવસ સુધી વેલિડિટી આપતી હતી. પરંતુ હવે આ પ્લાનમાં 10 દિવસની વેલિડિટી ઘટાડી દેવામાં આવી છે. હવે આ પ્લાન કંપનીની વેબસાઈટ પર માત્ર 80 દિવસ સુધીની વેલિડિટી સાથે લિસ્ટ છે.

499 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને હવે 80 દિવસ સુધીની વેલિડિટીની સાથે ડેલી 2GB ડેટા મળી રહ્યો છે. જેમાં ડેલી ડેટા કોટા પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટાડીને 40 Kbps થઈ જાય છે. ડેટા સિવાય પ્લાનમાં અનલિમિટેડ વૉઈસ કોલિંગ અને ડેલી 100 ફ્રી એસએમએસ, PRBT, ZING અને ઓટીટીના રૂપમાં EROS NOWનું સબ્સ્ક્રીપ્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

21 ડિસેમ્બર 2022 રાશિફળ : આ 7 રાશિના જાતકોને લક્ષ્મીજીની અસીમ કૃપાથી થશે અણધાર્યો ધનલાભ

December 21, 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજ શોખમા ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂં છે. નોકરી-ધંધામાં દિવસ શાંતીથી પસાર કરી દેવો.

વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્રનૂં મિલન શક્ય બને. રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જૂના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતીથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ, કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ
માન-સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ, ઠંડા પીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતી શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતીય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્‍ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ
મિત્રોથી લાભ, જૂના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થી-મિત્રો શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ
નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્ની સાથે વાદ‌-વિવાદ ટાળવો.

મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

દિપીકા પાદુકોણને લાગ્યો પતિનો રંગ ! કાબરચિત્રા ચિખડાં કપડાં પહેરીને ‘ફિફા’માં ફરતી હતી, લોકોએ કરી મસ્તી.

Deepika Padukone liked the color of her husband

  • બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે લુસેલ સ્ટેડિયમમાં ફીફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરીને ઈતિહાસ રચ્યો. પરંતુ અભિનેત્રી તેના આઉટફીટને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. ફિલ્મ પઠાણ બાદ દીપિકા પાદુકોણ તેના ફીફા ટ્રોફી લોન્ચમાં પહેરેલા આઉટફીટને કારણે થઈ ટ્રોલ.

વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધાના કેન્દ્રસ્થાને રહેવાનું સન્માન મેળવવા બદલ બધાએ દીપિકા પાદુકોણની પ્રશંસા કરી હોવા છતાં ઘણા લોકોએ ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં (FIFA World Cup Final) પહેરેલા પોશાકની ટીકા પણ કરી હતી. ત્યારે દિપીકાએ ટ્રોલર્સને જવાબ આપ્યો હતો કે તે કૂલ છે. આ આઉટફીટ ખુબ જ કમ્પફર્ટ છે.

ફિલ્મ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે (Deepika Padukone) લુસેલ સ્ટેડિયમ (Lusail Stadium)માં ફીફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરીને ઈતિહાસ રચ્યો છે. ભૂતપૂર્વ સ્પેનિશ ગોલકીપર ઈકર કેસિલાસે  (Iker Casillas) દીપિકા પાદુકોણ સાથે ફિફા વર્લ્ડ કપ ટ્રોફી લોન્ચ કરી હતી. આમ કરનાર તે પ્રથમ ગ્લોબલ સ્ટાર બની હતી. જો કે આ બધાની વચ્ચે દીપિકા પાદુકોણ અને લૂઈસ વુટન (Louis Vuitton) આઉટફિટ ટ્રોલ થઈ રહ્યાં છે.

FIFA વર્લ્ડ કપના ફાઈનલ માટે દીપિકા પાદુકોણ સફેદ શર્ટ અને લેધર ઓવરકોટ પર બ્લેક બેલ્ટ સાથે લૂઝ બ્લેક પેન્ટ પહેરેલી જોવા મળી હતી. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે તેના વાળને સ્લીક બનમાં બાંધ્યા હતા. જ્યાં એક તરફ તેના સ્મિત પર ચાહકોના દિલોદિમાગ છવાઈ ગયા. તો બીજી તરફ તેના લૂઈસ વુટનના આઉટફિટથી ઘણા લોકો ગુસ્સે થયા.

વાસ્તવમાં દીપિકા લક્ઝરી બ્રાન્ડ લુઈસ વુટનની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ આઉટફિટ માટે તે ટ્રોલ થઈ રહી છે. FIFA તરફથી તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ દીપિકાને તેની સ્ટાઈલ માટે ઘણા લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે લખ્યું, “લૂઈસ વુટને તેના પહેરવા માટે તમને કંઈક સારું આપવું જોઈતું હતું, તમે તેની સાથે આવું કેમ કરી રહ્યા છો?” બીજાએ પૂછ્યું, “દીપિકાની બેગમાં શું છે?” ત્રીજાએ કહ્યું, “પણ શા માટે, તે ડફેલ બેગ જેવો પોશાક પહેર્યો છે.

દીપિકા પાદુકોણને FIFA વર્લ્ડ કપ ટ્રોફી લોન્ચ કરવા માટે પસંદ કરવામાં આવી હતી કારણ કે ટ્રોફી કેસ વૈશ્વિક લક્ઝરી બ્રાન્ડ લુઈસ વુટન દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ડિઝાઇન કરવામાં આવ્યો હતો. દીપિકા આ ​​લક્ઝરી બ્રાન્ડની એમ્બેસેડર છે.

આ પણ વાંચો :-

Bajaj એ લોન્ચ કરી એકદમ સસ્તી બાઈક, કિંમત જાણીને ચોંકી જશો, ફીચર-માઈલેજ બધુ જ જોરદાર

Bajaj has launched a very cheap bike

જો તમે એક સસ્તી કોમ્યુટર બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો. તો બજારમાં એક નવો ઓપ્શન ઉમેરાય ગયો છે. બજાજ ઓટો (Bajaj Auto) એ ભારતીય બજારમાં અપડેટેડ પ્લેટિના 110 એબીએસ (Platina 110 ABS) લોન્ચ કરી છે. 2023 બજાજ પ્લેટિના 110 એબીએસની ભારતમાં શરૂઆતી કિંમત 72,224 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ 110cc સેગમેંટની પહેલી અને એકમાત્ર મોટરસાઇકલ છે, ABS ની સાથે આવે છે. કંપની આ બાઈક સાથે 4 કલર ઓપ્શન આપી રહી છે.

એન્જીન અને ગિયરબોક્સ :

નવી બજાજ પ્લેટિના 110 એબીએસમાં 115.45cc, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યૂલ ઇંજેક્ટેડ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 7,000 RPM પર 8.4 bhp ની પાવર અને 5,000 RPM પર 9.81 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

એન્જીનને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યો છે. તેમાં LED DRL ની સાથે હેલોઝેન હેડલેમ્પ, સેમી-ડિજિટલ ઇંસ્ટ્રૂમેંટ કલસ્ટર, 17 ઇંચના વ્હીલ અને 11 લીટરની ક્ષમતાવાળી ફ્યૂલ ટેન્ક મળે છે.

બજાજ પ્લેટિના 110 એબીએસના ફીચર્સ :

આ બાઈકમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોકર્સ અને રિયરમાં ડુઅલ-સ્પ્રિંગ-લોડેડ શોક એબ્ઝોર્બર મળે છે. બ્રેકિંગ માટે આગળની તરફ સિંગલ ચેનલ એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે ડિસ્ક બ્રેક અને પાછળ ડ્રમ બ્રેક આપવામાં આવે છે. બાઇકમાં એક ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર છે. જે ઘણી બધી જાણકારી બતાવે છે.

ભારતીય બજારમાં Bajaj Platina નો મુકાબલો  Hero Splendor Plus, Honda CD 110 Dream અને TVS Star City Plus જેવી બાઈક્સ સાથે છે. પ્લેટિના કંપની માટે સૌથી વધુ વેચાનાર મોટસાઈકલોમાંથી એક છે. ગત મહિને તેના 33,702 યૂનિટસ વેચાયા છે. નવેમ્બર 2021 માં વેચાણ 60,646 યૂનિટસની તુલનામાં વેચાણ 44.4 ટકા ઘટ્યું છે.

આ પણ વાંચો :-

આ દેશમાં પાસપોર્ટ કે ટિકિટની જરૂર નહીં પડે, એરપોર્ટ પર ઊભી કરાઈ ખાસ સુવિધા

Passport or ticket will not be required in this

  • અબુ ધાબી એરપોર્ટ પર બાયોમેટ્રિક સેવા શરૂ કરવામાં આવશે. આ શરૂ થતાંની સાથે જ મુસાફરોને પાસપોર્ટ કે ટિકિટની જરૂર નહીં પડે. મુસાફરનો ચહેરો તેનો બોર્ડિંગ પાસ ગણવામાં આવશે.

યુએઈએ મુસાફરોને વધુ સારી અને સરળ સુવિધા આપવા માટે અબુ ધાબી એરપોર્ટ પર બાયોમેટ્રિક (Biometric) સેવા શરૂ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ સેવા શરૂ થતાંની સાથે જ મુસાફરોને હવે પાસપોર્ટ કે ટિકિટની (Passport or ticket) જરૂર નહીં પડે. એટલે કે હવે મુસાફરનો ચહેરો તેનો બોર્ડિંગ પાસ ગણવામાં આવશે. ટૂંકમાં કહીએ તો હવે યુએઈના મુસાફરો એરપોર્ટ પર બોર્ડિંગ પાસ (Boarding pass) મેળવવા માટે તેમના ચહેરાનો ઉપયોગ કરી શકે છે.

બાયોમેટ્રિક ક્ષમતાઓ સાથેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ :

અબુ ધાબી એરપોર્ટ પર ફેસ રેકગ્નિશન સેવાઓ પસંદગીના સેલ્ફ-સર્વિસ બેગેજ ટચપોઈન્ટ્સ, ઈમિગ્રેશન ઈ-ગેટ્સ અને બોર્ડિંગ ગેટ પર લાગુ કરવામાં આવશે અને એ પછી એરપોર્ટ પર તમામ પેસેન્જર ટચપોઇન્ટ પર અમલમાં આવશે. જણાવી દઈએ કે આ એડવાન્સ AI ટેક્નોલોજીને અબુ ધાબી સ્થિત ટેક કંપની NEXT50 દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

આ સાથે ટેક કંપની NEXT50 યુએઈના અબુ ધાબી એરપોર્ટ પર વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ અને ટેક્નોલોજી સોલ્યુશન્સ પાર્ટનર IDEMIA અને SITA સાથે તેના અત્યાધુનિક AI સોલ્યુશન્સ રજૂ કરશે. UAEની સરકાર અનુસાર અબુ ધાબી એરપોર્ટ આ નવી ટેકનોલોજી મુસાફરીને વધારશે અને  મિડફિલ્ડ ટર્મિનલ બિલ્ડીંગને તમામ ગ્રાહકના ટચ પોઈન્ટ પર બાયોમેટ્રિક ક્ષમતાઓ સાથેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે સ્થાપિત કરશે.

ટેક કંપની NEXT50 ના સીઇઓ ઈબ્રાહિમ અલ મન્નાઇએ જણાવ્યું હતું કે બાયોમેટ્રિક્સ પ્રોજેક્ટ અમીરાતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિઝનના ભાગ રૂપે આવે છે. એકવાર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે સાકાર થઈ જાય પછી આ એરપોર્ટ એ ક્ષેત્રનું એવું એકમાત્ર એરપોર્ટ હશે જ્યાં તમામ ગ્રાહક સંપર્ક બિંદુઓ પર બાયોમેટ્રિક સોલ્યુશન્સ લાગુ કરવામાં આવશે. આ રીતે અબુ ધાબી એરપોર્ટ વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર બનવાના વિઝનમાં યોગદાન આપશે.

હાઈ-ટેક બાયોમેટ્રિક કેમેરાનો ઉપયોગ થશે  :

આ સિસ્ટમ મુસાફરોને ‘કર્બ-ટુ-ગેટ’થી એક સુવિધાજનક, સંપર્ક રહિત અને સ્વસ્થ અનુભવ પ્રદાન કરશે.  એક રિપોર્ટ અનુસાર આ સિસ્ટમની મદદથી મુસાફરોનો રાહ જોવાનો સમય ઘટશે અને લાંબી કતારમાંથી મુક્તિ મળશે.  સિસ્ટમ એરપોર્ટના ટચપોઈન્ટ પર મુસાફરોની વિગતોને ચકાસવા માટે હાઈ-ટેક બાયોમેટ્રિક કેમેરાનો ઉપયોગ કરશે, જેમાં સેલ્ફ-સર્વિસ બેગેજ ડ્રોપ્સ, પાસપોર્ટ કંટ્રોલ, બિઝનેસ ક્લાસ લાઉન્જ અને બોર્ડિંગ ગેટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

બોસ ભીડ તો જુઓ ! આર્જેન્ટિનામાં મેસીનું સ્વાગત કરવા લાખો લોકો રસ્તા પર, આંખો અંજાઈ જાય તેવું જશ્ન

Millions of people lined the streets to welcome Messi in Argentina

  • લીઓનેલ મેસી પોતાના દેશ આર્જેન્ટિના પહોંચ્યા છે. ફીફા વર્લ્ડ કપ 2022 જીત્યા બાદ વર્લ્ડ ચેમ્પિયન ટીમ પોતાના ઘરે પરત ફરી છે. જ્યાં સ્વાગત કરવા માટે હજારો ફેન્સ રસ્તા પર આવી ગયા છે.

ફીફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup 2022) જીત્યા બાદ આર્જેન્ટિનાની (Argentina) ટીમ પોતાના દેશ પરત પહોંચી છે. જ્યાં એરપોર્ટ પર હજારોની ભીડે પોતાના વર્લ્ડ ચેમ્પિયન (World Champion) ટીમનું સ્વાગત કર્યું. કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં ટીમે ફ્રાંસને ફાઈનલમાં 4-2થી મ્હાત આપી ઈતિહાસ રહ્યો હતો. આર્જેન્ટિનાએ 1986 બાદ પહેલી વખત કોઈ ફીફા વર્લ્ડ કપ જીત્યો છે. જ્યારે આ તેનો ત્રીજો વર્લ્ડ કપ છે. ખાસ વાત એ છે કે આ લિયોનેલ મેસીનો (Lionel Messi) છેલ્લો વર્લ્ડ કપ હતો.

મંગળવારે બ્યૂનસ આયર્સ પહોંચી ટીમ :

મંગળવારની સવારે આર્જેન્ટિનાના ખેલાડી રાજધાની બ્યૂનસ આયર્સના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા. જ્યાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વર્લ્ડ ચેમ્પિયનના સ્વાગત માટે તૈયાર હતા. કેપ્ટન લિયોનેલ મેસી હાથમાં ટ્રોફી લઈને ફ્લાઈટથી બહાર નિકળ્યા અને લોકોનું અભિવાદન કર્યું.

બસમાં બેસીને કર્યો રોડ શો :

આર્જેન્ટિનાના ખેલાડીઓએ અહીં બસમાં બેસીને રોડ શોમાં ભાગ લીધો. ચારે બાજુ હજારોની સંખ્યામાં ફેન્સ બસને ઘેરીને ઉભા હતા અને ખેલાડી ટ્રોફીને જોતા સેલિબ્રેશન કરી રહ્યા હતા.

ફાઈનલમાં શું થયું હતું? 

આર્જેન્ટિનાની રાજધાની Buenos Airesના oBeliskમાં લાખોની સંખ્યામાં ફેન્સ સતત સેલિબ્રેશન કરી રહ્યા છે. આર્જેન્ટિનાએ જ્યારે ફાઈનલમાં ફ્રાંસને હરાવ્યું ત્યાર બાદ આ જશ્ન નોનસ્ટોપ ચાલુ છે. આર્જેન્ટિનાના ફૂટબોલ એસોસિએશનને આ વાતની પુષ્ટિ કરી હતી વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી પણ અહીં આવીને ફેન્સની સાથે સેલિબ્રેશનમાં સામેલ થશે.

આ પણ વાંચો :-

ખેડૂતોએ પોતાની જમીન સરકરી કાર્યક્રમ માટે તો આપી દીધી પરંતુ હવે ખેડૂતોને આવ્યો પછતાવાનો વારો ! જાણો શું છે સમગ્ર ઘટના   

0

The farmers gave their land for the government program

  • કાર્યક્રમ પહેલા તંત્રએ સ્થાનિક ખેડૂતો (Farmers) સાથે ચર્ચા કર્યા બાદ તેમને સરકારી કાર્યક્રમ માટે જમીન આપવા રાજી કરી દીધા હતા. તો સામે પક્ષે ખેડૂતોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાની જમીન જેવી હતી તે હાલતમાં એટલે કે ખેતીલાયક સ્થિતિમાં પરત સોંપવાની શરત મુકી હતી.

મહેસાણાના (Mehsana) મોઢેરામાં (Modhera) સરકારી કાર્યક્રમ માટે જમીન આપ્યા બાદ ખેડૂતોને પસ્તાવાનો વારો આવ્યો છે. વાત કઇક એવી છે કે દેલવાડા પાસે 20 વીઘા જમીનમાં આશરે અઢી મહિના પહેલા સરકારી કાર્યક્રમ (Government program) યોજાયો હતો. કાર્યક્રમ પહેલા તંત્રએ સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ તેમને સરકારી કાર્યક્રમ માટે જમીન આપવા રાજી કરી દીધા હતા.

તો સામે પક્ષે ખેડૂતોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાની જમીન જેવી હતી તે હાલતમાં એટલે કે ખેતીલાયક સ્થિતિમાં પરત સોંપવાની શરત મુકી હતી. પરંતુ સરકારી કાર્યક્રમ યોજાયાને અઢી મહિના ઉપરનો સમય વિતી ગયો છે. ખેડૂતોએ જમીનમાં હજુ પણ 2 ફૂટ ઉંડે સુધી ક્રોન્કિટ અને કપચી હોવાનો દાવો કરી રહ્યા છે. જેને કારણે ખેડૂતો છતાં જમીને લાચાર બન્યા છે.

દેલવાડા પાસે 20 વીઘા જમીનમાં વિવાદ :

ખેડૂતોનું કહેવુ છે કે તંત્રએ સરકારી કાર્યક્રમ પૂર્ણ થયાના 10 દિવસમાં જ તમારી જમીન હતી તેવી કરી આપીશુ તેવુ વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું  કે તમારી જમીન ફળદ્રુપ જ રહેશે. તમારે ચિંતા કરવાની જરુર નથી. આવી વાતો કરીને અમને ભોળવીને તંત્રએ અમારી જમીન ભાડે લેવાના કાગળ પર સહી લઈ લીધી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હજુ પણ જમીન સિમેન્ટના મોટા મોટા ટુકડા નીકળતા ખેતી કેવી રીતે કરવી તે અંગે સમસ્યા ઊભી થઇ છે.

આ પણ વાંચો :-

જો તમે નોકરીથી થાક્યા છો તો ઘરે બેઠાં શરું કરો આ બિઝનેસ, દર મહિને કરાવશે તગડી કમાણી

0

If you are tired of work then start this business

  • ભારતમાં મસાલાઓની ભારે ડિમાંડ રહે છે. તેની સામે દેશમાં હાલ અનેક નાની મોટી કંપનીઓ આ ક્ષેત્રે કાર્યરત છે અને દર વર્ષે હજારો ટન મસાલાનું ઉત્પાદન કરે છે.

જો કે તેમ છતાં આ બિઝનેસમાં (Business) માંગ એટલે છે કે સપ્લાય ઓછી પડે છે. એટલું જ નહીં ભારતીય મસાલાની દુનિયામાં પણ ખૂબ જ માંગ રહે છે. તેવામાં તમે જો સ્વાદ અને ફ્લેવરમાં (Taste and flavor) વિશિષ્ટ પ્રયોગ સાથે આ બિઝનેસ કરો તો ખૂબ જ ફાયદો (Benefit) મળી શકે.

જો તમે પણ નોકરી છોડીને તમારો પોતાનો બિઝનેસ (Start Business) શરૂ કરવા માંગો છો. તો તમારું સપનું સાકાર થઈ શકે છે. આજકાલ મોટા ભાગના લોકો ઓછી રકમ સાથે મોટી કમાણી (Earn Money) કરી શકાય તેવા બિઝનેસની શોધમાં જોવા મળે છે. તો આજે અમે તમને એક આવા જ બિઝનેસ (Business Idea) વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એકવાર આ બિઝનેસ જો જામી જાય તો તમે જીવનભર લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. પાછું આ બિઝનેસને તમે ખૂબ જ નાના પાયે ઘરેથી જ શરું કરી શકો છો અને જેમ જેમ વધતો જાય તેમ આગળ વધારી શકો છો. આ બિઝનેસ છે મસાલા મેકિંગ યુનિટ (Masala Making Business Unit) જે તમે ખૂબ નાના પાયે શરું કરી શકો છો.

કેટલું કરવું પડશે રોકાણ ? ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની એક રીપોર્ટમાં મસાલા બનાવવાના યુનિટ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ રીપોર્ટ અનુસાર, મસાલા બનાવવાનો યુનિટ તૈયાર કરવામાં 3.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં 300 વર્ગ ફૂટ બિલ્ડિંગ શેડ પર 60,000 રૂપિયા અને ઈક્વિપમેન્ટ પર 40,000 રૂપિયા ખર્ચ થશે. આ સિવાય કામ શરૂ થવા પર થનારા ખર્ચ માટે 2.50 લાખ રૂપિયાની જરૂરિયાત રહેશે.

આ રીતે કરો ફંડની વ્યવસ્થા : જો તમારી પાસે આટલી રકમ નથી તો તમે આ બિઝનેસ શરૂ કરવા માટે બેંક પાસેથી લોન પણ લઇ શકો છો. પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત આ બિઝનેસ માટે લોન લઇ શકાય છે. આ સિવાય મુદ્રા લોન સ્કીમની પણ મદદ લઈ શકાય છે.

થશે બંપર કમાણી : પ્રોજેક્ટ રીપોર્ટ અનુસાર વાર્ષિક 193 ક્વિન્ટલ મસાલાનું ઉત્પાદન કરી શકાય છે. જેમાં 5400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ પર વાર્ષિક 10.42 લાખ રૂપિયાનું વેચાણ કરી શકાય છે. તમામ ખર્ચ બાદ કરતા વાર્ષિક 2.54 લાખ રૂપિયાનો નફો થઇ શકશે. એટલે કે માસિક 21 હજાર રૂપિયાથી પણ વધારે કમાણી થશે.

કઈ રીતે વધશે નફો : રીપોર્ટ અનુસાર, જો તમે ભાડાની જગ્યાના બદલે ઘરમાં જ આ બિઝનેસ શરૂ કરો છો તો તમારો નફો વધી જશે. ઘરમાં બિઝનેસ શરૂ કરવાથી કુલ પ્રોજેક્ટ કોસ્ટ ઘટી જશે અને પ્રોફિટ વધશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujarat Guardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :-

ગુજરાતવાસીઓ હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર સાથે થશે માવઠું : આંબાલાલ પટેલની આગાહી

0

Gujaratis should be prepared for bone-chilling cold

  • 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી.

રાજ્યમાં ઉતર પૂર્વના પવનો (North East winds) ફૂંકાયા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે. 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનો અહેસાસ થશે. જો કે અત્યારે તાપમાન સામાન્ય કરતાં 3થી 4 ડીગ્રી ઉચું નોંધાઇ રહ્યું છે. હવામાન વિભાગનું (Meteorological Department) અનુમાન છે કે આગામી 5 દિવસ વાતાવરણ સુકુ રહેશે અને ધીમે-ધીમે તાપમાન (temperature) ઘટવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે  25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. 22થી 25 ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે અને 25થી 30 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે. જ્યારે માવઠું પણ થશે.

આ સાથે જ વારંવાર વાતાવરણાં પલટો આવશે. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફુકાશે અને હવામાનમાં પલટો આવશે. 17 અને 18 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે અને 20 જાન્યુઆરીએ ઠંડી વધુ પડશે.

ઉતર મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 8 ડીગ્રીથી નીચું જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં નલિયામાં લઘુતમ તાપમાન 5 ડીગ્રી અસપાસ રહેવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં બેચરાજી, સમી હારીજમાં ઠંડી વધુ રહેવાની શકયતા છે. અમદાવાદ વડોદરામાં પણ ઠંડીનું જોર 25 ડિસેમ્બર બાદ વધશે.

ઠંડીના કારણ કૃષિ પાકો સારા થશે. હાલ બેવડી ઋતુના કારણે કૃષિ પાકમાં જીવાત ધીરે-ધીરે દૂર થશે. જાન્યુઆરીમાં વારંવાર હવામાનમાં પલટો આવશે અને વાદળછાયુ વાતારણ જોવા મળશે. જ્યારે અમુક ભાગમાં માવઠું થવાની શક્યતા છે.

રાજ્યમાં શહેરનો લઘુતમ તાપમાન જોઈએ તો નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 17 ડીગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 14.9 ડીગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન 14. 6 ડીગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો :-