Unique temple! Remains submerged
- હિમાચલમાં કાંગડા જિલ્લાના જવાલી નજીક સ્થિત પૌંગ ડેમ તળાવમાં બાથૂ કી લડી મંદીર આવેલુ છે.માન્યતા છે કે, આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. આ મંદિર વર્ષમાં 8 મહિના પાણીમાં જ ડૂબેલુ રહે છે.બાકી ચાર મહિના આ મંદિરના દર્શન થાય છે.
કાંગડા જીલ્લાના જવાલી નજીક આવેલ બાથૂ કી લડી મંદિર વર્ષમાં 8 મહિના પૌંગ ડેમના તળાવમાં મળી જાય છે. ફક્ત 4 મહિના જ તે તળાવની બાર આવે છે. માન્યતા છે કે આ મંદિરોને પાંડવોએ મહાભારત કાળનાં એકાંતવાસ દરમિયાન બનાવ્યું હતું. અને અહિંયા 11 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.
તળાવના મધ્યમાં આવેલ છે આ મંદિર :
આ દરમિયાન પાંડવોએ સ્વર્ગ જવા માટે એક સીડીનો નિર્માણ પણ કરાવ્યું હતું.જે કોઈ કારણવશ સ્વર્ગના રસ્તાથી માત્ર થોડા અંતર સુધી બની હતી.આ મંદિરમાં જવા માટે પઠાનકોટથી કાંગડા તરફ જસૂરથી જવાલી તરફ જવું પડે છે.અને જવાલીથી લગભગ 15 કિલોમીટર દૂર પૌંગ ડેમના તળાવની વચ્ચો વચ્ચ આ મંદિર આવેલુ છે.
મંદિર સુધી જવાનો એક માત્ર સહારો હોડી :
ચારો તરફ તળાવનું પાણી અને વચ્ચે ટાપૂનુમા જગ્યા પર બનેલા બાથૂ કી લડી મંદિરોના દર્શન કરવા લોક દૂર દૂર આવે છે.આ મંદિરમાં જવા માટે એક માત્ર વિકલ્પ હોડી હોય છે,જેના પર સવાર થઈને લોકો મંદિર પહોચે છે.
ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
Unique temple! Remains submerged