HomeGujaratસી-પ્લેન મેઈન્ટેનન્સમાં ગયું એ ગયું, પાછું આવ્યું જ નહીં : કોઈ એજન્સીને...

સી-પ્લેન મેઈન્ટેનન્સમાં ગયું એ ગયું, પાછું આવ્યું જ નહીં : કોઈ એજન્સીને રસ ન હોવાથી પ્રોજેક્ટ બંધ થવાના આરે

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Sea-plane maintenance gone

  • સી-પ્લેન પ્રોજેક્ટને કોઇ પણ એજન્સી ચલાવવા તૈયાર ન હોવાના કારણે PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે આવી ગયો છે.

અમદાવાદથી કેવડીયા સરળતાથી પહોંચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi’s dream proje) સી-પ્લેન શરૂ કરવામાં આવ્યો હતો. જે પ્રોજેક્ટ હવે બંધ થવાના આરે છે. આ પ્રોજેક્ટમાં આવક કરતાં ખર્ચ વધારે થતો હોવાથી કોઈ પણ એજન્સી આ પ્રોજેક્ટને ચલાવવા તૈયાર નથી. સી-પ્લેનમાં ખરાબી આવવાથી મેન્ટેનન્સ માટે મોકલવામાં આવ્યું હતું. જે બાદ પરત ફર્યું નથી. આ સેવા ફરી ક્યારે શરૂ થશે તે અંગે પણ હજુ કોઈ માહિતી નથી.

સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું

દેશમાં સર્વપ્રથમ સી-પ્લેન સેવા પ્રારંભ કરવાનું ગૌરવ ગુજરાત ચોકકસથી લઈ શકે છે. પરંતુ આ સેવાના પ્રારંભ બાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા હવે ભવિષ્યમાં શરૂ થશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકારે સી-પ્લેન સેવા એક સહેલાણી આકર્ષણ તરીકે શરૂ કરી હતી અને તેનો હેતુ ઉમદા હતો કે આપણા જળમાર્ગોનો ઉપયોગ વધે પરંતુ આ સેવામાં વારંવાર વિધ્ન આવ્યા હોવાથી સરકારે સી-પ્લેન પ્રોજેક્ટને જ હાલ હોલ્ડ પર મૂકી દીધો હોય તેવું લાગી રહ્યું છે. સી-પ્લેનને મેન્ટેનન્સ માટે મોકલ્યા બાદ હજુ સુધી સી-પ્લેન પરત નથી ફર્યું.

રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા ખર્ચ કર્યો :

તમને જણાવી દઇએ કે, આ સમયગાળામાં પણ સી-પ્લેન સેવા અવારનવાર બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારે પણ અગાઉ બજેટ સત્રમાં સ્વીકાર્યું હતું કે રાજ્ય સરકારે રૂ. 7.70 કરોડની રકમ આ સેવાનો પ્રારંભ કરવા માટે ખર્ચ કર્યો હતો. અગાઉ ત્રણ ખાનગી કંપનીઓએ આ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવા બીડ કરી હતી પરંતુ તેના ઉંચા ઓપરેટીંગ ખર્ચના કારણે તેમજ સહેલાણીઓ નહીં મળતા હોવાના કારણે આ સેવામાં કોઈ ખાનગી ઓપરેટરોએ રસ દાખવ્યો નથી

ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

Sea-plane maintenance gone

Subscribe

Latest stories