Home Blog Page 1423

અમેરિકામાં ફરીવાર ફાયરિંગ, મેરીલેન્ડના બિઝનેસ સેન્ટરમાં અંધાધૂંધ ગોળીબાર, 3ના મોત, 2 ઘાયલ

Firing again in America

  • અમેરિકામાં એક બંદૂકધારીએ મેરીલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં 3 લોકોની હત્યા કરી. મહત્વનું છે કે, જવાબી ગોળીબારમાં હુમલાખોર પણ ઘાયલ થયો હતો.

અમેરિકામાં ફરી એકવાર સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે. બંદૂકધારીએ મેરીલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કરીને 3 લોકોની હત્યા કરી હતી. આ પછી તે કારમાં બેસીને સ્થળ પરથી ભાગી ગયો હતો. જોકે બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને પકડી લીધો હતો. ઘટના પાછળનું કારણ જાણવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મેરીલેન્ડના સ્મિથ્સબર્ગ વિસ્તારમાં લગભગ 3 હજાર લોકો રહે છે. આ સ્થળ બાલ્ટીમોરથી લગભગ 120 કિલોમીટર દૂર છે. ગુરુવારે, એક બંદૂકધારી જેણે કોલંબિયા મશીન ઇન્ક, બિઝનેસ સેન્ટરમાં પ્રવેશ કર્યો, તેણે ગોળીબાર કર્યો. આ ઘટનામાં 3 લોકોના મોત થયા હતા. ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને તેની બંદૂકથી જવાબ આપ્યો. જેમાં હુમલાખોર ઘાયલ થયો હતો.

પોલીસ જવાનોએ કરેલા જવાબી ગોળીબારમાં હુમલાખોર પણ ઘાયલ :

જોકે, ઘાયલ થવાની સાથે તેણે પોતાની ગોળીઓથી પોલીસ જવાનને પણ ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ઘટના બાદ આરોપી પોતાની કારમાં બેસીને ત્યાંથી ભાગી ગયો હતો. શહેરની શેરિફ ઓફિસ (પોલીસ)એ જણાવ્યું હતું કે આરોપીની કારને ટ્રેક કરવામાં આવી હતી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં 3 લોકોના મોત અને એક ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. ઘાયલ પોલીસ જવાન અને હુમલાખોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ ઘટના પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે :

શેરિફ ઓફિસે કહ્યું કે સામૂહિક ગોળીબારનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટના બાદ મોટી સંખ્યામાં ઈમરજન્સી વાહનો, પોલીસ અને કમાન્ડોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટના બાદ શહેરના લોકોમાં ભયનો માહોલ છે. ગયા મહિને યુએસની એક પ્રાથમિક શાળામાં આવી જ ઘટનામાં એક બંદૂકધારીએ 16 બાળકો સહિત 19 લોકોની હત્યા કરી હતી. આ ઘટના બાદ ત્યાં ગન કલ્ચર પર પ્રતિબંધ મુકવાની માંગણી તેજ બની છે. પરંતુ સરકારે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

ફ્રી ક્રેડિટ કાર્ડની લાલચમાં આવ્યા પહેલા જાણી લો કેટલા હોય છે હિડન ચાર્જિસ, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

0

Find out before you fall into the trap of free credit cards

  • આજકાલ બેંકો અને ઘણી નાણાકીય કંપનીઓના અધિકારીઓ લોકોને ફોન કરીને વિવિધ પ્રકારની ક્રેડિટ કાર્ડ ઓફરો આપતા રહે છે. પરંતુ કોઈપણ પ્રકારના ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતા પહેલા તમારે તેના પર વસૂલવામાં આવતા તમામ ચાર્જ વિશે જાણવું જોઈએ.

બદલાતા સમય સાથે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આજકાલ બેંકો અને ઘણી નાણાકીય કંપનીઓના અધિકારીઓ લોકોને ફોન કરીને વિવિધ પ્રકારની ક્રેડિટ કાર્ડ ઓફરો આપતા રહે છે. પરંતુ કોઈપણ પ્રકારના ક્રેડિટ કાર્ડ માટે અરજી કરતા પહેલા તમારે તેના પર વસૂલવામાં આવતા તમામ ચાર્જ વિશે જાણવું જોઈએ. અમે તમને બેંકો અને નાણાકીય કંપનીઓ દ્વારા ક્રેડિટ કાર્ડ પર વસૂલવામાં આવતા વિવિધ પ્રકારના ચાર્જીસ વિશે જણાવીએ છીએ.

ચુકવવી પડે છે ક્રેડિટ કાર્ડની ફી :

જો તમે ફ્રી ક્રેડિટ કાર્ડ ઓફર હેઠળ ક્રેડિટ કાર્ડ ખરીદો છો. તો આવી સ્થિતિમાં તમને ક્રેડિટ કાર્ડ પર ફક્ત એક વર્ષ સુધી ડિસ્કાઉન્ટ મળે છે. આ પછી તમારે દર વર્ષે 500 રૂપિયાથી 3,000 રૂપિયા સુધીની વાર્ષિક ક્રેડિટ કાર્ડની વાર્ષિક ફી ચૂકવવી પડશે.

ડુપ્લીકેટ સ્ટેટમેન્ટ માટે લાગે છે ચાર્જ  :

જો તમને ક્રેડિટ કાર્ડનું ડુપ્લીકેટ સ્ટેટમેન્ટ જાહેર કરાવવું છે તો આવી સ્થિતિમાં તમારે તેના માટે અલગ અલગ ચાર્જ આપવા પડશે. તમે તેને સારી રીતે જરૂર ચેક કરી  લો.

વીસા અને માસ્ટર્ડ કાર્ડના ઉપયોગનો ચાર્જ :

તેની સાથે જ તમારે જો ક્રેડિટ કાર્ડનું VISA અથવા Master કાર્ડનો ઉપયોગ કરી તેને વિદેશી કરન્સીથી ભારતીય કરન્સીમાં બદલવાનું છે તો આવી સ્થિતિમાં તમારે એક નક્કી ટકા ફી આપવાની રહેશે. આ ફીની તપાસ તમે જરૂર કરી લો.

કેશ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ  :

 

10 જૂન 2022, રાશિફળ : લક્ષ્મી માતાની કૃપાથી આ રાશિના જાતકોની આર્થિક બાજુ રહેશે મજબુત

10 June 2022, horoscope Gujarat Guardian

મેષ : 
માનસિક સ્વસ્થતા જળવાશે, પરંતુ આવકની પરિસ્થિતિ ગઇકાલ જેવી જ રહેશે. અેમાં કોઇ સુધારો જણાતો નથી. તબિયત પણ નાદુરસ્ત રહેતી જણાશે. શરદી, ખાંસી થાક લાગવાની સમસ્યા યથાવત રહેશે. ધંધામાં પ્રગતિ જણાય.

વૃષભ :
આર્થિક દૃષ્ટિએ દિવસ આસે છે. બપોર બાદ આવકમાં કથળતી જણાય તથા બપોર બાદ થોડી તબિયત કથળતી જણાય. પાણીથી થતા રોગોનો ઉપદ્રવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. ધંધાકીય સફળતા મળે.

મિથુન :
નાણાંકીય વ્યવહારોથી ફાયદો થતો જણાય. નવી આવક મેળવવાના સ્ત્રોત ખુલતા જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. વાહન, સુખ-મિલકત સુખમાં વધારો થતો જણાય. સંતાનની સફળતા જોઇને આનંદ થાય. આરોગ્ય જળવાશે.

કર્ક : 
કરેલા કાર્યો સફળ થતા જણા. પરિણામે આનંદમાં વૃદ્ઘિ થાય. મિત્ર વર્તુળમાં વધારો, નવી ઓળખાણ થાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. યાત્રા-પ્રવાસના યોગ બને છે. આરોગ્ય કથળતું જણાય.

સિંહ :
દિવસની શરૂઆત આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર પછી સામાન્ય, પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ જળવાશે. બપોર બાદ કાર્ય સફળતામાં વૃદ્ધિ થતી જણાય. સંતાન સાથેના સંબંધોમાં અસંતોષ વધતો જણાય.

