પોસ્ટ ઓફિસનો આ પ્લાનમાં કરો દર મહિને આટલું રોકાણ બનાવી દેશે કરોડપતિ

Share this story

Do the post office in this plan

  • જો તમે દર મહિને આ યોજનામાં 12,500 રૂપિયાનું રોકાણ કરશો તો એક વર્ષમાં તમારી પાસે 1.50 લાખ રૂપિયા થઈ જશે. આ રીતે તમારી પાસે અમુક વર્ષ પછી મોટી રકમ જમા થઈ જશે.

જો તમે સુરક્ષિત રોકાણ (Safe Investment) કરવા માંગો છો. તો તમારે પોસ્ટ ઓફિસની (Post Office) યોજનાઓમાં રોકાણ કરવું જોઈએ. અહીં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. અહીં તમે તમારી સુવિધા અનુસાર ઘણી યોજનાઓમાં રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસમાં કેટલીક એવી યોજનાઓ છે. જે તમને થોડા વર્ષોમાં સારો નફો પણ આપે છે.

ખાસ કરીને પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં પૈસા જમા કરાવવા એ વધુ સારો વિકલ્પ છે. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો છો. તો તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરી શકો છો. જે તમને કરોડપતિ બનાવી શકે છે.

વર્ષે મળશે 7.1 ટકા વ્યાજ :

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ વાર્ષિક 7.1 ટકા ચક્રવૃદ્ધિ વ્યાજ દર ઓફર કરે છે. આ યોજનાનો મેચ્યોરિટી પીરિયડ 15 વર્ષ છે. પરંતુ તે પછી તેને વધુ 5 વર્ષ માટે વધારી શકાય છે. જો તમને 15 વર્ષના સમયગાળાના અંતે ફંડની જરૂર ન હોય તો તમે ફંડને આગળ વધારી શકો છો. આ તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળશે.

દર વર્ષે 1.50 લાખનું કરી શકાશે રોકાણ :

તમે દર વર્ષે આ સ્કીમમાં વધુમાં વધુ 1.50 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. એક વર્ષમાં 1.50 લાખ રૂપિયા જમા કરાવવાને બદલે તમે માસિક 12500 રૂપિયા પણ જમા કરાવી શકો છો. આ સિવાય તમે ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ PPF પર ટેક્સ છૂટનો લાભ પણ મેળવી શકો છો.

તેના વ્યાજ પર મળેલા પૈસા પર કોઈ ટેક્સ લાગતો નથી. બચત યોજનામાં 22.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને 18 લાખ રૂપિયાનું વ્યાજ આપવામાં આવે છે. જેની મેચ્યોરિટી 15 વર્ષ છે.

દર મહિને 12,500 રૂપિયાનું પણ કરી શકાશે રોકાણ  :

જો તમે દર મહિને આ સ્કીમમાં 12,500 રૂપિયાનું રોકાણ કરો છો, તો એક વર્ષમાં તમારી પાસે 1.50 લાખ રૂપિયા હશે. એટલે કે તમારે દરરોજ 416 રૂપિયાની બચત કરવી પડશે. ત્યાં જ 15 વર્ષમાં કુલ રોકાણ 22.50 લાખ રૂપિયા થાય છે જેના પર તમને 7.1 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. મેચ્યોરિટી પર કુલ રૂ. 40.70 લાખ રૂપિયા જમા થશે. જેમાં રૂ. 18.20 લાખનો વ્યાજનો લાભ મળે છે.

મેચ્યોરિટી પર મળશે 1.03 કરોડ :

25 વર્ષ માટે 12,500 રૂપિયા દર મહિનાના હિસાબથી જમા કરવા પર 40.70 લાખ રૂપિયાની રકમ બે ગણીથી પણ વધારે થઈ જાય છે. તેના પર વાર્ષિક વ્યાજદર 7.1 ટરાથી લાગુ થાય છે તો 25 વર્ષમાં કુલ રોકાણની રકમ 37.50 લાખ રૂપિયા થવા લાગે છે અને વ્યાજના ફાયદાની સાથે 62.50 લાખ રૂપિયા મળે છે એટલે કે મેચ્યોરિટી પર 1.30 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો :-