ભાડુઆતની આ એક ભૂલ તમને જેલ ભેગા કરી શકે છે ! આજે જ જાણી લો ઘર ભાડે આપવાના આ નિયમ

Share this story

This one mistake of the tenant can put you in jail

  • ભાડુઆત કોઈ ભૂલ કરે તો શું તે ભૂલની સજા મકાન માલિકને પણ મળે છે? આ માટે ભાડુઆત અને મકાનમાલિક માટે કેટલાક કાયદાઓ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે.

કોરોના પૂરું થયા પછી હવે ઓફિસ ખૂલવા લાગ્યા છે અને એ કારણે મકાન અને ફ્લેટ્સની (Building and flats) ડિમાન્ડમાં ઘણો વધારો જોવા મળ્યો છે. જો કે મકાન ભાડે આપતા સમયે ભાડુઆત વિશે ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવી ખૂબ જરૂરી છે. નોંધનીય છે કે ભાડુઆતના કારણે ઘણા કિસ્સામાં મકાન માલિકોને (Building owners) ભારે હાલાકી ભોગવવી પડે છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભાડુઆત કોઈ ભૂલ કરે તો શું તે ભૂલની સજા મકાન માલિકને પણ મળે છે? આ માટે ભાડુઆત અને મકાનમાલિક માટે કેટલાક કાયદાઓ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

મકાનમાલિક સામે કાર્યવાહી :

વકીલ અનુસાર જો ભાડુઆત ઘરમાં કોઈ ગેરકાયદેસર કામ કરશે તો તપાસ બાદ પોલીસ ભાડૂઆત સામે જ કાયદેસરની કાર્યવાહી કરશે. જો કે બધા માટે એક જ નિયમ છે. એ અનુસાર જો જરૂર પડી તો મકાનમાલિકે એ તપાસમાં પોલીસનો સંપૂર્ણ સહકાર આપવો પડશે. જો કે ખાસ ધ્યામાં રાખવાનું રહ્યું કે તપાસ દરમિયાન જો મકાનમાલિક પોલીસને ગેરમાર્ગે દોરશે અથવા તો ભાડુઆત સાથે મીલીભગત કરશે તો મકાનમાલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોડેલ ટેનન્સી એક્ટ :

જણાવી દઈએ કે વર્ષ 2021 માં આ મોડેલ ટેનન્સી એક્ટ 2021 લાગુ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલના જણાવ્યા અનુસાર મોડલ ટેનન્સી એક્ટ 2021ની કલમ 21 અને 22 મુજબ ભાડુઆતને ઘરમાંથી કાઢી મૂકવા માટે કે ઘર ખાલી કરવા ઉપરાંત મિલકતના કબજાની વસૂલાત માટેની અરજી રેન્ટ કોર્ટમાં દાખલ કરવી પડશે.

લેખિત કરાર હોવો જરૂરી :

આ સિવાય મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે લેખિત કરાર હોવો જરૂરી છે. એ લેખિત કરારમાં ભાડુઆત કેટલા સમય સુધી રહેશે, તેનું ભાડું કેટલું હશે અને સિક્યોરિટી મની વગેરેનો ઉલ્લેખ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ દર વર્ષે ભાડા વધારાની ટકાવારી પણ લખવી જરૂરી છે. ભાડા કરાર નિશ્ચિત સમયગાળા માટે જ માન્ય રહેશે. નિયત સમયગાળો પૂરો થયા પછી જો મકાનમાલિક ભાડુઆતને હજુ રાખવા માંગે છે, તો તેને ફરી વાર નવો કરાર કરવો પડશે.

આ પણ વાંચો :-