Home Blog Page 1422

સગીર દીકરી પાસે સગી માતા કરાવતી હતી દેહવેપાર, માતાનો પ્રેમી આચરતો હતો દુષ્કર્મ

The mother used to do prostitution with her underage daughter

  • હિંમતનગર ખાતે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે તેની માતાના પ્રેમી સહિત 18 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં માતા-પુત્રીના સંબંધને (Mother-daughter relationship) લાંછન લગાડતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં સગીર દીકરીએ તેની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. સગીરાનો આક્ષેપ છે કે સગી જનેતા તેની પાસે દેહવેપાર કરાવતી હતી. આ ઉપરાંત માતાનો પ્રેમી (Lover) પણ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધતો હતો. સગીરા ના કહેતી છતાં તેની માતા બે હજાર જેટલી રકમ લઈને પરપુરુષોનો બોલાવતી હતી. આ મામલે હિંમતનગર એ ડિવિજન પોલીસ મથક (Himmatnagar A division Police station) ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

18 વ્યક્તિઓએ આચર્યું દુષ્કર્મ :

હિંમતનગર ખાતે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે તેની માતાના પ્રેમી સહિત 18 લોકોએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. સગીરા પર અત્યાચાર અહીંથી જ અટક્યો ન હતો. સગીરાએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેની માતાએ તેને વેચી નાખવાનો પણ પ્લાન ઘડ્યો હતો. આ માટે તે પુખ્ત વયની થાય તેની રાહ જોવામાં આવી રહી હતી. માતાએ તેની સગી મામી સાથે મળીને આ પ્લાન ઘડ્યો હતો.

માતા સહિત 20 લોકો સામે ફરિયાદ :

આ કેસમાં સગીરાએ તેની માતા, મામી સહિત 20 લોકો સામે ફરિયાદ આપી છે. ફરિયાદ પ્રમાણે તેની સાથે 18 લોકોએ દુષ્કર્મ આચર્યું છે. જેમાં તેની માતાનો પ્રેમી પણ સામેલ છે. માતાનો પ્રેમી વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની વાત ફરિયાદમાં લખવામાં આવી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી આરંભી છે.

એવી પણ માહિતી મળી છે કે ફરિયાદ બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસે સગીરાની માતા અને તેના પ્રેમી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ પણ કરી લીધી છે. તમામને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં રિમાન્ડ મંજૂર થતાં પોલીસ કેસની ઉંડી તપાસ કરશે.

 

લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપથી લેફ્ટ થયાના ખોટા સમાચાર વાયરલ થયા, અફવા મામલે ખુદ કરી ચોખવટ

0

False news of Lalit Vasoya

  • કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી હોવાની અટકળો મામલે ધારાસભ્ય લલિત વસોયા સ્પષ્ટતા કરી છે.

ધોરાજી- ઉપલેટાના (Dhoraji- Upleta) કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA Lalit Vasoya) કોંગ્રેસથી નારાજ હોવાની અફવાએ જોર પકડયું હતું. ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસના તમામ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરી અફવાઓનું ખંડન કર્યું છે અને તેઓ કોંગ્રેસથી નારાજ ન હોવાનું એક નિવેદનમાં જણાવ્યુ હતું.

મારી કોંગ્રેસ પક્ષ પ્રત્યે કોઈપણ નારાજગી નથી : લલિત વસોયા

એક બાજુ ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે. તેવા સંજોગો વચ્ચે રાજકોટના રાજકારણના મોટા સમાચાર સામન ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી નારાજ હોય અને તેઓ કોંગ્રેસના તમામ વૉટસએપ ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના વાવડ વહેતા થયા હતા. એટલું જ નહી નારાજ વસોયા કોંગ્રેસનો હાથ છોડીને ભગવો ધારણ કરે ત્યાં સુધીની અટકળો વહેતી થઈ હતી. રાજકારમાં ખળભળાટ સર્જતી આ અફવાને લઇને ધારાસભ્ય લલિત વસોયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે, પોતે કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયા હોવાના ખોટા સમાચાર વાયરલ થયા હતા અને પોતે ગ્રુપમાં જોડાયેલા જ હોવાનું જણાવ્યુ હતું. કોંગ્રેસના મોટા ગજાના નેતા લલિત વસોયાએ વધુમાં આ મામલે ચોખવટ કરતાં જણાવ્યુ હતું કે, મારી કોંગ્રેસ પક્ષ કે કોંગ્રેસના કોઇ નેતા સાથે કોઇ પણ પ્રકારની નારાજગી ન હોવાની દાવા સાથે સ્પષ્ટતા કરી હતી.

ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પક્ષપલટાની આફત, 4 પાટીદાર સહિત 7 MLA કેસરિયા કરવાના મૂડમાં ?

ઉલ્લેખનિય છે કે, 4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી અટકળો છે. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે. તેવી શક્યતાઓ વચ્ચે  ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસની નારાજગીની પણ અફવા જાગી હતી જો કે, આ મામલે લલિત વસોયાએ સ્પષ્ટતા કરી છે.

IND vs SA : ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો ગુનેગાર નીકળ્યો આ ખેલાડી, આગામી મેચમાં કપાઈ શકે છે પતું !

0

IND vs SA: The biggest defeat of Team India

  • IND vs SA : આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે બોજ બની રહ્યો છે. આ ખેલાડીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને પણ ઘણું નુકસાન થયું છે. મોટાભાગના ક્રિકેટ ચાહકો ઈચ્છે છે કે આ ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે.

IND vs SA : ટીમ ઈન્ડિયાનો (Team India) મજબૂત ખેલાડી જે એક સમયે તેની સૌથી મોટી તાકાત હતો, હવે તે ભારતીય ટીમની સૌથી મોટી નબળાઈ બની ગયો છે. આ ખેલાડી એક સમયે ટીમ ઈન્ડિયા માટે હીરો સાબિત થયો હતો, પરંતુ હવે તે ઘણી વખત ટીમ ઈન્ડિયા માટે વિલન (Villain for Team India) સાબિત થઈ રહ્યો છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે બોજ બની રહ્યો છે. આ ખેલાડીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને પણ ઘણું નુકસાન થયું છે. મોટાભાગના ક્રિકેટ ચાહકો ઈચ્છે છે કે આ ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે.

ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો ગુનેગાર નીકળ્યો આ ખેલાડી :

ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા 211 રન બનાવવા છતાં મેચ હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાની આ હારનો સૌથી મોટો વિલન ભુવનેશ્વર કુમાર સાબિત થયો છે. ભુવનેશ્વર કુમારે આ મેચમાં પોતાની 4 ઓવરમાં પોતાના ક્વોટામાં 43 રન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભુવનેશ્વર કુમારનો ઈકોનોમી રેટ 10.80 રહ્યો. આ ખરાબ પ્રદર્શનને કારણે આગામી મેચમાં ભુવનેશ્વર કુમારનું પત્તું કપાય તેમ જોવા મળી રહ્યું છે.

કારકિર્દી ખતમ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે :

ભુવનેશ્વર કુમારની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેની જગ્યાએ ટીમ ઈન્ડિયાને ઉમરાન મલિક જેવો ખતરનાક ઝડપી બોલર મળ્યો છે, જે સતત 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરે છે. ભુવનેશ્વર કુમારના પ્રદર્શનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ભુવનેશ્વર કુમારની ટીમને ભારતમાં સ્થાન મળતું નથી. ભુવનેશ્વર કુમારની બોલિંગમાં ન તો કોઈ ગતિ છે અને ન તો તે પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનોમાં ડર પેદા કરી શકે છે.

ઘણા દેશોના બેટ્સમેનોએ જોરદાર ધૂમ મચાવી હતી :

ભુવનેશ્વર કુમારને ઘણા દેશોના બેટ્સમેનોએ ઉડાવી દીધા છે. ભુવનેશ્વર કુમાર હવે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવાને લાયક નથી. ભુવનેશ્વર કુમારે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા છે. ભુવનેશ્વર કુમારે 21 ટેસ્ટ મેચમાં 63 વિકેટ, 121 વન-ડે મેચમાં 141 વિકેટ અને 60 T20 મેચમાં 59 વિકેટ ઝડપી છે, તે છેલ્લા ત્રણ વર્ષથી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી બહાર ચાલી રહ્યો છે. તે જ સમયે, કુમારની ટી20 વર્લ્ડ કપ 2021માં તેની ખરાબ બોલિંગ માટે ટીકા થઈ હતી. હવે તે ODI અને T20 ટીમમાંથી પણ તેનું પત્તું કાપવાનું નિશ્ચિત જણાય છે.

ટીમ ઈન્ડિયામાં સ્થાન માટે લાયક નથી :

ભુવનેશ્વર કુમારની જગ્યાએ ઉમરાન મલિકને પ્લેઇંગ 11માં તક આપવામાં આવી છે. ભુવનેશ્વર કુમારે હવે ગતિ ગુમાવી દીધી છે, તેની પાસે શરૂઆતમાં ચોકસાઈ હતી, જ્યાં તે બોલને સ્વિંગ કરતો હતો અને વિકેટ લેતો હતો. હવે કદાચ ઉમરાન મલિકને જોવાનો સમય આવી ગયો છે. 2019 વર્લ્ડ કપથી, ભુવનેશ્વર કુમારની કારકિર્દી ઇજાઓને કારણે પાછી પાટા પર આવી નથી. આઈપીએલ 2020 ની મધ્યમાં હિપની ઈજાને કારણે તેને ખસી જવું પડ્યું હતું.

છત્રી-રેઇનકોટ રાખજો તૈયાર ! ગુજરાતના આ વિસ્તારોમાં સતત 5 દિવસ સુધી ખાબકશે વરસાદ- હવામાન વિભાગની આગાહી

0

Keep an umbrella-raincoat ready

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં આજથી આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી  છે. જેમાં આજ રોજ હવામાન વિભાગ દ્વારા વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસશે તેવી આગાહી (Rainfall forecast) કરવામાં આવી છે.

તો બીજી તરફ આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ ખાબકશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો રવિવારના રોજ અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. તો સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં મેઘરાજા વરસશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમરેલીના લાઠીમાં ધોધમાર વરસ્યો હતો વરસાદ :

અમે તમને જણાવી દઈએ કે, કેરલમાં ચોમાસુ બેસી ગયા પછી ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જામ્યો હતો. સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને અમરેલીના લાઠીમાં 2.76 ઈંચ જેટલો  ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાઇ રહ્યાં છે.

રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ :

વરસાદના સમાચાર સાંભળીને ખેડૂતો રાજીના રેડ થઇ ગયા છે. હવામાન વિભાગની આગહીથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવે સતત 5 દિવસ સુધી વરસાદ ધમરોળશે.

જોનીએ પૈસા માટે કેસ ન્હોતો કર્યો, પૂર્વપત્ની પાસેથી 116 કરોડ નહીં માંગે, અભિનેતાનાં વકીલે કર્યો દાવો

Johnny did not sue for money

  • હોલીવુડ અભિનેતા જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ સામે માનહાનિનો કેસ જીત્યા બાદ હવે શક્ય છે કે 15 મિલિયન ડોલરની વળતર રૂપે મળનારી રકમ નકારી દેશે તેવું તેઓના વકીલે કહ્યું હતું.

હોલીવુડ અભિનેતા (Hollywood actors) જોની ડેપ (Johnny Depp) અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે કોર્ટમાં ચાલેલી લાંબી લડાઈ અંતે જોનીની તરફેણમાં પૂરી થઈ છે. ટ્રાયલમાં જ્યુરીએ ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જોની ડેપે અભિનેતા એમ્બર હર્ડ (Amber Heard) સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જે તેણે આખરે જીતી લીધો છે.

જ્યુરીએ જોની ડેપને 15 મિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 1,16,33,46,750) નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે. તો સામે જ્યુરીએ એમ્બર હર્ડને તેના કાઉન્ટરસુટ પર 2 મિલિયન યુએસ ડોલર (આશરે 15,51,12,900 રૂપિયા) ચૂકવવા માટે પણ કહ્યું છે.

આત્મસમ્માનની જંગ

જોનીના વકીલ બેન્જામીને એક રેડિયો જૉકી સાથે વાતચીતમાં કહ્યું હતું કે આ જોનીના આત્મસમ્માનની જંગ હતી. જોની પર લાગેલ ગંભીર આક્ષેપોને ખોટા સાબિત કરવા જરૂરી હતા. અગાઉ તેણે કહ્યું હતું કે છ મહિના માટે જોની હસ્યો જ નહોતો. કારણ કે તેના પર આટલી હદે ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા.

આ ટ્રાયલ પૈસા માટે હતી જ નહીં 

જોનીના વકીલ બેન્જામીને કહ્યું હતું કે આ ટ્રાયલ પૈસા માટે નહોતી. જોનીને પૈસા નથી જોઈતા. બની શકે કે કદાચ તે એમ્બર પાસેથી આ રકમ માંગશે પણ નહીં. જો કે એવું બની શકે આ ટ્રાયલ અને તેના છ અઠવાડિયાનાં સમયગાળા દરમિયાન તેને જે નુકસાન ગયું છે તેની ભરપાઈ રૂપે કોર્ટે સૂચવેલી

શું છે આખો મામલો?

તમને જણાવી દઈએ કે એમ્બર હર્ડે દાવો કર્યો હતો કે ડેપે લગ્ન પહેલા અને પછી તેનું શોષણ કર્યું હતું. ડેપના વકીલે તેની બદનક્ષી કરી હતી અને તેણે જોનીના બદનાક્ષીના આરોપને ખોટો ગણાવ્યો હતો. આ પછી એમ્બર હર્ડે જોની ડેપ પર ઘરેલું શોષણનો કેસ પણ કર્યો હતો.

2018 માં દાખલ કર્યો કેસ :

58 વર્ષીય ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’ સ્ટાર જોની ડેપે ડિસેમ્બર 2018ના ઑપ-એડમાં ફેરફેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં હર્ડ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. ડેપે હર્ડ પર 50 મિલિયન ડોલર્સનો દાવો માંડ્યો હતો, તેણે એવી દલીલ કરી હતી કે તેણે વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં હર્ડ દ્વારા ડેપને ઘરેલું હિંસાનું પ્રતિનિધિત્વ કરતી જાહેર વ્યક્તિ કહીને તેણે બદનામ કર્યો હતો.

જોની ડેપે રજૂ કર્યો પોતાનો પક્ષ :

તે જ સમયે, 36 વર્ષીય અભિનેત્રી હર્ડે 100 મિલિયન ડોલર્સનો દાવો દાખલ કરતા કહ્યું કે ડેપના વકીલે તેના આરોપોને છેતરપિંડી કહીને બદનામ કર્યા છે. તે જ સમયે, ડેપે હર્ડ અથવા કોઈપણ મહિલા સાથે હિંસા કર્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે અમારા સંબંધોમાં તે પોતે હિંસક બની હતી.

બંનેએ 2015માં લગ્ન કર્યા હતા :

જોકે, જ્યુરીએ ચુકાદો આપ્યો ત્યારે જોની ડેપ કોર્ટરૂમમાં હાજર ન રહ્યા હતા. જ્યારે, એમ્બર હર્ડ હાજર હતા. નિર્ણયની જાહેરાત થયાના થોડા સમય પછી, જોની ડેપે તેના ફેસબુક એકાઉન્ટ પરથી એક નિવેદન પોસ્ટ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે કોર્ટ જયુરીએ મને મારી જિંદગી પછી આપી છે. ડેપ અને હર્ડ 2011 માં ફિલ્મ ‘ધ રમ ડાયરી’ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ફેબ્રુઆરી 2015 માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના લગભગ બે વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.

જોની ડેપને મળશે 15 મિલિયન ડોલર્સ :

પત્ની એમ્બર હર્ડ સામે બદનક્ષીનો દાવો જીતનાર અભિનેતા જોની ડેપે તેના મિત્રો સાથે ખાસ ઉજવણીના કરી ડિનર પર 62,000 ડોલર (48.1 લાખ રૂપિયા)થી વધુનો ખર્ચ કર્યો હતો. રવિવારે સાંજે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં સેલિબ્રેશન ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.

4 હાથ-પગ ધરાવતી બાળકીની સુરતમાં સફળ સર્જરી, દેવદૂત બનેલા સોનુ સૂદનું કામ જાણીને કરશો સેલ્યુટ

0

Successful surgery of 4 limbed girl in Surat

  • નવાદા જિલ્લાના વારસલીગંજ વિસ્તાર અને પંચાપત નિવાસી ચહુંમુખી કુમારીને જન્મથી જ 4 હાથ અને 4 પગ હતા.

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ (Bollywood actor Sonu Sood) બિહારની બાળકી માટે દેવદૂત બનીને આવ્યો છે. તેના પ્રયાસોનું પરિણામ છે કે જન્મથી જ 4 પગ અને 4 હાથ ધરાવતી અઢી વર્ષની અસામાન્ય બાળકી હવે સામાન્ય જીવન જીવી શકશે. અભિનેતા સોનુ સૂદના પ્રયાસો બાદ બાળકીની સુરતની એક હોસ્પિટલમાં (Hospital) સફળ સર્જરી કરવામાં આવી છે.

હાલ માસૂમ બાળકીને હજુ થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે. આ પછી તે હોસ્પિટલમાંથી બહાર આવશે અને સામાન્ય બાળકની જેમ જીવી શકશે. સોનુ સૂદે બાળકીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો છે. સોનુના આ કામની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

સુરતની હોસ્પિટલમાં ઓપ્રેશન  :

અઢી વર્ષની બાળકી કુમારી નવાગા જિલ્લાના વારસલીગંજ વિસ્તારના સૌર પંચાયતના હેમદા ગામની રહેવાસી છે. બાળકીનું સુરતની એક હોસ્પિટલમાં સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રાઈવેટ કિરણ હોસ્પિટલમાં ઘણા કલાકો સુધી ચાલેલી આ સર્જરી બાદ ઓપરેશન સફળ થયું.

જન્મથી જ હતા 4 હાથ 4 પગ :

બાળકીના જન્મથી જ 4 પગ અને 4 હાથ હતા. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થવા પર સોનુ સૂદે તેને જોઈ અને પોતાની તરફથી બાળકીનું ઓપરેશન કરાવવાનું એલાન કર્યું. હવે બાળકી સામાન્ય જીવન જીવી શકશે.

7 કલાક સુધી ચાલી  :

સૌર પંચાયતના મુખીયા ગુડિયા દેવીના પતિ દિલીપ રાઉત બાળકી અને તેમના પરિવારને 30 મેએ મુંબઈ લઈ જવા નીકળ્યા હતા. મુંબઈ પહેંચવા પર સોનુ સૂદે બાળકી સાથે મુલાકાત કરી અને તેને સારવાર માટે સૂરત મોકલી. સૂરતમાં એક્સપર્ટ ડોક્ટરોની એક ટીમે બાળકીનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. ત્યાર બાદ કિરણ હોસ્પિટલના ડોક્ટર મિથુન અને તેમની ટીમે લગભગ 7 કલાકમાં બાળકની સફળ સર્જરી કરી.

સર્જરી બાદ બાળકીને ન મળી શક્યા સોનુ સૂદ :

વ્યસ્તતાના કારણે સોનુ સૂદ સર્જરી બાદ બાળકેન જોવા માટે હોસ્પિટલ ન પહોંચી શક્યા. જણાવવામાં આવી રહ્યું છે કે સોનુ સૂદ જલ્દી જ બાળકી સાથે મુલાકાત કરશે. દિલીપ રાઉતે જણાવ્યું કે બાળકી આવતા અમુક દિવસો સુધી હોસ્પિટલમાં જ રહેશે અને ડોક્ટરોની એક ટીમ તેના પર દેખરેખ રાખશે. ઓપરેશન બાદ બાળકી સામાન્ય વ્યવહાર કરી રહી છે.

રાહુલ ગાંધી 12 જૂને નહીં આવે ગુજરાત, આદિવાસીઓને રીઝવવાનો કોંગ્રેસનો પ્લાન થયો રદ્દ, જાણો કેમ

0

Rahul Gandhi will not come to Gujarat on June 12

  • રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ રદ, આગામી 12 જૂને વાંસદામાં દક્ષિણ ઝોનનો યોજાવાનો હતો કાર્યક્રમ પરંતુ ED ના સમન્સને પગલે ગુજરાત પ્રવાસ રદ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election) લઇને ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો અને વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. એક બાદ એક રાજકીય દિગ્ગજો ગુજરાતના પ્રવાસે (On a trip to Gujarat) આવી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી (PM Modi) અવારનવાર ગુજરાતની મુલાકાતે આવે છે. આજે પણ તેઓ ગુજરાતમાં જ છે. તો આ તરફ કોંગ્રેસ પણ ગુજરાતમાં પ્રભુત્વ બનાવવા પ્રયાસો કરી રહી છે. અનેક કાર્યક્રમો અને અભિયાન ચલાવવામાં આવે છે. જેમાંના એક કાર્યક્રમમાં હાજરી આપવા રાહુલ ગાંધી (Rahul Gandhi) આવવાના હતા પરંતુ હાલ તેમનો પ્રયાસ રદ થયો છે.

12જૂને રાહુલ ગાંધી નહિ આવે ગુજરાત :

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ ગુજરાતનુ પ્રભુત્વ બનાવામાટે ગુજરાતમાં અનેક કાર્યક્રમ યોજી રહી છે. રાહુલ ગાંધી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવાના હતા. આગામી 12 જૂને યોજવામાં આવેલ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હવે હાજરી આપી શકશે નહિં. રાહુલ ગાંધીએ ED ના સમન્સને પગલે ગુજરાત પ્રવાસ રદ કર્યો છે.

વાસંદામાં આયોજિત કાર્યક્રમમાં આપવાના હતા હાજરી  :

મહત્વનું છે કે આદિવાસી અધિકાર સત્યાગ્રહના રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વાંસદાના ચારણવાડા ખાતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાહુલ ગાંધી રેલીને સંબોધન પણ કરવાના હતા. પરંતુ તેઓ હાજરી આપી શકશે નહી. વાંસદાના ચારણવાડા ગામે દક્ષિણ ઝોનનો કાર્યક્રમ યોજાવાનો હતો.

ખાડિયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા, કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 લોકો સામે ગુનો દાખલ

BJP activist killed in broad daylight in Khadiya

  • અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિઓએ સાથે મળીને ખાડીયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી નાખી.
અમદાવાદના (Ahmedabad) ખાડીયામાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની (BJP activists) હત્યા કરી દેવાઇ છે. અમદાવાદના કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિઓએ મૃતક બોબી પર બેઝબોલના દંડા અને લાકડીના ફટકા મારી હત્યા કરી છે. પોલીસ તપાસમાં આ હત્યા અંગત અદાવતમાં થઇ હોવાનું સામે આવ્યું છે.
કૌટુંબિક ઝઘડાની અદાવત રાખીને બોબીની હત્યા કરાઇ :

30 વર્ષ પહેલાં આરોપી મોન્ટુ નામદારે પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. જેમાં નમ્રતાના પરિવારે લગ્નનો સ્વીકાર કર્યો નહોતો. આ સમયથી મિલકલને લઇ કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાની અદાવત રાખીને બોબીની હત્યા કરવામાં આવી છે. આ અગાઉ પણ મોન્ટુએ કૌટુંબિક ઝઘડામાં એક હત્યા કરી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરી છે.

મિત્રની મદદ કરવામાં રાકેશ મહેતાને મોત મળ્યું :

જણાવી દઇએ કે, અમદાવાદના ખાડીયામાં ધોળા દિવસે BJPના કાર્યકર્તાની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. કુખ્યાત મોન્ટુ નામદાર સહિત પાંચ શખ્સોએ રાકેશ ઉર્ફે બોબી પર બેઝબોલ દંડા-લાકડીઓના ફટકા મારી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. જો કે મિત્રની મદદ કરવામાં રાકેશ મહેતાને મોત મળ્યું છે. પરંતુ ખાડીયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક રાકેશ ઉર્ફે બોબી ભાજપનો સક્રિય કાર્યકતા છે :

આંબાવાડીમાં રહેતા અને ગાંધીરોડ પર કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ધોળા દિવસે હત્યા કરી દેવાઇ છે. હત્યાના આ બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓ ધટનાસ્થળે દોડી આવ્યા હતાં. પરંતુ હત્યા કરનારા નામ બોલવા પોળના સ્થાનિક લોકો તૈયાર ન હતા. જો કે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે હત્યા કરનાર કુખ્યાત મોન્ટુ નામદાર હતો. ત્યારે ધટનાની જો વિગતે વાત કરીએ તો મૃતક રાકેશ ઉર્ફે બોબીને આરોપી મોન્ટુ નામદાર સહિત અજાણ્યા પાંચ જેટલા શખ્સો ખાડીયા હજીરાની પોળમાં આવેલ ચોક પર જાહેરમાં બેઝબોલ દંડા અને લાકડીઓ ફટકાઓથી માર મારતા હતા.

તેવામાં મૃતકનો મિત્ર પવન ગાંધી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને રાકેશને માર મારતા જોઈ ગયા તેવામાં હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા. જો કે રાકેશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં હાજર ડૉકટરે તેને મૃત જાહેર કર્યો. ત્યારે હવે આ મામલે ખાડીયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો.

કૌટુંબિક ઝઘડામાં રાકેશ ઉર્ફે બોબી મિત્રોને સાથ આપતો :

હત્યાની આ ઘટનામાં પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, આજથી 30 વર્ષ પહેલાં આરોપી મોન્ટુ નામદારે પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. જેમાં નમ્રતાના બે ભાઈઓ પવન અને જુગનુ સહિતના પરિવાજનોને લગ્ન સ્વીકાર ન હતા. ત્યારથી આ કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. એવામાં પવન અને જુગનુનો ખાસ મિત્ર રાકેશ ઉર્ફે બોબી હતો. જેમના કૌટુંબિક ઝઘડામાં રાકેશ ઉર્ફે બોબી મિત્રોને સાથ આપતો હતો. જો કે મિલકત ઝઘડામાં રાકેશ પવનને મદદ કરતો હતો. બસ આજ વાતની અદાવત રાખીને આરોપી મોન્ટુ નામદારે રાકેશ ઉર્ફે બોબીની હત્યા કરી દીધી. આટલું જ નહીં લગ્નના કૌટુંબિક ઝઘડામાં આરોપી મોન્ટુ નામદારે અગાઉ પણ એક હત્યા કરી છે.

PM મોદી આજે એસ્ટોલ પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ, 174 ગામડાઓને મળશે પીવાનું પાણી, 4.5 લાખ લોકોને થશે ફાયદો

0

PM Modi will inaugurate the Estol project

ધરમપુર અને કપરાડા માટે પાણીની સુવિધા માટે 586 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા એસ્ટોલ પાણી પુરવઠા પ્રોજેક્ટનું આજે PM મોદી લોકાર્પણ કરશે.

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજ રોજ ગુજરાત પ્રવાસે છે. મોદી આજે નવસારીમાં 3 હજાર 52 કરોડના વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં (Ahmedabad) ઈસરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને IN-SPACEના હેડક્વૉટરનું ઉદ્ધાટન કરશે. ત્યારે વધુમાં જણાવી દઇએ કે, PM મોદી આજે ગુજરાતની જનતાને અનેક મોટા પ્રોજેક્ટ્સ ભેટ આપશે. જેમાંનો એક પ્રોજેક્ટ છે ‘એસ્ટોલ પ્રોજેક્ટ‘ (Estol project). આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.

4 વર્ષ અગાઉ એક સભામાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું :

ઉલ્લેખનીય છે કે,  PM મોદીએ 4 વર્ષ અગાઉ વલસાડના જૂજવામાં 2018માં યોજાયેલી એક સભામાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેના ખાતમુહૂર્ત બાદ 600 કરોડના ખર્ચે યુદ્ધના ધોરણે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું. ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટ સરકારના ઇજનેરોએ અનેક પડકારોનો સામનો કરી આ પૂર્ણ કર્યો છે જેની સરકારે પણ નોંધ લીધી છે.

જાણો શું છે આ ‘એસ્ટોલ પ્રોજેક્ટ’?

  • 174 ગામોના પીવાના પાણીના પ્રશ્નોનો ઉકેલ આવશે
  • કપરાડા અને ધરમપુરના નળ મારફતે પાણી આપવાની યોજના
  • મધુબન બંધના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને ઘરો સુધી પહોંચાડવાની યોજના
  • મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી ઉઠાવવામાં આવશે
  • પાણીને ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામોમાં પહોંચાડાશે
  • 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યાં
  • પંપિંગ સ્ટેશન્સની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર છે

  • પ્રોજેક્ટથી 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડાશે
  • નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા 340 કિમી લાંબી પાઈપલાઈન બિછાવાઈ
  • 81 કિમી પંપિગ લાઈન, 855 કિમી ડ્રિસ્ટ્રિબ્યુશન લાઈન બિછાવાઈ
  • શુદ્ધ પાણી માટે બે ફિલ્ટર પ્લાન્ટ સ્થપાયા
  • બે ફિલ્ટર પ્લાન્ટની દરરોજની ક્ષમતા 6.6 કરોડ લીટર
  • પાણીના સંગ્રહ માટે 0.47 કરોડ લીટરની ક્ષમતાવાળી 6 ઉંચી ટાંકીઓ બનાવાઈ
  • 7.7 કરોડ લીટરની ક્ષમતાવાળી 28 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવાઈ
  • ગામડાઓ તેમજ ફળિયામાં 4.4કરોડ લીટરની ક્ષમતાવાળી 1202 ટાંકીઓનું નિર્માણ કરાયું

એસ્ટોલ પ્રોજેક્ટ’ એટલે એન્જિનિયરિંગ ક્ષેત્રે એક મોટો ચમત્કાર કહી શકાય :

ગુજરાત સરકારનો ‘એસ્ટોલ પ્રોજેક્ટ’ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ચમત્કાર જ કહી શકાય. કારણકે આ પ્રોજેક્ટ હેઠળ મધુબન બંધથી પાણીને લગભગ 200 માળની ઉંચાઈ સુધી પાણીને ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) ધરમપુરના 50 ગામો અને કપરાડાના 124 ગામો (કુલ 174 ગામો) સુધી પહોંચાડવામાં આવશે. પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે, મધુબન બંધના પાણીને પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. આ પહેલાં આ બંધનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવતો હતો. જો કે, પીવાના પાણીની સાથે-સાથે આ બંધના પાણીનો પહેલાંની જેમ જ સિંચાઇ માટે પણ ઉપયોગ કરવાનું ચાલુ રહેશે.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય- ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઉમેરાશે આ નવો વિષય

0

Big decision of Gujarat government

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જણાવતા કહ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો ઉમેરો કરવામાં આવશે. નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી (Natural farming)નો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી વિદ્યાર્થીઓને (Students) પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા તેમજ તેની પૂરતી સમજ વિશે વિસ્તૃત માહિતી મળશે. વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવશે. સાથે જ ઓછા ખર્ચે મબલખ પાકનું ઉત્પાદન (Crop production) શક્ય બનશે જેનાથી રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહેશે અને આરોગ્યમાં સુધારો થશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવતા કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં જોખમી રસાયણમુક્ત ખેતીના ભવિષ્યનો રોડમેપ તૈયાર કર્યો છે અને દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો છે. તેવી જ રીતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પણ ધરતી માતાને ઝેર આપવાનું બંધ કરીને અને રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો પરિચય કરાવવાના સંકલ્પ સાથે અભિયાન શરૂ કર્યું છે. રાજ્યમાં આ ઝીરો બજેટ ફાર્મિંગ પર ભાર મુકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ડાંગ જિલ્લો પ્રાકૃતિક ખેતી જિલ્લ તરીકે જાહેર કરાયો છે.

વધુમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે , રાજ્યના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી કાળ દરમિયાન શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ત્યાર પછી ક્રમશઃ ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 ના અભ્યાસક્રમમાં પણ પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો ઉમેરો કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે, પ્રાકૃતિક ખેતીનો સમાવેશ અભ્યાસક્રમમાં થવાથી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી અંગે જરૂરી માહિતી, તેના લાભાલાભ તેમજ આ અંગેની પૂરતી સમજ મળી રહેશે. જેથી તેઓ તેમના વાલીઓને પણ પ્રાકૃતિક ખેતી અંગે માહિતગાર કરી શકશે. આ ઉપરાંત ભવિષ્યમાં તે પોતે પણ પ્રાકૃતિક ખેતી કરી શકશે અને તેના દ્વારા વધારે ઉત્પાદન મેળવી શકશે. સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ ઓછા પ્રમાણમાં કરશે.