બાળકોને ઓરીથી કેમ હોય છે વધારે ખતરો ? જાણો ઓરીથી બચવાના ઉપાયો 

Share this story

Why are children more at risk from measles

  • શું ઓરીએ ચેપી રોગ છે? નાના બાળકો કેમ આ રોગની ઝડપથી આવે છે ઝપેટમાં? શું છે ઓરીના લક્ષણો? ઓરીથી બચવા માટે નિષ્ણાતો આપી રહ્યાં છે શું સલાહ જાણો..

અમદાવાદ (Ahmedabad) સહિત સમગ્ર ગુજરાતમાં ઓરીનો કહેર વધી રહ્યો છે. દિનપ્રતિદિન ઓરીના (Measles) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દવાખાનાઓ અને સરકારી હોસ્પિટલોમાં ઓરીના કેસોમાં ભરાવો થઈ રહ્યો છે. બાળકો ખુબ જ ઝડપથી આ રોગની ઝપેટમાં આવી રહ્યાં છે. ત્યારે જાણીએ તેનાથી બચવા માટે શું તકેદારી રાખવી? અને આ રોગ વિશે શું કહી રહ્યાં છે નિષ્ણાતો?

ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી બાળકોમાં ઓરીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને નવેમ્બર મહિનામાં ઓરીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં નવેમ્બર માસ દરમિયાન 1650 બાળકોને ઓરી થયા હતા. જ્યારે 9 બાળકોના તેનાથી મૃત્યુ થયા છે. નવેમ્બરમાં ઓરીથી સૌથી વધારે મૃત્યુ પામ્યા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા સ્થાને છે.

લોકસભાના શિયાળુ સત્રમાં સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે નવેમ્બરમાં બાળકોના ઓરીના કેસમાં વધારો થયો છે. સમગ્ર દેશમાં નવેમ્બર મહિનામાં 10,416 બાળકોને ઓરી થયો. જ્યારે 40 બાળકોના મોત થયા. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3075 કેસ નોંધાયા. અને 13 બાળકોના મોત થયા. જેના પછી સૌથી વધુ કેસમાં ઝારખંડ બીજા નંબરે અને ગુજરાત ત્રીજા નંબરે છે. ત્યારબાદ હરિયાણા અને બિહારનો નંબર આવે છે.

ડો.અભય શાહ સિનિયર પિડિયાટ્રિશને જણાવ્યું કે જેણે ઓરીની રસી નથી અપાઈ તેને ઓરીની રસી અપાવવી જરૂરી છે. બાળકોને તેની સૌથી વધુ અને સૌથી ઝડપી અસર થાય છે. ઓરી એક પ્રકારનો ચેપી રોગ છે. એક વ્યક્તિને થાય તો બીજા સાતથી આઠ લોકો કે બાળકને ઓરી થઈ શકે છે. આઈસોલેશનમાં રાખવું જરૂરી છે. બહાર જવું જોઈએ નહીં.

આ પણ વાંચો :-