શું તમે તૂટેલી કે વળેલી નંબર પ્લેટ બદલવા માંગો છો ? તો ઘરે બેઠા કરો આટલું કામ, નહીંતર થઈ શકે છે જેલ

Share this story

Do you want to replace a broken or bent number plate

  • જો તમારા વાહન પર HSRP નંબર પ્લેટ રાખવી ફરજિયાત છે. નંબર પ્લેટનો કલર ઉડી ગયો હોય કે ફેન્સી નંબર પ્લેટ હોય અથવા તો તે નંબર પ્લેટ તૂટી કે વળી ગઈ હોય તો તે IPC અને મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો બને છે.

જે પણ લોકોનાં વાહનની નંબર પ્લેટ (Number plate of the vehicle) વળી કે તૂટી ગઈ છે અથવા તો નંબર પ્લેટ સાથે કોઈ પણ પ્રકારની ચેળા કરી છે તે લોકોએ સાવધાન થઇ જવું જરૂરી છે કારણ કે IPC હેઠળ આ એક ગુનો બને છે અને તેના માટે તમને સજા પણ મળી શકે છે અથવા તો કેસ થઈ શકે છે.

HSRP શું છે :

હાઈ સિક્યોરિટી રેજિસ્ટ્રેશન પ્લેટ HSRP એટલે કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે વાહનમાં HSRP પ્લેટ સિવાય કોઇ પણ પ્રકારની પ્લેટનો ઉપયોગ કરી શકાશે નહીં. જો તમારા વાહનમાં તમને HSRP નંબર પ્લેટ ફીટ કરાવવી હોય તો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લઇ અને RTOમાં જઈ તમે નંબર પ્લેટ લગાવી શકો છો.

શું આ પ્રક્રિયા ફ્રીમાં થાય છે?

ના HSRP નંબર પ્લેટને તમારા વાહન પર ફીટ કરાવવાની પ્રક્રિયા ફ્રીમાં થતી નથી. તેના માટે RTO તમારા પાસેથી ચોક્કસ ચાર્જ વસૂલે છે. વાહન પ્રમાણે લોકોએ ચાર્જ આપવાનું રહેશે.