સિગારેટ છોડનારને સરકાર આપશે 40 હજાર રોકડા, જાણો ક્યાં લેવાયો નિર્ણય

Share this story

The government will provide

  • સરકાર લોકોને ધુમ્રપાન છોડવા માટે ઘણી અપીલો કરતી હોય છે. પરંતુ તેના યોગ્ય પરિણામો જોવા મળતા નથી. ત્યારે બ્રિટેનમાં એક શહેરમાં ધુમ્રપાન છોડવા પર સરકાર રોકડ પુરસ્કાર આપશે.

સરકારો પણ ધુમ્રપાનની (Smoking) લતમાંથી મુક્તિ મેળવવા માટે તમામ પ્રયાસો કરે છે. તાજેતરમાં જ યુકેના એક શહેરમાં સ્મોકિંગથી છુટકારો (Get rid of smoking) મેળવવાના આયોજનો પણ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જો ધૂમ્રપાન કરનારાઓ ધૂમ્રપાન કરવાનું બંધ કરે છે, તો તેના બદલામાં સરકાર તેમને રોકડ પુરસ્કાર (Cash prizes) આપશે.

ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક :

આપણે ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હકીકત પણ એજ છે. એવું કહેવામાં આવે છે કે ધૂમ્રપાનને કારણે  કેન્સર થાય છે. આ બધી વાતો જાણ્યા પછી પણ લોકો તેને છોડી શકતા નથી. ધૂમ્રપાન કરનારાઓ કહે છે કે તેનું વ્યસન એવું છે કે તેઓ ઇચ્છે તો પણ તેને છોડી શકતા નથી.

સરકાર તમામ પ્રયાસો કરે છે :

ધુમ્રપાનની લત છોડાવવા માટે સરકારો પણ તમામ પ્રકારના પ્રયાસો કરે છે. તાજેતરમાં જ બ્રિટેનના એક શહેરમાં સ્મોકિંગથી છુટકારો મેળવવા માટે યોજના બનાવી છે. બ્રિટેનના આ શહેરમાં ધૂમ્રપાન કરનારાઓને એક આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે કે જો તેઓ ધૂમ્રપાન બંધ કરશે, તો બદલામાં સરકાર તેમને રોકડ પુરસ્કાર આપશે.

બ્રિટેનના આ શહેરમાં યોજના લાગુ :

એક અહેવાલ અનુસાર આ યોજના બ્રિટેનના ચેશાયર ઈસ્ટ શહેરમાં લાગુ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જે પણ સ્મોકિંગ છોડશે તેને 20 હજાર રૂપિયા અને સ્મોકિંગ કરનારી ગર્ભવતી મહિલાને 40 હજાર રૂપિયા આપવામાં આવશે. આ યોજના લાવીને સ્થાનિક પ્રશાસન તંત્રને આશા છે કે પૈસાની લાલચમાં લોકો ધૂમ્રપાન છોડી દેશે અને આ રીતે લાખો લોકોના જીવ બચી જશે.

સરકારે બજેટ બહાર પાડ્યું :

આ યોજના માટે પ્રશાસને 116,500 પાઉન્ડ (અંદાજે 1 કરોડ રૂપિયા)નું બજેટ પસાર કર્યું છે. આ રકમ માત્ર રોકડ પુરસ્કાર આપવા માટે જ ખર્ચ કરવામાં આવશે.

લોકોને થશે આ ત્રણ ફાયદા :

આંકડા મુજબ જો કોઈ વ્યક્તિ દિવસમાં 20 વખત સ્મોકિંગ કરે છે તો તે વાર્ષિક 4.4 લાખ રૂપિયા ખર્ચ કરે છે. જો તે સ્મોકિંગ છોડી દે તો વ્યક્તિ સ્વાસ્થ્યની સાથે સાથે પૈસાની બાબતમાં પણ બચત કરી શકે છે. સાથે જ તેને સરકાર તરફથી ઈનામ મળશે તે બોનસ છે.

આ ટેસ્ટમાં પાસ થવું પડશે :

મહત્વનું છે કે સરકાર આ માટે ટેસ્ટ કરશે. આ અંતર્ગત ધૂમ્રપાન કરનારાઓએ એક્સહેલ્ડ કાર્બન મોનોક્સાઇડ ટેસ્ટ આપવું પડશે, તે પછી જ તે સાબિત થશે કે તેમણે ધૂમ્રપાન છોડી દીધું છે. સાથે જ જો આ યોજનાનું પૂર્વ ચેશાયરમાં યોગ્ય પરિણામ મળશે તો બાકીના શહેરોમાં પણ તેનો અમલ કરવામાં આવશે.