ટ્રેનમાં ભૂલમાંથી આ 4 વસ્તુઓ સાથે લઈ જતાં નહીં નકર પહોંચી જશો સીધા જેલમાં !

Share this story

If you take these 4 things with you by mistake

  • ટ્રેનની મુસાફરી દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે.

ટ્રેનની મુસાફરી (Train travel) દરમિયાન આપણે ઘણો સામાન પણ સાથે લઈ જતા હોઈએ છીએ. બસ અને ફ્લાઈટની સરખામણીમાં ટ્રેનથી વધુ સામાન જતો હોય છે. જો કે જો એક મર્યાદા કરતા વધુ સામાન (baggage)  લઈ જઈએ તો ટ્રેનમાં પણ દંડ ભરવો પડી શકે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન 3 ચીજો લઈ જવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે.

જો ચેકિંગ દરમિયાન ટીટીઈને તેની ખબર પડી તો સીધા જેલમાં જવું પડી શકે છે અને ભારે ભારખમ દંડ ચૂકવવાનો તો અલગથી. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે ટ્રેનમાં ક્યારેય સાથે રાખવી જોઈએ નહીં.

ચૂલો કે ગેસ સિલિન્ડર :

બીજી જગ્યાઓ પર રહીને કામ કરતા લોકો હંમેશા ઘર વાપસી દરમિયાન પોતાનો ચૂલો અને સિલિન્ડર પણ સાથે લઈ જતા હોય છે. રેલવે એક્ટ હેઠળ ટ્રેનમાં ગેસ સિલિન્ડર અને સ્ટવ લઈ જવું ગેરકાયદેસર છે. જો કોઈે એવું લાગે કે તેના માટે આમ કરવું મજબૂરી છે તો રેલવે પાસેથી અગાઉથી મંજૂરી મેળવીને તેઓ ફક્ત ખાલી સિલિન્ડર લઈને જઈ શકે છે. જો સિલિન્ડર ભરેલું નીકળે તો જેલ અને કડક દંડ પણ ભોગવવો પડી શકે છે.

હથિયારો :

તમે ટ્રેનમાં લાઈસન્સી હથિયારોને બાદ કરતા તલવાર, ચાકૂ, ભાલા, દેશી તમંચો, રાઈફલ કે અન્ય કોઈ પણ ઘાતક હથિયાર સાથે રાખી શકો નહીં. જો રાખ્યા તો તમારા વિરુદ્ધ આમ કરવા બદલ રેલવે એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરીને તરત જ કાર્યવાહી શરૂ થઈ શકે છે. આવામાં હથિયારો ટ્રેનમાં સાથે લઈને ન જવા એમાં જ તમારું હિત છે.

આ પણ વાંચો :-