ખેડૂતોએ પોતાની જમીન સરકરી કાર્યક્રમ માટે તો આપી દીધી પરંતુ હવે ખેડૂતોને આવ્યો પછતાવાનો વારો ! જાણો શું છે સમગ્ર ઘટના   

Share this story

The farmers gave their land for the government program

  • કાર્યક્રમ પહેલા તંત્રએ સ્થાનિક ખેડૂતો (Farmers) સાથે ચર્ચા કર્યા બાદ તેમને સરકારી કાર્યક્રમ માટે જમીન આપવા રાજી કરી દીધા હતા. તો સામે પક્ષે ખેડૂતોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાની જમીન જેવી હતી તે હાલતમાં એટલે કે ખેતીલાયક સ્થિતિમાં પરત સોંપવાની શરત મુકી હતી.

મહેસાણાના (Mehsana) મોઢેરામાં (Modhera) સરકારી કાર્યક્રમ માટે જમીન આપ્યા બાદ ખેડૂતોને પસ્તાવાનો વારો આવ્યો છે. વાત કઇક એવી છે કે દેલવાડા પાસે 20 વીઘા જમીનમાં આશરે અઢી મહિના પહેલા સરકારી કાર્યક્રમ (Government program) યોજાયો હતો. કાર્યક્રમ પહેલા તંત્રએ સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કર્યા બાદ તેમને સરકારી કાર્યક્રમ માટે જમીન આપવા રાજી કરી દીધા હતા.

તો સામે પક્ષે ખેડૂતોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પોતાની જમીન જેવી હતી તે હાલતમાં એટલે કે ખેતીલાયક સ્થિતિમાં પરત સોંપવાની શરત મુકી હતી. પરંતુ સરકારી કાર્યક્રમ યોજાયાને અઢી મહિના ઉપરનો સમય વિતી ગયો છે. ખેડૂતોએ જમીનમાં હજુ પણ 2 ફૂટ ઉંડે સુધી ક્રોન્કિટ અને કપચી હોવાનો દાવો કરી રહ્યા છે. જેને કારણે ખેડૂતો છતાં જમીને લાચાર બન્યા છે.

દેલવાડા પાસે 20 વીઘા જમીનમાં વિવાદ :

ખેડૂતોનું કહેવુ છે કે તંત્રએ સરકારી કાર્યક્રમ પૂર્ણ થયાના 10 દિવસમાં જ તમારી જમીન હતી તેવી કરી આપીશુ તેવુ વચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું  કે તમારી જમીન ફળદ્રુપ જ રહેશે. તમારે ચિંતા કરવાની જરુર નથી. આવી વાતો કરીને અમને ભોળવીને તંત્રએ અમારી જમીન ભાડે લેવાના કાગળ પર સહી લઈ લીધી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હજુ પણ જમીન સિમેન્ટના મોટા મોટા ટુકડા નીકળતા ખેતી કેવી રીતે કરવી તે અંગે સમસ્યા ઊભી થઇ છે.

આ પણ વાંચો :-