Join Bharat Yatra: Attack on policemen who came
- રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે અલવર ડ્યુટી પર આવેલા બીકાનેર જિલ્લાના પોલીસ કર્મચારીઓ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે.
આ પોલીસ કર્મચારી (police officer) આંબેડકર નગર સ્થિત સામુદાયિક ભવનમાં રોકાયા હતા. હુમલામાં 4 પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. જેમાં હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ યૂનુસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તેમને જયપુર રેફર કરવામાં આવ્યા છે. ત્રણ અન્ય પોલીસ કર્મચારીઓને પ્રાથમિક સારવાર (First aid) બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
બદમાશોના ડરના કારણે રાત્રે જ ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તમામ પોલીસ કર્મચારીઓને સામુદાયિક ભવનમાંથી બીજા સ્થળે શિફ્ટ કરી દીધા. આ સંબંધિત અલવરના એનઈબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના સોમવારે મોડી રાતે થઈ હતી પરંતુ રાહુલ ગાંધીનો પ્રવાસ અને મુખ્યમંત્રી અશોક ગેહલોતનું અલવર જિલ્લામાં હોવું જેના કારણે આ મામલો બહાર આવ્યો નહોતો પરંતુ મંગળવારે આ ઘટના પ્રકાશમાં આવી.
રાહુલ ગાંધીની યાત્રા માટે ફરજ પર આવેલા બીકાનેરના 60 પોલીસ કર્મચારી અલવર શહેરના એનઈબી પોલીસ સ્ટેશન વિસ્તારના આંબેડકર નગર સ્થિત સામુદાયિક ભવનમાં રોકાયા હતા. જેમાંથી એક પોલીસ કર્મચારી રાત્રે લગભગ 9 વાગે જમવાનું લેવા ગયા હતા.
40-50 લોકોએ રાત્રે અચાનક હુમલો કર્યો :
તે દરમિયાન સામુદાયિક ભવન નજીક એક ઈ-રિક્ષા વાળા સાથે એક યુવક ઝઘડો કરતા જોવા મળ્યો. પોલીસ કર્મચારીએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. તે યુવકે રિક્ષા ચાલકને છોડી મૂક્યો અને પોલીસ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી. બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ.
જોકે બાદમાં તે બદમાશ તેની સાથે પોતાના લગભગ 40-50 લોકોને લઈને આવ્યો. તેમના હાથમાં લાકડીઓ સહિત અન્ય હથિયાર હતા. ત્યાં તેમણે પોલીસ કર્મચારી યુનૂસ સાથે જબરદસ્તી મારામારી કરી જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા.
આ પણ વાંચો :-