શું Graduity પર પણ ટેક્સ લાગી શકે ? જુઓ સરકારી અને પ્રાઈવેટ કર્મચારીઓને કેટલી અપાય છે છૂટછાટ

Share this story

Can Graduity also be taxed

  • પગારદાર વ્યક્તિને પીએફ અને અન્ય ભથ્થાઓ સાથે ગ્રેચ્યુટીનો લાભ પણ આપવામાં આવે છે. આ રકમ કર્મચારીની કમાણીમાંથી બાદ કરવામાં આવેલી રકમ છે. જે તેને રાજીનામું અથવા નિવૃત્તિ પછી મળે છે.

નોકરી કરતી વ્યક્તિ સરકારી ક્ષેત્રની હોય કે ખાનગી, ચોક્કસ સમય પછી તેને ગ્રેચ્યુટીનો (Gratuity) લાભ મળે છે. શ્રમ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ સાડા 4 વર્ષથી વધુ સમય સુધી સતત કામ કરે છે. તો તેને ગ્રેચ્યુટી તરીકે મોટી રકમ મળે છે. જો કે તે કર્મચારીએ નોકરીમાં કેટલો સમય પસાર કર્યો તેના પર નિર્ભર છે.

ગ્રેચ્યુટી પણ કમાણીનો એક ભાગ :

હકીકતે ગ્રેચ્યુટી કંપની અથવા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતી એક એવી રકમ છે. જે નોકરી દરમિયાન કર્મચારીના ખાતામાંથી ધીમે ધીમે કાપવામાં આવે છે. સ્વાભાવિક છે કે ગ્રેચ્યુટી તરીકે મળેલા પૈસા પણ એક રીતે તમારી કમાણીનો એક ભાગ છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કર્મચારીએ અન્ય આવકની જેમ આ નાણાં પર પણ ટેક્સ ચૂકવવો પડશે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ…

સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે મોટો તફાવત  :

રોકાણ અને ટેક્સ બાબતોના નિષ્ણાંત કહે છે કે ગ્રેચ્યુઇટી એ કર્મચારીના પગારનો એક ભાગ છે, જે કંપની દ્વારા ધીમે ધીમે કાપવામાં આવે છે અને ચોક્કસ સમય પછી, જ્યારે કર્મચારી રાજીનામું આપે છે અથવા નિવૃત્ત થાય છે, ત્યારે આ રકમ એકસાથે આપવામાં આવે છે. આવકવેરાના નિયમો હેઠળ આના પર ટેક્સ છૂટની જોગવાઈ છે, પરંતુ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ટેક્સ મુક્તિ લિમિટમાં મોટો તફાવત છે.

સરકારી કર્મચારીઓ માટે ટેક્સમાં કેટલી છે છૂટ? 

નિષ્ણાંત અનુસાર અગાઉ સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુટી તરીકે મળતા 10 લાખ રૂપિયા સુધીની રકમ ટેક્સ મુક્તિ હેઠળ હતી. પરંતુ વર્ષ 2018માં સરકારે કાયદામાં ફેરફાર કરીને નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

આ અંતર્ગત સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુટી પર મળતી કરમુક્તિની મર્યાદા બમણી કરવામાં આવી છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને 20 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઈટી પેમેન્ટ પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

પ્રાઈવેટ સેક્ટરમાં કેટલી છૂટ? 

નિષ્ણાંતો અનુસાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી પર ટેક્સ છૂટની રકમ પર હાલમાં 10 લાખ રૂપિયા સુધી મર્યાદિત છે અને આવા કર્મચારીઓએ 10 લાખ રૂપિયાથી વધુની ગ્રેચ્યુટી તરીકે પ્રાપ્ત રકમ પર તેમના સ્લેબ અનુસાર ટેક્સ ચૂકવવો પડશે.

જો કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ગ્રેચ્યુટી પર વધુ કર મુક્તિ આપવા માટે ચર્ચા ચાલી રહી છે અને જો ભવિષ્યમાં કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેમને રૂ. 20 લાખ સુધીની ચૂકવણી પર પણ કર મુક્તિ મળશે.

આ પણ વાંચો :-