વર્ષની છેલ્લી અમાસે આ 4 વસ્તુઓને પાણીમાં નાખીને કરો સ્નાન, થશે મોટો ચમત્કાર 

Share this story

Bathe by putting these 4 things in water

  • 23 ડિસેમ્બર 2022 એ વર્ષની છેલ્લી અમાસ છે. આને પોષ અમાસ કહેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે.

23 ડિસેમ્બર, 2022 એ વર્ષની છેલ્લી અમાસ (Amas) છે. આને પોષ અમાસ કહેવામાં આવે છે. એક વર્ષમાં કુલ 12 અમાસ હોય છે. દર મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી તિથિને અમાસ કહેવાય છે. અમાસનો દિવસ દેવી લક્ષ્મીની પૂજા અને પિતૃઓની શાંતિ માટે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

જીવનમાં સુખ અને ધનનું થશે આગમન :

પોષ અમાસ સ્નાન માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ નાખીને સ્નાન કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. જીવનમાં ધન અને સુખનું આગમન થાય છે. મહાલક્ષ્મીના આશીર્વાદ વરસે છે. ચાલો જાણીએ પોષ અમાસ પર કઈ વસ્તુઓથી સ્નાન કરવું.

પોષ અમાસ 2022 મુહૂર્ત  :

હિન્દુ પંચાંગ અનુસાર પોષ અમાસ તિથિ 22 ડિસેમ્બર 2022ના રોજ સાંજે 07.13 કલાકે શરૂ થશે. 23 ડિસેમ્બર 2022 ના રોજ બપોરે 03.46 વાગ્યે પૌષ મહિનાની અમાસ તિથિ સમાપ્ત થશે.

  • સ્નાન મુહૂર્ત- સવારે 5.24થી 6.18 (23 ડિસેમ્બર)
  • અભિજીત મુહૂર્ત- બપોરે 12.5થી 12.47 (23 ડિસેમ્બર)

પોષ અમાસે આ ખાસ વસ્તુઓથી કરો સ્નાન

તલ :

ધન મેળવવા માટે આ વર્ષની અંતિમ અમાવાસ્યાના દિવસે પાણીમાં થોડા તલ નાખીને સ્નાન કરો. તેનાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી. આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.

દૂધ અથવા સફેદ ચંદન :

જે લોકોની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તે લોકોએ પોષ અમાસ પર પાણીમાં દૂધ અથવા સફેદ ચંદન ભેળવીને સ્નાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે તે માનસિક શાંતિ અને શારીરિક શક્તિ તેમજ દીર્ધાયુ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો :-