તેહરાન: ઇરાનની રાજધાની નજીક એક શોપિંગ સેન્ટરમાં ભયાનક આગ લાગી છે. આ અગ્નિકાંડમાં આઠ લોકોનાં મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે. રાજ્ય ટેલિવિઝન મુજબ તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમનું સારવાર ચાલુ છે. આ આગ મંગળવારે તેહરાન પ્રાંતના અંદીશે શહેરમાં આવેલા અરઘવાન શોપિંગ સેન્ટરમાં લાગી હતી.
નાજુક યુદ્ધવિરામ દરમિયાન લાગી આગ
આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી અને રાજ્ય ટેલિવિઝન IRIBએ જણાવ્યું છે કે અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ટેલિવિઝન ફૂટેજમાં ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા, જ્યારે મલ્ટી-સ્ટોરી ઈમારતમાંથી ઘન કાળો ધુમાડો ઉઠતો દેખાયો હતો. આ આગનો યુદ્ધ સાથે કોઈ સીધો સંબંધ હોવાનો સંકેત મળ્યો નથી, જ્યાં અમેરિકા સાથે લગભગ ત્રણ અઠવાડિયાથી નાજુક યુદ્ધવિરામ લાગુ છે.
ایران کے دارالحکومت تہران کے مغرب میں واقع ایک شاپنگ سینٹر میں آگ لگنے کے باعث آٹھ افراد ہلاک جبکہ 36 زخمی ہوگئے، حکام کے مطابق عمارت میں استعمال ہونے والا آتش گیر میٹریل آگ کے تیزی سے پھیلنے کا سبب بناhttps://t.co/uYoLx4SHWx pic.twitter.com/QexCm7fySE
— العربیہ اردو (@AlArabiya_Ur) May 6, 2026