Shilpa Shetty Birthday Gujarat Guardian
- બોલીવુડમાં ફિટનેસ અને ફિગર બન્ને માટે જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ છે. શિલ્પાનો આજે 47મો બર્થ ડે છે. ત્યારે આજે તેની વેનિટિ વાન વિશે જાણીએ રસપ્રદ વાત અને જોઈએ તેની એક્સક્લુસિવ તસવીરો.
શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) બોલીવુડની હોટ ગર્લમાંથી એક માનવામાં આવે છે. શિલ્પા આજે પણ પોતાનો 47મો બર્થ ડે મનાવી રહી છે. તેમ છતાં આજે પણ તે શિલ્પા પોતાના હોટ ફિગર અને ફિટનેસ (Hot figure and fitness) માટે ફેમસ છે. જન્મદિવસ પર શિલ્પા શેટ્ટીએ પોતાની જાતને એક હરતું ફરતું ઘર ગિફ્ટ કર્યું. જેની અંદરની તસવીરો જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. આવી સુવિધાઓ તો તમારા ઘરમાં પણ નહીં હોય.
ફિટનેસ ફ્રીક એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પોતાની જાતને એક લક્ઝુરિયસ વેનિટી વેન ગિફ્ટ કરી છે. જેમાં ખાસ યોગ માટે જગ્યા ડિઝાઈન કરવામાં આવી છે. ફિટનેસ માટે શિલ્પાનો પ્રેમ સૌને ખબર જ છે. ત્યારે તેમાં એક સ્ટેપ આગળ જઈને શિલ્પાએ હવે વેનિટીમાં પણ એવી વ્યવસ્થા કરી છે કે તે યોગ કરી શકે. જન્મદિવસ પર શિલ્પાએ
પોતાની જાતને આ ભેટ આપી છે. જેવી ઈન્ડસ્ટ્રીમાં કોઈ પાસે નથી.
આ વૈભવશાળી વેનિટી વાન ખાસ શિલ્પા શેટ્ટી કુંદ્રા માટે ડિઝાઈન કરવામાં આવી છે. જેમાં કિચન છે. બાથરૂમ છે, જેમાં હેર વૉશ કરવાની ખાસ વ્યવસ્થા છે. સાથે યોગા ડેક છે. જ્યાં શિલ્પા યોગ કરી શકે છે. એટલે કે જ્યાં તેની વેનિટી હશે ત્યાં શિલ્પા યોગ કરી શકશે. વેનિટીમાં એકદમ ઝાકમઝોળ વાળો મેકઅપ રૂમ પણ છે.
શિલ્પા શેટ્ટીનો સિતારો હાલ ચમકી રહ્યો છે. ઓટીટી હોય કે ટીવી, દરેક પ્લેટફોર્મ પર તે સફળતા મેળવી રહી છે. સાથે જ તે પોતાની ફિટનેસ એપ પણ બનાવી ચુકી છે. હવે શિલ્પા શેટ્ટી ફિલ્મ નિકમ્મામાં જોવા મળશે. જે જુન 17ના રિલીઝ થવા જઈ રહી છે. 15 વર્ષ બાદ રિલીઝ થવા જઈ રહેલી શિલ્પાની આ ફિલ્મની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
ઈ- પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો :
Shilpa Shetty Birthday Gujarat Guardian