બેંકોના શેરોમાં આવી શકે છે તેજી, જાણો ક્યો સ્ટોક છે સૌથી શ્રેષ્ઠ

Share this story

Bank stocks may rise

  • RBI monetary policy : આરબીઆઇ (RBI)ના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને (Bank Share) પસંદ આવ્યો છે. ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટી (Bank Nifty) માં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે .

આરબીઆઇએ પોલિસી રેટ (RBI Policy Rate) કે રેપો રેટ (Repo Rate)માં વધારો કર્યો છે, પરંતુ કેશ રિઝર્વ રેશિયો (CRR)માં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન (No Change in CRR) હતો. પોલિસીની જાહેરાત પૂરી થતાં જ તેની સીધી અસર બેન્કિંગ સેક્ટરના શેર (Banking Sector Stocks) પર જોવા મળી રહી છે. સવારે લગભગ બધી જ બૅન્કો લાલ રંગમાં ટ્રેડ કરી રહી હતી. પરંતુ થોડા જ સમયમાં બધા શૅર ઉપરની તરફ જવા લાગ્યા હતા. જો કે, બપોરે 12 વાગ્યા બાદ ફરી એકવાર બેન્કિંગ શેરોમાં વેચવાલી શરૂ થઈ હતી.

બપોરે બેન્ક નિફ્ટી ફરી નેગેટિવ થઇ ગયો હતો. પરંતુ જાહેર ક્ષેત્રની બેન્કોએ બપોરે 3 વાગ્યા સુધી સારી તેજી જાળવી રાખી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને કેનેરા બેન્કમાં પીએસયુ બેન્કોમાં સારી તેજી જોવા મળી હતી. ખાનગી બેન્કોની વાત કરીએ તો બિઝનેસ સેશનના અંત સુધી માત્ર એચડીએફસી બેન્ક જ સારો ગ્રોથ જાળવી શકી હતી.

RBIના નિર્ણયને બેંકિંગ સેક્ટરે વધાવ્યો :

બજારના જાણકારોનું કહેવું છે કે, આરબીઆઇના રેપો રેટમાં વધારો કરવાનો અને CRR નહીં વધારવાનો નિર્ણય બેન્કિંગ સેક્ટરને પસંદ આવ્યો છે. એનાલિસ્ટ્સનું કહેવું છે કે, આ એક સારી વાત છે કે આરબીઆઈએ ગ્રોથની સંભાવનાને સંપૂર્ણપણે નકારી નથી. જો ફુગાવો ઘટે તો ફરી એકવાર આપણને ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે. આ સ્થિતિમાં અર્થતંત્રમાં ધિરાણની માગ વધતી જોવા મળશે. જેનો ફાયદો બેન્કિંગ સેક્ટરને મળશે.

બેંકો માટે વિન-વિન સ્થિતિ :

મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે, આજની આરબીઆઇની પોલિસી જાહેરાતમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને સીઆરઆરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આશા છે કે આનાથી બેંકિંગ બિઝનેસને ફાયદો થશે. જો સીઆરઆર વધારવામાં નહીં આવે તો બેન્કોને લોન આપવા માટે વધુ દેવું થઇ જશે. આ સાથે જ રેપો રેટમાં વધારાને જોતા તે પોતાના વ્યાજ દરોમાં વધારો કરી શકશે. બેન્કિંગ સેક્ટર માટે આ સ્થિતિ સારી છે.

બેંકો જાળવી શકશે લિક્વિડીટી :

લેડરઅપ વેલ્થ મેનેજમેન્ટના રાઘવેન્દ્ર નાથનું કહેવું છે કે, સીઆરઆરમાં વધારાની અપેક્ષા હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે આરબીઆઇએ હાલ પૂરતી બેન્કો સાથે લિક્વિડિટી જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે સીઆરઆરમાં વધારો કરવામાં આવ્યો નથી. ચોઇસ બ્રોકિંગના સુમિત બગડિયાનું કહેવુ છે કે નિફ્ટી બેન્ક હાલ 34,700 – 35,500ની રેન્જમાં જોવા મળી રહી છે. તેના ઉપરના લેવલને તોડ્યા બાદ બેન્ક નિફ્ટીમાં 1000 અંકોનો વધારો જોવાને મળી શકે છે. સુમિત બગડિયાનું કહેવુ છે કે, સીઆરઆર ન વધારવાનો નિર્ણય બેંકોને ખુશ કરવાનો છે. આ કારણે બેન્કિંગ સ્ટૉકમાં તેજી જોવા મળી શકે છે.

ક્યાં શેરોની ખરીદી કરાવી શકે છે ફાયદો ?

જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંઘલનું કહેવું છે કે, આરબીઆઇ પોલિસીની જાહેરાત બાદ રોકાણકારોએ એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્કના શેર પોતાના પોર્ટફોલિયોમાં ઉમેરવા જોઇએ. તમે તેમાં સારી તેજી જોઈ શકો છો. રવિ સિંઘલ કહે છે કે, જે લોકો તેમના પોર્ટફોલિયોમાં કેટલાક બેંકિંગ સ્ટોક ઉમેરવા માંગે છે, તેઓએ એસબીઆઈને પ્રથમ પસંદગી આપવી જોઈએ. ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક અને એચડીએફસી બેન્ક પર નજર રાખવી જોઈએ.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :

Bank stocks may rise