Superstition in the modern era
- આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે દીકરીને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા તેને એક મંદિરમાં ભુવા પાસે લઈ ગયા હતા.
આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનો (Superstition) કિસ્સો સામે આવ્યો છે. ત્યારે દીકરીને છાતીમાં દુઃખાવો (Chest pain) ઉપડતા હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા તેને એક મંદિરમાં ભુવા પાસે લઈ ગયા હતા. મંદિરેથી પરત ફર્યા બાદ દીકરી દર્દથી પીડાતી હતી. યોગ્ય સારવાર ન મળતા બાળકીનું મોત નિપજ્યું છે.
લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ પિતાને જાણ કરી :
મળતી માહિતી મુજબ જામનગર રોડ પર શિવશક્તિ સોસાયટીમાં રહેતી લક્ષ્મી ગોપાલભાઈ બજાણીયાને લાંબા સમયથી છાતીમાં દુઃખાવો થતો હતો. ત્યારે ગત રોજ સાંજના સુમારે દીકરી લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ તેના પિતાને જાણ કરતા પિતા ઘરે આવી પહોચ્યા હતા.
પિતા વાંકાનેર વિહત માતાજીનાં મંદિરે લઈ ગયા :
દિકરીની તબિયત ખરાબ જોઈ તેને વાંકાનેર વિહત માતાજીના મંદિરે લઈ ગયા હતા. જ્યાં વિધિ પૂરી કરીને પરિવાર ઘરે પરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ લક્ષ્મી જમ્યા બાદ સૂઈ ગઈ હતી. લક્ષ્મીમાં રાતે હલનચલન ન થતા માતાએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે ન જાગતા તેને સારવાર અર્થે 108 મારફતે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી હતી.
અંધશ્રદ્ધામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો :
આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા લોકો પોતાનાં સંતાનો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા લઈ જાય છે. ત્યારે સંતાનો વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે. જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.
આ પણ વાંચો :-