કન્યા :
આપના માટે ઉત્તમ દિવસ. માનસિક આનંદ બરકરાર રહે. છતાં વિઘ્‍ન સંતોષીઓનો સામનો કરવો પડે, પ્રિન્ટીંગ પ્રેસ, કોમ્પ્યૂટરને લગતા ધંધામાં લાભ થતો જણાય. દામ્પત્ય જીવનમાં આનંદ, ઉત્સાહનો સંચાર થતો જણાય.

તુલા :
આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ મિશ્રફળ આપતો જણાશે. બપોર સુધી આવક ઓછી જણાશે. બપોર બાદ આવકમાં વધારો, પરિવારમાં આનંદ તથા જીવનસાથી સાથે પ્રેમ જળવાશે. સ્વાસ્થ્ય સારૂ રહે. નોકરી-ધંધામાં પ્રગતી.

વૃશ્ચિક :
ગઇકાલનો આનંદ આજે બપોર સુધી જળવાશે. ત્યારબાદ આવકમાં ઘટાડો થતો જણાય. બપોર પછી અગત્યના રોકાણો ટાળવા. જોકે, સંઘર્ષ બાદ થોડી સફળતામ ળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી. સ્નાયુ સંબંધી તકલીફ જણાય.

ધન :
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરવાની વ્યવસ્થા સરળ બને. આર્થિક રીતે આવક વધતી જણાય. મિત્રોથી લાભ મળતો જણાય. છતાં પણ માનસિક રીતે અજંપો રહેતો જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. શરદી, કફનો ઉપદ્રવ રહે.

મકર :
માનસિક રીતે મજબૂતીનો અનુભવ થશે. નાણાંકીય ક્ષેત્ર સફળતા, દામ્પત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થશે. ભાગ્ય બળવાન છે. નસીબથી આવક વધતી જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી કે ધંધો શક્ય બને.

કુંભ :
બપોર સુધી માનસિક પરિતાપ રહે. કાર્યમાં અસફળતા મળતી જણાય. પરંતુ બપોરબાદ પરિસ્થિતિમાં સુધારો અનુભવાય. નસીબનો સાથ મળતાં, આવક વધતી જણાય. પરિવારમાં વાતાવરણ સુધરે, આરોગ્યમાં સુધારો થતો જણાય.

મીન :
બપોર સુધી દિવસ સારો છે. આવકમાં વધારો, પરિવારમાં શાંતિ, સંતાનોથી પ્રેમ જળવાય. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જણાય. બપોર પછી આવક ઘટતી જણાય. તબિયતમાં અસ્વસ્થતા અનુભવાય. બપોર પછી અગત્યના નિર્ણયો ટાળવા.

સિગારેટ છોડનારને સરકાર આપશે 40 હજાર રોકડા, જાણો ક્યાં લેવાયો નિર્ણય

The government will provide

  • સરકાર લોકોને ધુમ્રપાન છોડવા માટે ઘણી અપીલો કરતી હોય છે. પરંતુ તેના યોગ્ય પરિણામો જોવા મળતા નથી. ત્યારે બ્રિટેનમાં એક શહેરમાં ધુમ્રપાન છોડવા પર સરકાર રોકડ પુરસ્કાર આપશે.

સરકારો પણ ધુમ્રપાનની (Smoking) લતમાંથી મુક્તિ મેળવવા માટે તમામ પ્રયાસો કરે છે. તાજેતરમાં જ યુકેના એક શહેરમાં સ્મોકિંગથી છુટકારો (Get rid of smoking) મેળવવાના આયોજનો પણ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જો ધૂમ્રપાન કરનારાઓ ધૂમ્રપાન કરવાનું બંધ કરે છે, તો તેના બદલામાં સરકાર તેમને રોકડ પુરસ્કાર (Cash prizes) આપશે.

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક :

આપણે ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હકીકત પણ એજ છે. એવું કહેવામાં આવે છે કે ધૂમ્રપાનને કારણે  કેન્સર થાય છે. આ બધી વાતો જાણ્યા પછી પણ લોકો તેને છોડી શકતા નથી. ધૂમ્રપાન કરનારાઓ કહે છે કે તેનું વ્યસન એવું છે કે તેઓ ઇચ્છે તો પણ તેને છોડી શકતા નથી.

સરકાર તમામ પ્રયાસો કરે છે :

ધુમ્રપાનની લત છોડાવવા માટે સરકારો પણ તમામ પ્રકારના પ્રયાસો કરે છે. તાજેતરમાં જ બ્રિટેનના એક શહેરમાં સ્મોકિંગથી છુટકારો મેળવવા માટે યોજના બનાવી છે. બ્રિટેનના આ શહેરમાં ધૂમ્રપાન કરનારાઓને એક આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે કે જો તેઓ ધૂમ્રપાન બંધ કરશે, તો બદલામાં સરકાર તેમને રોકડ પુરસ્કાર આપશે.

બ્રિટેનના આ શહેરમાં યોજના લાગુ :

એક અહેવાલ અનુસાર આ યોજના બ્રિટેનના ચેશાયર ઈસ્ટ શહેરમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે પણ સ્મોકિંગ છોડશે તેને 20 હજાર રૂપિયા અને સ્મોકિંગ કરનારી ગર્ભવતી મહિલાને 40 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજના લાવીને સ્થાનિક પ્રશાસન તંત્રને આશા છે કે પૈસાની લાલચમાં લોકો ધૂમ્રપાન છોડી દેશે અને આ રીતે લાખો લોકોના જીવ બચી જશે.

સરકારે બજેટ બહાર પાડ્યું :

આ યોજના માટે પ્રશાસને 116,500 પાઉન્ડ (અંદાજે 1 કરોડ રૂપિયા)નું બજેટ પસાર કર્યું છે. આ રકમ માત્ર રોકડ પુરસ્કાર આપવા માટે જ ખર્ચ કરવામાં આવશે.

લોકોને થશે આ ત્રણ ફાયદા :

આંકડા મુજબ જો કોઈ વ્યક્તિ દિવસમાં 20 વખત સ્મોકિંગ કરે છે તો તે વાર્ષિક 4.4 લાખ રૂપિયા ખર્ચ કરે છે. જો તે સ્મોકિંગ છોડી દે તો વ્યક્તિ સ્વાસ્થ્યની સાથે સાથે પૈસાની બાબતમાં પણ બચત કરી શકે છે. સાથે જ તેને સરકાર તરફથી ઈનામ મળશે તે બોનસ છે.

આ ટેસ્ટમાં પાસ થવું પડશે :

મહત્વનું છે કે સરકાર આ માટે ટેસ્ટ કરશે. આ અંતર્ગત ધૂમ્રપાન કરનારાઓએ એક્સહેલ્ડ કાર્બન મોનોક્સાઇડ ટેસ્ટ આપવું પડશે, તે પછી જ તે સાબિત થશે કે તેમણે ધૂમ્રપાન છોડી દીધું છે. સાથે જ જો આ યોજનાનું પૂર્વ ચેશાયરમાં યોગ્ય પરિણામ મળશે તો બાકીના શહેરોમાં પણ તેનો અમલ કરવામાં આવશે.

ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની દરિયાદિલી… પોતાની દીકરીના જન્મ પર કર્યું ઉતમ કાર્ય , લોકો આપી રહ્યાં છે શાબાશી 

0

Gujarati cricketer Ravindra Jadeja

  • Ravindra Jadeja Initiative ; રિવાબા જાડેજા દ્વારા તેમની દીકરીના જન્મદિનની સમાજસેવા સાથે લોકકલ્યાણના કાર્યો સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ગરીબ દીકરીઓના ખાતામા જમા કરાવ્યા 11 હજાર રૂપિયા
જામનગરના વતની અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Indian all-rounder Ravindra Jadeja) તેમજ તેમના ધર્મપત્ની અને ભાજપનાં મહિલા નેતા રીવાબા જાડેજાની (Rivaba Jadeja) પુત્રી નિધ્યાનાબાનો ગઈકાલે જન્મદિવસ હતો. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિવસના પ્રસંગની ઉજવણી (Birthday celebrations) સમાજસેવા તથા લોકકલ્યાણના કાર્યો કરીને કરાઈ હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે આજે એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
No description available.
જામનગરમાં ચાંદીબજાર ખાતે આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં સર્વે જ્ઞાતિના જરૂરિયાતમંદ પરિવારના 3 થી 6 વર્ષના પ્રત્યેક 101 દિકરીબાઓ માટે કેન્દ્ર સરકારની સુકન્યા યોજના હેઠળ રૂપિયા 11,000 ની રકમ જમા કરાવવામાં આવી હતી. દીકરીઓને પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલી, જમા કરાવીને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. રિવાબા જાડેજા દ્વારા તેમની દીકરીના જન્મદિનની સમાજસેવા સાથે લોકકલ્યાણના કાર્યો સાથે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
No description available.
ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા જાડેજા દર વર્ષે દીકરી નિધ્યાનાબાના જન્મદિવસે સમાજસેવાના કાર્યો કરતા હોય છે. આ વર્ષે દીકરીઓના ખાતામાં 11 હજાર રૂપિયા આપ્યા, જેથી ભવિષ્યમાં દીકરીઓને તેનો લાભ મળી શકે. આ પહેલા પણ દંપતીએ ગરીબ દીકરીઓને સોનાના ખડગ ભેટમાં આપ્યા હતા.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી બદલાશે તેવી અટકળોને વિરામ, અશોક ગેહલોતની રાહ પર રઘુ શર્મા

0
  • Gujarat Congress in-charge will change

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર. પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા રઘુ શર્માએ અમદાવાદને પોતાનું સરનામું બનાવી લીધું.

ગુજરાત કોંગ્રેસને (Gujarat Congress) લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા એવી ચર્ચા વહેતી થઇ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માથી (Raghu Sharma in charge of Gujarat Congress) દિલ્હી હાઈકમાન્ડ નારાજ  છે. ત્યારે તેઓના સ્થાને મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી અટકળો વહેતી થઇ હતી. ત્યારે પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ પ્રકારની અટકળોને ડામવા અમદાવાદને પોતાનું સરનામું બનાવી લીધું .

ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે :

એટલે કે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે. લો ગાર્ડન નજીક ગુજરાત કોલેજ રોડ પર રઘુ શર્માએ રાખ્યો ફ્લેટ રાખ્યો છે. ચૂંટણી સુધી ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરી સામે અક્ષરદીપ એપાર્ટમેન્ટ રઘુ શર્માનું સરનામું રહેશે. ફ્લેટ સુરત કોંગ્રેસના એક આગેવાનનો હોવાની માહિતી મળી રહી છે. રઘુ શર્માની કામગીરીની હાઇકમાન્ડે (High Command) ગંભીર નોંધ લીધા બાદ આ નિર્ણય લેવાયો. ઉલ્લેખનીય છે કે, 2017માં અશોક ગેહલોત પણ ચૂંટણી સુધી ગુજરાતમાં રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલો વાગી ચૂક્યા છે તો બીજી તરફ નેતાઓની પક્ષ બદલીની સિઝન પણ જામી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ થયું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે.

રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે તેવી ચર્ચા વહેતી થઇ હતી :

રાજ્યસભાની ચૂંટણી નજીકના સમયમાં યોજાનારી છે ત્યારે આ ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. જણાવી દઈએ કે, રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ પરમાર, ઈન્દ્રનીલ રાજ્યગુરુ જેવા દિગ્ગજ નેતાઓ પક્ષને ટાટા-બાયબાય કહી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આલા કમાન એક્શનમાં આવ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે અને રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.

જો કે, આ અટકળોને ડામવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સૌથી મોટો નિર્ણય લીધો છે. એ માટે રઘુ શર્મા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં જ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે.

ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે : અર્જુન મોઢવાડિયા

ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાવાની ચર્ચાને લઇને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે, ‘ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે. કોંગ્રેસ 2022ની ચૂંટણી રઘુ શર્માના માર્ગદર્શનમાં જ લડશે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, પ્રભારીની કામગીરીથી પ્રદેશ નેતાઓ નારાજ હોવાના અહેવાલ ફરતા થયા હતાં.

Gujarat Congress in-charge will change

પીએમ મોદીના સભા સ્થળ નજીક ગજબનો અકસ્માત, રખડતી ગાય ગાડી જોડે ભટકાતા બોનેટના બોલાઈ ગયા ભુક્કા

0

Amazing accident near PM Modi’s meeting place

  • ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. દરરોજ રખડતાં ઢોરના આતંકના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાં બુધવારના દિવસે ગુજરાતના ત્રણ જિલ્લામાં પાટણ, મોડાસા અને પોરબંદરમાં જાહેર રસ્તા પર આખલાઓના યુદ્ધને કારણે લોકો અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો .

રખડતાં ઢોરનો આતંક (The terror of stray cattle) દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દરરોજ કોઈન કોઈ સ્થળ પર ઢોરના આતંકને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે વડોદરા જિલ્લામાંથી રખડતા ઢોરનો એક એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને તેમને આશ્ચર્ય લાગશે. વડોદરામાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ (Event venue) નજીક એક ગાય કાર સાથે ભટકાઈ હતી. આ ગાય કાર સાથે એટલા જોરથી ભટકાતા કારનું બોનેટ ચિરાઈ ગયું અને કારનું બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના (Car windscreen) ભુક્કા બોલાઈ ગયા હતા.

ગુજરાતમાં રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. દરરોજ રખડતાં ઢોરના આતંકના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાં બુધવારના દિવસે ગુજરાતના ત્રણ જિલ્લામાં પાટણ, મોડાસા અને પોરબંદરમાં જાહેર રસ્તા પર આખલાઓના યુદ્ધને કારણે લોકો અને વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી મોદી 18 મી જૂનના રોજ ગુજરાતના વડોદરામાં સભા યોજવા જઈ રહ્યા છે. એવામાં પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ અને રોડ શોની જગ્યાઓ પર રખડતાં ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો. કે, પીએમ મોદીના સભા સ્થળથી એક કિલોમીટર દૂર વાઘોડિયા રોડ પર એક ગાય બેફામ દોડતી આવી રહી છે. આ બેફામ દોડતી ગાય સામેથી આવી રહેલી કાર સાથે ભટકાય છે. આ ગાય કાર સાથે એટલા જોરથી ભટકાય છે કે, કારનું બોનેટ ચિરાઈ જાય છે અને સાથે સાથે કારનું બમ્પર અને કારની વિન્ડ સ્ક્રીનના ભુક્કા બોલાઈ જાય છે. ત્યારે આ અકસ્માતની ઘટનામાં કાર ચાલક અને કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચે છે. સાથે સાથે ગાય કાર સાથે અથડાયા બાદ રોડ પર પટકાય છે. જો કે, બુધવાર બપોરે બનેલા ધડાકાભેર અકસ્માતથી આસપાસમાં રહેતા રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર રખડતાં ઢોરના કારણે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે. ત્યારે વડોદરામાં છેલ્લા એક મહિનામાં રખડતાં ઢોરના આતંકને કારણે 10 થી વધુ લોકોને ઇજાઓ થઇ છે. આ બનાવો બાદ સમગ્ર શહેરમાંથી શહેરના માર્ગો પર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતાં ઢોર બાદ રખડતાં આખલાઓના કારણે લોકોનું રસ્તા પરથી પસાર થવું પણ જોખમ ભરેલું સાબિત થઈ રહ્યું છે. લોકો માગણી કરી રહ્યા છે કે ઝડપથી તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરે અને આખલાઓના આતંકથી લોકોને મુક્તિ અપાવે.

નૂપુર શર્મા, સબા નકવી સહિત 9 લોકો સામે FIR દાખલ, ભડકાઉ નિવેદન મામલે દિલ્હી પોલીસે લીધા એક્શન

0

FIR filed against 9 people including Nupur Sharma

  • ભડકાઉ નિવેદન મામલે હવે નૂપુર શર્મા, સબા નકવી, મુફ્તી નદીમ સહિત 9 લોકો સામે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની સાયબર યુનિટ દ્વારા કાર્યવાહી
પૈગમ્બર મોહમ્મદ (Prophet Muhammad) વિરુધ્ધ ટિપ્પણીને લઈ ચર્ચામાં આવેલી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા (Former spokesperson Nupur Sharma) સામે મોટી કાર્યવાહી સામે આવી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલની સાયબર યુનિટ દ્વારા નૂપુર શર્મા સહિત 9 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં આ તમામ લોકો સામે ધર્મની વિરુધ્ધ અશોભનીય ટિપ્પણી કરી માહોલ ખરાબ કરવાનો આરોપ છે.
ભાજપની પૂર્વ પ્રવક્તા નુપૂર શર્મા હાલ પોતાના એક નિવેદનને લઈ ભારે ચર્ચામાં છે. તો વળી નૂપુર શર્માએ પોલીસને જણાવ્યું છે કે, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જેને લઈ દિલ્હી પોલીસે નૂપુર શર્મા અને તેમના પરિવારને સુરક્ષા આપી છે. આ સાથે નૂપુર શર્મા સહિત 9 લોકો સામે નોંધાયેલી ફરિયાદને લઈ વધુ તપાસ શરૂ કરી છે.
શું હતો સમગ્ર મામલો ?

ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટ દરમ્યાન પૈગમ્બર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. જે પછી વિવાદ ખૂબ વિવાદ વધ્યો હતો. જેને કારણે અરબના દેશોએ પણ નૂપુર શર્માની ટિપ્પણીની નિંદા કરી હતી.

ભાજપે નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા :

આ તરફ ટીવી ડિબેટના આપેલ નિવેદનને લઈ ભારે વિવાદ થયો હતો. જેથી ભાજપ દ્વારા નૂપુર શર્માને સસ્પેન્ડ કરી દીધી હતી. તો આ સાથે ભાજપે એક પત્ર જાહેર કરીને કહ્યું લે, આવી ટિપ્પણીઓ ભાજપના મૂળ વિચારના વિરોધમાં છે.

વિવાદ વધતાં નૂપુર શર્માએ માફી માંગી  :

પોતાના નિવેદનને લઈ વિવાદમાં આવેલી નૂપુર શર્માએ હવે માફી પણ માંગી છે. નૂપુરે કહ્યું કે, હું મારા શબ્દો પાછા ખેંચું છું. મારી ઈચ્છા ક્યારેય કોઈને ઠેંસ પહોંચાડવાની ન હતી. જો મારા શબ્દોથી કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચી હોય તો હું મારા શબ્દો પાછા ખેંચું છુ.

ધમકીઓ મળતા પોલીસે આપી સુરક્ષા :

આ તરફ નૂપુર શર્માના નિવેદનને તેને ધમકીઓ પણ મળી રહી છે. જેને લઈ દિલ્હી પોલીસ હરકતમાં આવી અને નૂપુર શર્માને પોલીસ સુરક્ષા પૂરી પાડી છે. નૂપુર શર્મા સામે ફરિયાદ નોંધાયા બાદ હવે પોલિસે નૂપુર અને તેમના પરિવારની સુરક્ષામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

કોની કોની સામે નોંધાઈ ફરિયાદ ? 

 આ એક કાળા પત્થરને કારણે સુરતનો આખો કાપડ ઉદ્યોગ પડી ભાંગશે , જાણો શું છે સમગ્ર મામલો

0

The whole textile industry of Surat

  • સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અનેક પડકારો સમયાંતરે સામે આવતા રહે છે, અત્યારે હાલ કાપડ ઉદ્યોગમાં પણ મંદિરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ લિગ્નાઈટની અછત અને તેના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની સાથે મિલમાલિકોની પણ હાલત ખૂબ જ કફોડી બની છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ (Textile industry) માટે અનેક પડકારો સમયાંતરે સામે આવતા રહે છે, અત્યારે હાલ કાપડ ઉદ્યોગમાં પણ મંદિરનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બીજી તરફ લિગ્નાઈટની અછત (Lignite deficiency) અને તેના ભાવના વધારાને કારણે અને કાપડ વેપારીઓની (Textile merchant) સાથે મિલમાલિકોની પણ હાલત ખૂબ જ કફોડી બની છે.

સુરતનો કાપડ ઉદ્યોગ સળગતા લાવા પર ઉભો છે તેમ કહી શકાય. આ ઉદ્યોગ અનેક અન્ય ઉદ્યોગ સાથે જોડાયેલો છે, જેને કારણે ટેક્સટાઈલ મિલો ધમધમે છે. જેમાં એકપણ બાબતને અસર થાય તો આખા કાપડ ઉદ્યોગને અસર પડે છે અને મંદીના વાદળો છવાઈ જાય છે. હાલ સુરતના કાપડ ઉદ્યોગમાં લિગ્નાઈટ ખૂટી પડ્યુ છે. સુરતમાં જેટલી મિલો છે, તેમાં રોજ 22500 ટન લિગ્નાઈટની જરૂરિયાત છે.

તેની સામે માત્ર 2000 ટનનો જથ્થો ઉદ્યોગોને મળી રહ્યાં છે. બીજી અસર લિગ્નાઈટના ભાવને કારણે પડી છે. સરકારે એક જ વર્ષમાં લિગ્નાઈટના ભાવમાં 600 ટકાનો વધારો કરાયો છે. એક વર્ષ પહેલા લિગ્નાઈટના 1 ટનનો ભાવ 2 હજાર રૂપિયા હતો, જે આજે 6000 રૂપિયા પર પહોંચી ગયુ છે. આમ, પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ છે.

આ અછત વિશે મિલ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારીયા કહે છે કે, સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં જેટલા પણ પ્રોસેસિંગ યુનિટો છે, તેમાં ઇંધણ તરીકે ઈમ્પોર્ટેડ કોલસો, લિગ્નાઇટ અને ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ લિગ્નાઈટનો સૌથી વધુ વપરાશ કરવાની ઈચ્છા હોવા છતાં પણ લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો નથી. રોજના 22,500 ટન લિગ્નાઇટની જરૂરિયાતની સામે માત્ર 2000 ટન મળે છે, જેને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. લિગ્નાઇટ પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે આર્થિક બોજાએ ટેક્સટાઇલ ઉદ્યોગના ઉત્પાદનખર્ચ પર કરોડો રૂપિયાનો બોજો વધી રહ્યો છે, જે ટેક્સટાઈલ યુનિટોને પોસાય એમ નથી.

લિગ્નાઈટના ભાવ વધવાનું શું છે કારણ :

લિગ્નાઈટના ભાવ વધવાનુ મુખ્ય કારણ ચીન છે. ભારતમાં ઈન્ડોનેશિયાથી આવતા લિગ્નાઈટની માંગ વધુ હતી. પરતુ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વેપારી સંબંધો બગડતા ચીને હવે ઈન્ડોનેશિયાથી લિગ્નાઈટ લેવાનુ શરૂ કર્યુ છે. જેને કારણે ઈન્ડોનેશિયાથી આવતા લિગ્નાઈટનો ભાવ વધી ગયો છે. જેની સીધી અસર ટેક્સટાઈલ ઉદ્યોગ પર પડી છે.

સુરતના મિલ એસોસિયેશન દ્વારા આ અંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પણ રજુઆત કરવામાં આવી છે. જેમને પણ મિલ માલિકોને આશ્વાસન આપતા કહ્યું છે કે લિગ્નાઇટની સમસ્યા ટુક સમયમાં સોલ્વ કરવામાં આવશે. આ ઉપરાંત લિગ્નાઇટના કાળા બજાર કરમાર લોકોને પણ નહીં છોડવામાં આવે.

The whole textile industry of Surat

સેક્સી નહી નશીલો મેકઅપ : આ પાવડર લગાવતાની સાથે જ યુવતીઓ ભુલી જતી ભાન અને…

Sexy not intoxicating makeup

  • ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને પાર્સલ થકી થતું હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.

ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સને (Drugs abroad) પાર્સલ થકી થતું હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે (Crime Branch) પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના (Crime Branch and Customs Department) જોઇન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું (Ketamine hydrochloride drugs) પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કરવામાં આવ્યુ છે.

ક્રાઇમ બ્રાન્ચે જે કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ પડકયું છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમા થતો હોય છે. સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાતમાંથી હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થો પકડાયો છે. શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે, ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને હોલ્ટ કરાવ્યું હતું. કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલ માં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું તેની પર શંકા જતા FSLમાં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું.

જે અંગે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે..જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું. જે નવસારીથી USA મોકલવાનું હતું. પરતું ક્રાઇમ બ્રાંચની ટીમને આ અંગે માહિતી મળતા પાર્સલને અટકાવી કસ્ટમના અધિકારીને ડ્રગ્સ હોવાની માહિતીથી વાકેફ કરી તપાસ શરૂ કરી.

ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પકડી લઈ ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશંકા છે. જે દિશામ ક્રાઇમ બ્રાંચે અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે.

Sexy not intoxicating makeup