જો તમે નોકરીથી થાક્યા છો તો ઘરે બેઠાં શરું કરો આ બિઝનેસ, દર મહિને કરાવશે તગડી કમાણી

Share this story

If you are tired of work then start this business

  • ભારતમાં મસાલાઓની ભારે ડિમાંડ રહે છે. તેની સામે દેશમાં હાલ અનેક નાની મોટી કંપનીઓ આ ક્ષેત્રે કાર્યરત છે અને દર વર્ષે હજારો ટન મસાલાનું ઉત્પાદન કરે છે.

જો કે તેમ છતાં આ બિઝનેસમાં (Business) માંગ એટલે છે કે સપ્લાય ઓછી પડે છે. એટલું જ નહીં ભારતીય મસાલાની દુનિયામાં પણ ખૂબ જ માંગ રહે છે. તેવામાં તમે જો સ્વાદ અને ફ્લેવરમાં (Taste and flavor) વિશિષ્ટ પ્રયોગ સાથે આ બિઝનેસ કરો તો ખૂબ જ ફાયદો (Benefit) મળી શકે.

જો તમે પણ નોકરી છોડીને તમારો પોતાનો બિઝનેસ (Start Business) શરૂ કરવા માંગો છો. તો તમારું સપનું સાકાર થઈ શકે છે. આજકાલ મોટા ભાગના લોકો ઓછી રકમ સાથે મોટી કમાણી (Earn Money) કરી શકાય તેવા બિઝનેસની શોધમાં જોવા મળે છે. તો આજે અમે તમને એક આવા જ બિઝનેસ (Business Idea) વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એકવાર આ બિઝનેસ જો જામી જાય તો તમે જીવનભર લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. પાછું આ બિઝનેસને તમે ખૂબ જ નાના પાયે ઘરેથી જ શરું કરી શકો છો અને જેમ જેમ વધતો જાય તેમ આગળ વધારી શકો છો. આ બિઝનેસ છે મસાલા મેકિંગ યુનિટ (Masala Making Business Unit) જે તમે ખૂબ નાના પાયે શરું કરી શકો છો.

કેટલું કરવું પડશે રોકાણ ? ખાદી અને ગ્રામોદ્યોગ આયોગની એક રીપોર્ટમાં મસાલા બનાવવાના યુનિટ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. આ રીપોર્ટ અનુસાર, મસાલા બનાવવાનો યુનિટ તૈયાર કરવામાં 3.50 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં 300 વર્ગ ફૂટ બિલ્ડિંગ શેડ પર 60,000 રૂપિયા અને ઈક્વિપમેન્ટ પર 40,000 રૂપિયા ખર્ચ થશે. આ સિવાય કામ શરૂ થવા પર થનારા ખર્ચ માટે 2.50 લાખ રૂપિયાની જરૂરિયાત રહેશે.

આ રીતે કરો ફંડની વ્યવસ્થા : જો તમારી પાસે આટલી રકમ નથી તો તમે આ બિઝનેસ શરૂ કરવા માટે બેંક પાસેથી લોન પણ લઇ શકો છો. પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત આ બિઝનેસ માટે લોન લઇ શકાય છે. આ સિવાય મુદ્રા લોન સ્કીમની પણ મદદ લઈ શકાય છે.

થશે બંપર કમાણી : પ્રોજેક્ટ રીપોર્ટ અનુસાર વાર્ષિક 193 ક્વિન્ટલ મસાલાનું ઉત્પાદન કરી શકાય છે. જેમાં 5400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ પર વાર્ષિક 10.42 લાખ રૂપિયાનું વેચાણ કરી શકાય છે. તમામ ખર્ચ બાદ કરતા વાર્ષિક 2.54 લાખ રૂપિયાનો નફો થઇ શકશે. એટલે કે માસિક 21 હજાર રૂપિયાથી પણ વધારે કમાણી થશે.

કઈ રીતે વધશે નફો : રીપોર્ટ અનુસાર, જો તમે ભાડાની જગ્યાના બદલે ઘરમાં જ આ બિઝનેસ શરૂ કરો છો તો તમારો નફો વધી જશે. ઘરમાં બિઝનેસ શરૂ કરવાથી કુલ પ્રોજેક્ટ કોસ્ટ ઘટી જશે અને પ્રોફિટ વધશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujarat Guardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :-