Friday, Mar 21, 2025

રમતા-રમતા 300 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું બાળક, જુઓ ઓપરેશનની દિલધડક તસ્વીરો

3 Min Read

A child falls into a 300-foot-deep borewell

ભારતીય સેના (Indian Army) શ્રેષ્ઠ એમ જ માનવામાં આવતા નથી, તેઓના કાર્યને કારણે તેઓને શ્રેષ્ઠ ગણવામાં આવે છે . હાલમાં ભારતીય સેનાને એવું જ કામ કરી બતાવ્યું છે. હકીકતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના દુદાપુર ગામ (Dudapur village) ની સીમમાં આવેલી એક વાડીમાં મંગળવારે સાંજના સાત વાગ્યાની આસપાસ અઢી વર્ષનો શિવમ (Shivam) રમતાં રમતાં 300 ફૂટથી વધુ ઊંડા બોરમાં પડી ગયો હતો. જેને ભારતીય સેના દ્વારા 40 મિનિટમાં જ રેસ્ક્યૂ કરી બચાવાયું હતું.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ તંત્રને થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.

ગત રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં બેથી અઢી વર્ષનું એક માસૂમ બાળક રમતાં રમતાં બોરમાં પડ્યું હોવાની ઘટના બની હતી. આ અંગેની જાણ ધ્રાંગધ્રા ખાતેના આર્મી યુનિટને કરવામાં આવી હતી. જાણ થતા જ તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમને પણ જાણ કરવામાં આવી હતી અને ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી. તેથી આર્મીના જવાનોએ 40 મિનિટ સુધી ઓપરેશન હાથ ધરીને શિવમને હેમખેમ બહાર કાઢ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુરની સીમમાં ખેતરમાં મજૂરી કામ કરતા અને મધ્યપ્રદેશ રહેતા મુનાભાઈનો દીકરો શિવમ, જેની ઉંમર અંદાજિત બે વર્ષ જેટલી છે. સાંજના સમયે શિવમની માતા રસોઇ બનાવી રહ્યા હતા અને પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. આ દરમિયાન બાળક રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગયો હતો. બોરવેલમાં 30 ફૂટે બાળક ફસાયેલો હતો. આ ઘટના બનતાં ત્યાં મજૂરીકામ કરતા અને શિવમની માતાને જાણ થતાં તેને ગામના લોકોને વાત કરી હતી. બાદમાં રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું .

10 2 - Trishul News Gujarati Dhrangadhra, Dudapur village, indian army, surendranagar

આ દરમિયાન આર્મીની ટીમ આવીને ખૂબ ટૂંક સમયમાં લગભગ 40 મિનિટમાં જ આ માસૂમ બાળકને રેસ્ક્યૂ કરીને બહાર જીવિત કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ બાદ શિવમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદમાં તેને સુરેન્દ્રનગર રિફર કરાયો હતો. શિવમ હેમખેમ બહાર આવતા તમામ લોકોએ સેનાના કાર્યની બિરદાવી હતી. આર્મીના આવા કાર્યને કારણે જવાનોને ખરેખર સલામ કરવાનું મન થાય.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

A child falls into a 300-foot-deep borewell

Share This Article