ગુજરાતવાસીઓ હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર સાથે થશે માવઠું : આંબાલાલ પટેલની આગાહી

Share this story

Gujaratis should be prepared for bone-chilling cold

  • 25મી ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રકોપ વધશે. રાજ્યમાં વારંવાર વાતાવરણમાં આવશે પલટો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી.

રાજ્યમાં ઉતર પૂર્વના પવનો (North East winds) ફૂંકાયા છે. રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે. 2થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનો અહેસાસ થશે. જો કે અત્યારે તાપમાન સામાન્ય કરતાં 3થી 4 ડીગ્રી ઉચું નોંધાઇ રહ્યું છે. હવામાન વિભાગનું (Meteorological Department) અનુમાન છે કે આગામી 5 દિવસ વાતાવરણ સુકુ રહેશે અને ધીમે-ધીમે તાપમાન (temperature) ઘટવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે  25 ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધશે. 22થી 25 ડિસેમ્બર સુધી ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે. જેના કારણે ગુજરાતમાં ઠંડીની શરુઆત થશે અને 25થી 30 ડિસેમ્બર સુધી કડકડતી ઠંડી પડશે. જ્યારે માવઠું પણ થશે.

આ સાથે જ વારંવાર વાતાવરણાં પલટો આવશે. 12 અને 13 જાન્યુઆરી દરમિયાન દરિયા કિનારે ભારે પવન ફુકાશે અને હવામાનમાં પલટો આવશે. 17 અને 18 જાન્યુઆરીએ પણ હવામાનમાં પલટો આવશે અને 20 જાન્યુઆરીએ ઠંડી વધુ પડશે.

ઉતર મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન 8 ડીગ્રીથી નીચું જવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં નલિયામાં લઘુતમ તાપમાન 5 ડીગ્રી અસપાસ રહેવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં બેચરાજી, સમી હારીજમાં ઠંડી વધુ રહેવાની શકયતા છે. અમદાવાદ વડોદરામાં પણ ઠંડીનું જોર 25 ડિસેમ્બર બાદ વધશે.

ઠંડીના કારણ કૃષિ પાકો સારા થશે. હાલ બેવડી ઋતુના કારણે કૃષિ પાકમાં જીવાત ધીરે-ધીરે દૂર થશે. જાન્યુઆરીમાં વારંવાર હવામાનમાં પલટો આવશે અને વાદળછાયુ વાતારણ જોવા મળશે. જ્યારે અમુક ભાગમાં માવઠું થવાની શક્યતા છે.

રાજ્યમાં શહેરનો લઘુતમ તાપમાન જોઈએ તો નલિયામાં લઘુતમ તાપમાન 13.8 ડીગ્રી નોંધાયું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16.5 ડીગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 17 ડીગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 14.9 ડીગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન 14. 6 ડીગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો :-