શું શેર બજારનાં ખુલવાના અને બંધ થવાનાં સમયમાં ફેરફાર થશે ? SRBIએ આપી મંજૂરી

Share this story

Will there be a change in the opening and closing times

  • શેરબજાર સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે.

શેરબજાર (Stock market) સવારે નવ વાગ્યે ખુલે છે. પ્રથમ 15 મિનિટ પ્રી માર્કેટ ટ્રેડિંગનો (Pre Market Trading) સમય હોય છે. આમાં ડીલ સેટલ થાય છે. આ પછી બજારમાં સવારે 09:15 વાગ્યે બજારનો વેપાર શરૂ થાય છે. બપોરે 03:30 વાગે બજાર બંધ થઈ જાય છે. શેરબજારનો સમય વધારવા માટે રોકાણકારો સતત માંગ કરી રહ્યા છે.

આરબીઆઈ આના પર પોતાની મહોર લગાવી ચૂકી છે. સાત ડિસેમ્બરે પોલિસી સમીક્ષા બાદ ગવર્નર શક્તિકાંત દાસે તેમના ભાષણમાં કહ્યું હતું કે, ‘મની માર્કેટ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ખુલી શકે છે. પરંતુ આ માટે સેબીએ નિર્ણય લેવો પડશે.’

શેરબજારના સમય અંગે સેબીએ કહ્યું કે…

શેરબજારના ખુલવા અને બંધ થવાના સમયને લઈને SEBIના ચેરમેન માધબી પુરી બુચે બોર્ડ મીટિંગ બાદ જણાવ્યું હતું કે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE અને NSE ઈચ્છે તો ટ્રેડિંગ કલાક વધારી શકે છે. શેરબજારમાં કામકાજના કલાકો વધારવા માટે કોઈ પ્રતિબંધ નથી.

બ્રોકર્સ ટ્રેડિંગ કલાક વધારવા માગે છે?

પ્રી-બજેટ મીટીંગમાં તમામ બ્રોકર્સ શેરબજારનો સમય બદલવા માટે તૈયાર છે. જાણકારોના જણાવ્યા પ્રમણે વાત કરીએ તો આનાથી દલાલોને ઘણો ફાયદો થશે. કારણ કે વેપારના કલાકો વધવાની સાથે બ્રોકરેજ વધશે.

રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે?

એક્સપર્ટ્સનું કહેવું છે કે ટ્રેડિંગ અવર્સ વધવાથી રોકાણકારોને માર્કેટમાં કમાણી કરવાની વધુ તકો પણ મળી રહેશે. જો કે, મોટાભાગના લોકો ઇન્ડેક્સ ટ્રેડિંગના કલાક વધારવા માંગે છે. જેમ SGS નિફ્ટી અને ડાઉ ફ્યુચર્સમાં હોય છે. આનાથી રોકાણકારોને પ્રવેશ અને બહાર નીકળવા માટે વધુ સમય મળશે.

આ પણ વાંચો :-