Home Blog Page 1215

બાળકોને ઓરીથી કેમ હોય છે વધારે ખતરો ? જાણો ઓરીથી બચવાના ઉપાયો 

Why are children more at risk from measles

  • શું ઓરીએ ચેપી રોગ છે? નાના બાળકો કેમ આ રોગની ઝડપથી આવે છે ઝપેટમાં? શું છે ઓરીના લક્ષણો? ઓરીથી બચવા માટે નિષ્ણાતો આપી રહ્યાં છે શું સલાહ જાણો..

અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં ઓરીનો કહેર વધી રહ્યો છે. દિનપ્રતિદિન ઓરીના (Measles) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દવાખાનાઓ અને સરકારી હોસ્પિટલોમાં ઓરીના કેસોમાં ભરાવો થઈ રહ્યો છે. બાળકો ખુબ જ ઝડપથી આ રોગની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે જાણીએ તેનાથી બચવા માટે શું તકેદારી રાખવી? અને આ રોગ વિશે શું કહી રહ્યાં છે નિષ્ણાતો?

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવેમ્બર માસ દરમિયાન 1650 બાળકોને ઓરી થયા હતા. જ્યારે 9 બાળકોના તેનાથી મૃત્યુ થયા છે. નવેમ્બરમાં ઓરીથી સૌથી વધારે મૃત્યુ પામ્યા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.

લોકસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે નવેમ્બરમાં બાળકોના ઓરીના કેસમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં નવેમ્બર મહિનામાં 10,416 બાળકોને ઓરી થયો. જ્યારે 40 બાળકોના મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3075 કેસ નોંધાયા. અને 13 બાળકોના મોત થયા. જેના પછી સૌથી વધુ કેસમાં ઝારખંડ બીજા નંબરે અને ગુજરાત ત્રીજા નંબરે છે. ત્યારબાદ હરિયાણા અને બિહારનો નંબર આવે છે.

ડો.અભય શાહ સિનિયર પિડિયાટ્રિશને જણાવ્યું કે જેણે ઓરીની રસી નથી અપાઈ તેને ઓરીની રસી અપાવવી જરૂરી છે. બાળકોને તેની સૌથી વધુ અને સૌથી ઝડપી અસર થાય છે. ઓરી એક પ્રકારનો ચેપી રોગ છે. એક વ્યક્તિને થાય તો બીજા સાતથી આઠ લોકો કે બાળકને ઓરી થઈ શકે છે. આઈસોલેશનમાં રાખવું જરૂરી છે. બહાર જવું જોઈએ નહીં.

આ પણ વાંચો :-

“ભારત જોડો યાત્રા” દરમિયાન સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને પત્ર લખી કરી અપીલ, જુઓ શું કહ્યું

0

During the “Bharat Jodo Yatra”, the Health Minister

  • વિશ્વમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીની મનસુખ માંડવિયાની આજે ઉચ્ચ સ્તરીય બેઠક, રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખી શું કહ્યું ?

ચીનમાં (China) હાહાકાર મચાવ્યાં બાદ કોરોનાએ યુરોપના ઘણા દેશોને પોતાના કબજામાં લઈ લીધા છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Health Minister Mansukh Mandaviya) ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ કોરોના સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા આવી શકે છે.

આ દરમિયાન માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને (Ashok Gehlot) પત્ર લખ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે.

Image

જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યા છે. પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એવો પણ અનુરોધ કર્યો છે કે જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરવામાં આવે.

શું કહ્યું કોંગ્રેસ નેતાએ ? 

કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું કે, શા માટે માત્ર અમને જ સલાહ આપવામાં આવે છે? જ્યારે પ્રવાસમાં સામેલ તમામ મુસાફરોને રસી આપવામાં આવી છે. તેમણે સરકારને અપીલ કરી છે કે, આખા દેશ માટે સમાન એડવાઈઝરી જાહેર કરવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પત્ર પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મોદી સરકાર ભારત જોડો યાત્રાથી ડરી ગઈ છે.

સામાન્ય લોકોનું ધ્યાન હટાવવા માટે ભાજપ વિવિધ પ્રશ્નો ઉઠાવી રહી છે. શું પીએમ મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને તમામ પ્રોટોકોલનું પાલન કરીને ઘરે-ઘરે ગયા હતા? કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે હરિયાણામાં છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ચાલી રહ્યા છે. તમિલનાડુથી શરૂ થયેલી આ યાત્રા આજે હરિયાણા પહોંચી છે અને ત્યારબાદ પંજાબ જશે.

જો હવે સૂત્રોનું માનીએ તો સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં કોવિડ-19ના નવા પ્રકાર અંગે નિષ્ણાતોના અભિપ્રાય પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત સૌથી મોટી સમસ્યા વિદેશથી ભારત આવતા લોકો માટે નિયમો બનાવવાની છે. દેશમાં કોવિડ-19ના હાલના પ્રકારો અને તેમની સ્થિતિ વિશે પણ આજે ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો :-

શું શેર બજારનાં ખુલવાના અને બંધ થવાનાં સમયમાં ફેરફાર થશે ? SRBIએ આપી મંજૂરી

0

Will there be a change in the opening and closing times

  • શેરબજાર સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે.

શેરબજાર (Stock market) સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો (Pre Market Trading) સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે. શેરબજારનો સમય વધારવા માટે રોકાણકારો સતત માંગ કરી રહ્યા છે.

આરબીઆઈ આના પર પોતાની મહોર લગાવી ચૂકી છે. સાત ડિસેમ્બરે પોલિસી સમીક્ષા બાદ ગવર્નર શક્તિકાંત દાસે તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘મની માર્કેટ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકે છે. પરંતુ આ માટે સેબીએ નિર્ણય લેવો પડશે.’

શેરબજારના સમય અંગે સેબીએ કહ્યું કે…

શેરબજારના ખુલવા અને બંધ થવાના સમયને લઈને SEBIના ચેરમેન માધબી પુરી બુચે બોર્ડ મીટિંગ બાદ જણાવ્યું હતું કે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને NSE ઈચ્છે તો ટ્રેડિંગ કલાક વધારી શકે છે. શેરબજારમાં કામકાજના કલાકો વધારવા માટે કોઈ પ્રતિબંધ નથી.

બ્રોકર્સ ટ્રેડિંગ કલાક વધારવા માગે છે?

પ્રી-બજેટ મીટીંગમાં તમામ બ્રોકર્સ શેરબજારનો સમય બદલવા માટે તૈયાર છે. જાણકારોના જણાવ્યા પ્રમણે વાત કરીએ તો આનાથી દલાલોને ઘણો ફાયદો થશે. કારણ કે વેપારના કલાકો વધવાની સાથે બ્રોકરેજ વધશે.

રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે?

એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રેડિંગ અવર્સ વધવાથી રોકાણકારોને માર્કેટમાં કમાણી કરવાની વધુ તકો પણ મળી રહેશે. જો કે, મોટાભાગના લોકો ઇન્ડેક્સ ટ્રેડિંગના કલાક વધારવા માંગે છે. જેમ SGS નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સમાં હોય છે. આનાથી રોકાણકારોને પ્રવેશ અને બહાર નીકળવા માટે વધુ સમય મળશે.

આ પણ વાંચો :-

પોસ્ટ ઓફિસનો આ પ્લાનમાં કરો દર મહિને આટલું રોકાણ બનાવી દેશે કરોડપતિ

0

Do the post office in this plan

  • જો તમે દર મહિને આ યોજનામાં 12,500 રૂપિયાનું રોકાણ કરશો તો એક વર્ષમાં તમારી પાસે 1.50 લાખ રૂપિયા થઈ જશે. આ રીતે તમારી પાસે અમુક વર્ષ પછી મોટી રકમ જમા થઈ જશે.

જો તમે સુરક્ષિત રોકાણ (Safe Investment) કરવા માંગો છો. તો તમારે પોસ્ટ ઓફિસની (Post Office) યોજનાઓમાં રોકાણ કરવું જોઈએ. અહીં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. અહીં તમે તમારી સુવિધા અનુસાર ઘણી યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં કેટલીક એવી યોજનાઓ છે. જે તમને થોડા વર્ષોમાં સારો નફો પણ આપે છે.

ખાસ કરીને પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં પૈસા જમા કરાવવા એ વધુ સારો વિકલ્પ છે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો છો. તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરી શકો છો. જે તમને કરોડપતિ બનાવી શકે છે.

વર્ષે મળશે 7.1 ટકા વ્યાજ :

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ દર ઓફર કરે છે. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે. પરંતુ તે પછી તેને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે. જો તમને 15 વર્ષના સમયગાળાના અંતે ફંડની જરૂર ન હોય તો તમે ફંડને આગળ વધારી શકો છો. આ તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશે.

દર વર્ષે 1.50 લાખનું કરી શકાશે રોકાણ :

તમે દર વર્ષે આ સ્કીમમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. એક વર્ષમાં 1.50 લાખ રૂપિયા જમા કરાવવાને બદલે તમે માસિક 12500 રૂપિયા પણ જમા કરાવી શકો છો. આ સિવાય તમે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ PPF પર ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકો છો.

તેના વ્યાજ પર મળેલા પૈસા પર કોઈ ટેક્સ લાગતો નથી. બચત યોજનામાં 22.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને 18 લાખ રૂપિયાનું વ્યાજ આપવામાં આવે છે. જેની મેચ્યોરિટી 15 વર્ષ છે.

દર મહિને 12,500 રૂપિયાનું પણ કરી શકાશે રોકાણ  :

જો તમે દર મહિને આ સ્કીમમાં 12,500 રૂપિયાનું રોકાણ કરો છો, તો એક વર્ષમાં તમારી પાસે 1.50 લાખ રૂપિયા હશે. એટલે કે તમારે દરરોજ 416 રૂપિયાની બચત કરવી પડશે. ત્યાં જ 15 વર્ષમાં કુલ રોકાણ 22.50 લાખ રૂપિયા થાય છે જેના પર તમને 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. મેચ્યોરિટી પર કુલ રૂ. 40.70 લાખ રૂપિયા જમા થશે. જેમાં રૂ. 18.20 લાખનો વ્યાજનો લાભ મળે છે.

મેચ્યોરિટી પર મળશે 1.03 કરોડ :

25 વર્ષ માટે 12,500 રૂપિયા દર મહિનાના હિસાબથી જમા કરવા પર 40.70 લાખ રૂપિયાની રકમ બે ગણીથી પણ વધારે થઈ જાય છે. તેના પર વાર્ષિક વ્યાજદર 7.1 ટરાથી લાગુ થાય છે તો 25 વર્ષમાં કુલ રોકાણની રકમ 37.50 લાખ રૂપિયા થવા લાગે છે અને વ્યાજના ફાયદાની સાથે 62.50 લાખ રૂપિયા મળે છે એટલે કે મેચ્યોરિટી પર 1.30 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો :-

ભારત જોડો યાત્રા : રાહુલ ગાંધીની સુરક્ષા માટે આવેલા પોલીસકર્મીઓ પર હુમલો, શું છે સમગ્ર મામલો 

0

Join Bharat Yatra: Attack on policemen who came

  • રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે અલવર ડ્યુટી પર આવેલા બીકાનેર જિલ્લાના પોલીસ કર્મચારીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે.

પોલીસ કર્મચારી (police officer) આંબેડકર નગર સ્થિત સામુદાયિક ભવનમાં રોકાયા હતા. હુમલામાં 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ યૂનુસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમને જયપુર રેફર કરવામાં આવ્યા છે. ત્રણ અન્ય પોલીસ કર્મચારીઓને પ્રાથમિક સારવાર (First aid) બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

બદમાશોના ડરના કારણે રાત્રે જ ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તમામ પોલીસ કર્મચારીઓને સામુદાયિક ભવનમાંથી બીજા સ્થળે શિફ્ટ કરી દીધા. આ સંબંધિત અલવરના એનઈબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી પરંતુ રાહુલ ગાંધીનો પ્રવાસ અને મુખ્યમંત્રી અશોક ગેહલોતનું અલવર જિલ્લામાં હોવું જેના કારણે આ મામલો બહાર આવ્યો નહોતો પરંતુ મંગળવારે આ ઘટના પ્રકાશમાં આવી.

રાહુલ ગાંધીની યાત્રા માટે ફરજ પર આવેલા બીકાનેરના 60 પોલીસ કર્મચારી અલવર શહેરના એનઈબી પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર નગર સ્થિત સામુદાયિક ભવનમાં રોકાયા હતા. જેમાંથી એક પોલીસ કર્મચારી રાત્રે લગભગ 9 વાગે જમવાનું લેવા ગયા હતા.

 40-50 લોકોએ રાત્રે અચાનક હુમલો કર્યો :

તે દરમિયાન સામુદાયિક ભવન નજીક એક ઈ-રિક્ષા વાળા સાથે એક યુવક ઝઘડો કરતા જોવા મળ્યો. પોલીસ કર્મચારીએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. તે યુવકે રિક્ષા ચાલકને છોડી મૂક્યો અને પોલીસ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ.

જોકે બાદમાં તે બદમાશ તેની સાથે પોતાના લગભગ 40-50 લોકોને લઈને આવ્યો. તેમના હાથમાં લાકડીઓ સહિત અન્ય હથિયાર હતા. ત્યાં તેમણે પોલીસ કર્મચારી યુનૂસ સાથે જબરદસ્તી મારામારી કરી જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.

આ પણ વાંચો :-

હવે આ જ બાકી હતું ! હવે પાપડ અને ભૂંગળા પર પણ આટલાં ટકા GST આપવો પડશે, કિલો દીઠ કેટલો વધારો થશે જાણો ? 

0

Now this was the only thing left

  • તાજેતરમાં જ પરાઠા પર 18 ટકા GST લાગુ કરવામાં આવ્યો હતો. અને તેને લઈને ભારે રોષ પ્રગટ્યો હતો. ત્યારે તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ભૂંગળા પર GST અંગે વસૂલવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે પાપડ (Papad) અને શેકેલા ભૂંગળા (Roasted potatoes) પર પણ 18 ટકા GST લાગશે. આ નિર્ણયનો ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ટરિંગ એસોસિયેશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને CMને પત્ર લખીને રજૂઆત કરી છે.

પાપડમાં કિલોએ રૂ.50 સુધીનો વધારો થશે :

ગુજરાતમાં એકલા દક્ષિણ ગુજરાતમાં જ વર્ષે 30 લાખ કિલોથી વધારે પાપડ અને ભૂંગળાનું ઉત્પાદન થાય છે. રૂ.280 કિલો લેખે હવે આ પાપડ ખરીદવા માટે લોકોએ 50 રૂપિયા વધારે ચૂકવવા પડશે. આ અંગે હવે ઓલ ઈન્ડિયા પાપડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને મુખ્યમંત્રી અને નાણામંત્રી અને GST કમિશનરને રજૂઆત કરી છે. ખાસ બાબત છે કે, 2017માં GST આવ્યા બાદ રાજ્ય સરકારે 2011માં એફિલીએટ ઓથોરિટી દ્વારા ઝીરો ટેક્સ કરાયો હતો. પરંતુ હવે પાપડ અને ભૂંગળા પર 18 ટકા GST આપવા કહેવાયું છે.

વર્ષે 15 કરોડથી વધુ GST ચૂકવવો પડશે :

GSTની લાગુ થવાથી ગ્રાહકોને કેવી રીતે બોજો પડશે તે જોઈએ તો ધારો કે શહેરમાં જો વર્ષે 30 લાખ કિલો પાપડ અને ભંગાળનું વેચાણ થતું હોય તો તેના પર 18 ટકા GST લેખે 15 કરોડથી વધુ ચૂકવવા પડશે. સામાન્ય રીતે મોટાભાગે મહિલાઓ પાપડના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. એવામાં પાપડનું ઉત્પાદન કરનારા ગૃહ ઉદ્યોગોને તેની અસર થશે.

આ પણ વાંચો :-

શું ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ! બાળકો ધાબે કે ખુલ્લામાં જ નહીં પરતું આચાર્યની ઓફિસમાં બેસીને ભણવા મજબૂર

0

Is the level of education deteriorating in Gujarat

  • વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ભડેલી ગામ એટલે દેશના માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વાળો આવ્યો છે.

સ્કૂલ ચલે હમ..ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરી તમામ બાળકો ને શિક્ષણ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. જોકે તેમ છતાં આજે પણ વલસાડ (Valsad) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે (education) પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.

વલસાડ તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાઓના અભાવને કારણે 1 થી 8 ધોરણના બાળકોએ ટેરેસ પર ખુલ્લામાં તથા એક સાથે એક જ ઓરડા અથવા આચાર્યના ઓફિસમાં બે અલગ અલગ ધોરણના બાળકોએ બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. ત્યારે આવો આપને જણાવીએ વલસાડ તાલુકા ખાતે આવેલા ભડેલી ગામના નવાપુરા પ્રાથમિક શાળાના ભૂલકાઓ કેવી પરિસ્થિતિમાં ભણી રહ્યા છે..??

