Rubber eggs are available in the market
- માર્કેટમાં સિંથેટિક અને પ્લાસ્ટિકના ઈંડા આવે છે. તેને ખાવાથી સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. આવો જાણીએ કે કેવી રીતે તમે અસલી અને નકલી ઈંડાની ઓળખ કરી શકો છો.
દર વર્ષની માફક આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતાં જ ફરી એકવાર માર્કેટમાં ઈંડાની (Demand for eggs) ડિમાન્ડ વધી ગઇ છે. શિયાળામાં ઈંડાનું સેવન વધુ થાય છે. પરંતુ તમે જે ઈંડા ખાઇ રહ્યા છો તે શું અસલી છે ? જી હાં, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જોકે માર્કેટમાં આજકાલ નકલી ઈંડા (fake eggs) પણ વેચાઇ રહ્યા છે.
ઈંડાને અસલી કે નકલી હોવાની ઓળખ કર્યા વિના ખાવા તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આજના આ સમાચારમાં તમને અસલી અને નકલી ઈંડા સાથે જોડાયેલા ઓળખ વિશે જણાવીશું.
નોઈડાની ન્યૂટ્રિનિસ્ટ રીમા હિંગારાની કહે છે કે આજકાલ માર્કેટમાં આર્ટિફિશિયલ અથવા સિંથેટિક ઈંડા (Synthetic eggs) વેચાઇ રહ્યા છે. તે તમને ફાયદો પહોંચાડતા નથી. પરંતુ તમને બિમાર કરી શકે છે.
- સિંથેટિક ઈંડાનો સફેદ પાર્ટ રફ હશે અને નેચરલ ઈંડાનો ભાગ ચીકણો હોય છે.
- ઈંડાને બાફ્યા બાદ, તેને છોલીને કાપતા જો તેનો યોક જરૂર કરતાં વધુ પીળો દેખાય તો સમજી જાવ ઈંડામાં કંઈક ગરબડ છે.
- બજારમાં સિંથેટિક ઈંડા ઉપરાંત પ્લાસ્ટિકના ઈંડા પણ વેચાય છે.આ ચાઇનાથી આવે છે. જે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે.
- નકલી ઈંડાનો સફેદ અને પીળો ભાગ, એક જ મટેરિયલમાંથી બને છે. એટલા માટે તેને મિક્સ કરતાં આ પરસ્પર મિક્સ થઇ જાય છે.
- ઈંડા તોડીને જોશો તો નકલી ઈંડાનો પીળો અને સફેદ પાર્ટ પરસ્પર મિક્સ થઇ જશે.
- કોઈ વાસમાં પાણી લો અને તેમાં ઈંડા નાખો. નકલી ઈંડા પાણીમાં ડૂબશે નહી. જ્યારે અસલી ડૂબી જશે.
- નકલી ઈંડાને ખુલામાં રાખવાથી તેમાં માખીઓ અને કીડીઓ ન ચડે તો સમજી જાવ તમારું ઈંડુ નકલી છે.
- નકલી ઈંડા આગના સંપર્કમાં આવતાં આગ પકડી લે છે, કારણ કે આ પ્લાસ્ટિકથી મળીને બન્યા હોય છે.
આર્ટિફિશિયલ અથવા પ્લાસ્ટિકના ઈંડા ખાવા વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખતરનાકા સાબિત થઇ શકે છે. આ ઈંડા અલગ-અલગ પ્રકારના કેમિકલ કંપાઉંડથી મિક્સ કરીને બનાવવામાં આવે છે. સિંથેટિક ઈંડાથી તમને પ્રોટીન નહી મળે.
પરંતુ તમારું મેટાબોલિઝમ ખરાબ થઈ જાય છે. હવે વાત આવે છે આર્ટિફિશિયલ ઈંડા ખાવાથી આપવા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. નીચે વાંચો કે કેવી રીતે નકલી ઈંડા ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
આ રીતે ચેક કરો ઈંડાને ક્વોલિટી :
- પ્રયત્ન કરો કે તમે ઓર્ગેનિક ઈંડા જ લો.
- જે દુકાનમાંથી ઈંડા ખરીદી રહ્યા છો. પહેલાં તે જાણી લો કે તે ઈંડા ક્યાંથી લાવે છે.
- દોડધામ ભરેલી જીંદગીમાં આમ કરવું મુશ્કેલ છે. પરંતુ તેમછતાં પ્રયત્ન કરો કે જો તમે કોઇ ફાર્મ સાથે સંપર્કમાં હોવ તો ત્યાંથી ઈંડા ખરીદો.
આ પણ વાંચો :-