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં આજે પણ શિક્ષણ ક્ષેત્રે હજુ પણ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ભડેલી ગામ એટલે દેશના માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.મોરારજી દેસાઈના ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત બનતા બાળકોએ ખુલ્લામાં ટેરેસ પર અથવા એક સાથે બે ધોરણના બાળકોએ આચાર્યના ઓફિસમાં બેસી અભ્યાસ કરવાનો વાળો આવ્યો છે.

નવાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં 117 જેટલા બાળકો અભ્યાસ કરે છે, ત્યારે શાળામાં 8 ઓરડાઓ પૈકી 2 ઓરડાઓ ચાલુ છે. જેમાં એક આચાર્ય તથા શિક્ષકોની ઓફીસ છે ત્યારે બાળકોએ ખુલ્લામાં ન બેસવું પડે એ માટે આચાર્યના ઓફિસમાં ભણાવવામાં આવે છે. સાથે એક ઓરડામાં બેસાડવામાં આવે છે તો અન્ય ધોરણના બાળકોને ટેરેસ પર બેસાડવામાં આવે છે.

બાળકો વધુ હોવાના કારણે બે બેચમાં બાળકોને બોલાવવામાં આવે છે. સાથે ધોરણ 1 અને 2 અને ધોરણ 3 અને 4 ના બાળકોને સાથે બેસાડીને પણ અભ્યાસ કરવામાં આવે છે. નવાપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં થતા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2018માં તોડી પાડવાની મજૂરી આપી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય બાબત એ છે કે શાળા તોડી પાડવાની મંજૂરી આપવામાં આવી છે. પણ નવા મકાનની કોઈ પણ મજૂરી ન મળતા શાળાનું કામ હજુ પણ શરૂ કરાયું નથી. વારંવાર શાળા માટે સ્થાનિકો તથા ગામ પંચાયતના સભ્યો સરપંચ સહિતના લોકો દ્વારા રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં સંબંધિત વિભાગ દ્વારા શાળા બનાવવા માટે કોઈ પણ મંજૂરી ન મળતા બાળકોએ વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય તેવા આચાર્યના ઓફિસમાં અથવા ટેરેસ્ટ પર બેસી ભણવાનો વાળો આવ્યો છે.

સરકાર દર વર્ષે બજેટમાં શિક્ષણ વિભાગ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરે છે. સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં અવનવી યોજનાઓની જાહેરાત કરી અને કરોડો રૂપિયા ખર્ચ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી હોવાની જાહેરાતો કરી અને વાહ-વાહી મેળવવામાં આવે છે.

પરંતુ આજે પણ રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને શાળામાં અભાવે બાળકોએ ખુલ્લામાં બેસી અને અભ્યાસ કરવા મજબૂર થવું પડયું છે. ત્યારે સ્કૂલ ચલે હમ.જેવા રૂપકડા નામે અભિયાન ચલાવતી સરકાર હકીકતમાં આવા અભિયાનની સાચી સફળતા માટે સૌ-પ્રથમ જરૂરી એવી સુવિધા ઊભી કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

આ પણ વાંચો :-

આધુનિક યુગમાં અંધશ્રદ્ધા ! છાતીમાં દુખાવો ઉપડયો તો યુવતીને ભૂવા પાસે લઈ ગયા અંધશ્રદ્ધામાં બન્યું એવું કે પરિવાર…

0

Superstition in the modern era

  • આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે દીકરીને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા તેને એક મંદિરમાં ભુવા પાસે લઈ ગયા હતા.

આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનો (Superstition) કિસ્સો સામે આવ્યો છે. ત્યારે દીકરીને છાતીમાં દુઃખાવો (Chest pain) ઉપડતા હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા તેને એક મંદિરમાં ભુવા પાસે લઈ ગયા હતા. મંદિરેથી પરત ફર્યા બાદ દીકરી દર્દથી પીડાતી હતી. યોગ્ય સારવાર ન મળતા બાળકીનું મોત નિપજ્યું છે.

લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ પિતાને જાણ કરી :

મળતી માહિતી મુજબ જામનગર રોડ પર શિવશક્તિ સોસાયટીમાં રહેતી લક્ષ્મી ગોપાલભાઈ બજાણીયાને લાંબા સમયથી છાતીમાં દુઃખાવો થતો હતો. ત્યારે ગત રોજ સાંજના સુમારે દીકરી લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ તેના પિતાને જાણ કરતા પિતા ઘરે આવી પહોચ્યા હતા.

પિતા વાંકાનેર વિહત માતાજીનાં મંદિરે લઈ ગયા :

દિકરીની તબિયત ખરાબ જોઈ તેને વાંકાનેર વિહત માતાજીના મંદિરે લઈ ગયા હતા. જ્યાં વિધિ પૂરી કરીને પરિવાર ઘરે પરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ લક્ષ્મી જમ્યા બાદ સૂઈ ગઈ હતી. લક્ષ્મીમાં રાતે હલનચલન ન થતા માતાએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે ન જાગતા તેને સારવાર અર્થે 108 મારફતે રાજકોટ સિવિલમાં  ખસેડવામાં આવી હતી.

અંધશ્રદ્ધામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો :

આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા લોકો પોતાનાં સંતાનો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા લઈ જાય છે. ત્યારે સંતાનો વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે. જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતવાસીઓ માટે ખુશીનાં સમાચાર : આ ૦૨ સ્થળની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ, મળ્યું વર્લ્ડ હેરિટેજમાં સ્થાન

0

Happy news for the people of Gujarat

  • ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. જેમાં ભારતના ત્રણ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી બે સ્થળો ગુજરાતના છે.

ગુજરાતની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની (Historical heritage) ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. મોઢેરાના સૂર્ય મંદિર (Sun Temple of Modhera) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) વતન વડનગરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. અગાઉ આ ક્ષેણીમાં અમદાવાદ શહેર, ચાંપાનેર, ધોળાવીરા તેમજ પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળી ચૂક્યો છે.

ગુજરાતના સમૃદ્ધ અને ઐતિહાસિક વારસાની ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે, જેમાં ભારતના ત્રણ ઐતિહાસિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાંથી બે સ્થળો ગુજરાતના છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં વડનગર –ઐતિહાસિક શહેર, મોઢેરાનું સૂર્ય મંદિર અને ત્રિપુરાના ઉનાકોટીના રોક-કટ શિલ્પોનો પણ વર્લ્ડ હેરિટેક સાઈટની કામચલાઉ યાદીમાં સામેવશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. આ સાથે ભારત પાસે હવે યુનેસ્કોની કામચલાઉ સૂચિમાં 52 સાઈટસ સમાવેશ થઈ ચુક્યો છે.

મોઢેરા સૂર્યમંદિર : 

હવે ગુજરાતનું ફેમસ પ્રવાસન સ્થળ મોઢેરા સૂર્યમંદિર તમને નવા રૂપરંગમાં જોવા મળશે. હવેથી રોજ સાંજે મોઢેરા સૂર્યમંદિરનો તમને આકર્ષક નજારો જોવા મળશે. રોજ સાંજે સૂર્યમંદિર રોશનીથી ઝળહળતું જોવા મળશે. કારણ કે, મંદિરના પરિસરમાં આકર્ષક હેરિટેજ લાઈટિંગ શો થશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન આ શોનું ઉદઘાટન કરાવ્યું. સૂર્ય ભગવાનને સમર્પિત મોઢેરાનું સૂર્ય મંદિર ભારતમાં મંદિર સ્થાપત્યનું એક રત્ન છે અને ગુજરાતનું ગૌરવ છે. આવા મંદિરોમાં તે પ્રથમ મંદિર છે. જે સોલંકી શૈલીનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે. જે સ્થાપત્ય અને સુશોભનમાં અજોડ છે.

Image

વડનગર – ઐતિહાસિક નગર

ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા ગુજરાતનું વડનગરે ફરી એકવખત તમામનું ધ્યાન ખેંચ્યું છે. વડનગરમાં અત્યાર સુધી ખોદકામ દરમિયાન અનેક પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. જે સોલંકી યુગના છે. વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળનું નગર છે. બહુ-સ્તરીય ઐતિહાસિક શહેર, વડનગરનો ઈતિહાસ પૂર્વે 8મી સદીની આસપાસનો છે. શહેરમાં હજુ પણ મોટી સંખ્યામાં ઐતિહાસિક ઇમારતો છે જે મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક પ્રકૃતિની છે.

Image

2005માં વડનગરમાં ઉત્ખનનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી :

વડનગરએ વડાપ્રધાન મોદીના વતનની સાથે સાથે ઐતિહાસિક ધરોહર તરીકે પણ વિશ્વવિખ્યાત નગરી છે ત્યારે 2500 વર્ષ જૂની આ નગરીમાં બૌદ્ધ સમયના કેટલાક અવશેષો પુરાતન વિભાગને ભૂસ્તરમાંથી મળી આવી રહ્યા છે ત્યાં એક ચીની મુસાફર યુએન સંઘની ભારત મુલાકાતના ઈતિહાસ સાથે વડનગર એક બુદ્ધ ધર્મનો મોટુ સાક્ષી રહ્યું હોય તેવી વાત સાર્થક થઈ છે.

ઉલ્લેખનીય છે કે વડનગર અને મોઢેરાના સૂર્ય મંદિર સાથે ત્રિપુરામાં આવેલ ઉનાકોટીના શિલ્પનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિ દર્શાવે છે અને આપણા વારસાની વિશાળ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો :-

ભાડુઆતની આ એક ભૂલ તમને જેલ ભેગા કરી શકે છે ! આજે જ જાણી લો ઘર ભાડે આપવાના આ નિયમ

0

This one mistake of the tenant can put you in jail

  • ભાડુઆત કોઈ ભૂલ કરે તો શું તે ભૂલની સજા મકાન માલિકને પણ મળે છે? આ માટે ભાડુઆત અને મકાનમાલિક માટે કેટલાક કાયદાઓ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.

કોરોના પૂરું થયા પછી હવે ઓફિસ ખૂલવા લાગ્યા છે અને એ કારણે મકાન અને ફ્લેટ્સની (Building and flats) ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જો કે મકાન ભાડે આપતા સમયે ભાડુઆત વિશે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે ભાડુઆતના કારણે ઘણા કિસ્સામાં મકાન માલિકોને (Building owners) ભારે હાલાકી ભોગવવી પડે છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભાડુઆત કોઈ ભૂલ કરે તો શું તે ભૂલની સજા મકાન માલિકને પણ મળે છે? આ માટે ભાડુઆત અને મકાનમાલિક માટે કેટલાક કાયદાઓ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

મકાનમાલિક સામે કાર્યવાહી :

વકીલ અનુસાર જો ભાડુઆત ઘરમાં કોઈ ગેરકાયદેસર કામ કરશે તો તપાસ બાદ પોલીસ ભાડૂઆત સામે જ કાયદેસરની કાર્યવાહી કરશે. જો કે બધા માટે એક જ નિયમ છે. એ અનુસાર જો જરૂર પડી તો મકાનમાલિકે એ તપાસમાં પોલીસનો સંપૂર્ણ સહકાર આપવો પડશે. જો કે ખાસ ધ્યામાં રાખવાનું રહ્યું કે તપાસ દરમિયાન જો મકાનમાલિક પોલીસને ગેરમાર્ગે દોરશે અથવા તો ભાડુઆત સાથે મીલીભગત કરશે તો મકાનમાલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોડેલ ટેનન્સી એક્ટ :

જણાવી દઈએ કે વર્ષ 2021 માં આ મોડેલ ટેનન્સી એક્ટ 2021 લાગુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલના જણાવ્યા અનુસાર મોડલ ટેનન્સી એક્ટ 2021ની કલમ 21 અને 22 મુજબ ભાડુઆતને ઘરમાંથી કાઢી મૂકવા માટે કે ઘર ખાલી કરવા ઉપરાંત મિલકતના કબજાની વસૂલાત માટેની અરજી રેન્ટ કોર્ટમાં દાખલ કરવી પડશે.

લેખિત કરાર હોવો જરૂરી :

આ સિવાય મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે લેખિત કરાર હોવો જરૂરી છે. એ લેખિત કરારમાં ભાડુઆત કેટલા સમય સુધી રહેશે, તેનું ભાડું કેટલું હશે અને સિક્યોરિટી મની વગેરેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ દર વર્ષે ભાડા વધારાની ટકાવારી પણ લખવી જરૂરી છે. ભાડા કરાર નિશ્ચિત સમયગાળા માટે જ માન્ય રહેશે. નિયત સમયગાળો પૂરો થયા પછી જો મકાનમાલિક ભાડુઆતને હજુ રાખવા માંગે છે, તો તેને ફરી વાર નવો કરાર કરવો પડશે.

આ પણ વાંચો :-