Son became his own mother’s killer for PUBG
લખનૌ (Lucknow)માં એક સગીર છોકરાએ તેની માતાની હત્યા કરી. કારણ માત્ર એટલું હતું કે, માતાએ PUBG ગેમ રમવાની ના પાડી હતી. મંગળવારે રાત્રે યમુનાપુરમ કોલોનીથી (Yamunapuram Colony) પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરવામાં આવ્યો હતો કે પડોશીના ઘરમાંથી ખુબ જ તીવ્ર ગંધ આવી રહી છે. જ્યારે પોલીસ રાત્રે જ આ ઘરે પહોંચે છે, ત્યારે ઘરમાં એક સગીર ભાઈ-બહેન મળે છે, પરંતુ જ્યારે અંદરના બેડરૂમનો દરવાજો ખોલતા જ બધા સ્તબ્ધ થઈ જાય છે.
રૂમની અંદર મહિલાની લાશ (The corpse of a woman) જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી. મળેલી લાશ આ બે બાળકોની માતાની હતી, મામલો હત્યાનો હતો, પરંતુ આ હત્યા પાછળની કહાની એવી છે કે જાણી ને, દેશના સેકંડો માતા-પિતાના હોશ ઉડી જશે. મોબાઈલ ગેમિંગની લતએ પુત્રને તેની માતાનો ખૂની બનાવ્યો. હત્યારો પુત્ર બે દિવસ સુધી માતાની લાશ સાથે ઘરમાં જ રહ્યો.
PUBG રમવાની ના પાડી તો…
મોબાઈલ ગેમિંગના વ્યસનથી મજબૂર પુત્રએ તેની માતાનો જીવ લીધો તે માનવું મુશ્કેલ છે, પરંતુ લખનૌ પોલીસનો દાવો છે કે તેણે આ હત્યા કેસને થોડા કલાકોમાં ઉકેલી લીધો છે અને તેના મતે, હત્યાની આ થિયરી 100% સાચી છે. આરોપી સગીરે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેની માતા તેને મોબાઈલ પર PUBG ગેમ રમવાથી રોકતી હતી.
હત્યા બાદ બહેન બીજા રૂમમાં બંધ કરી દીધી :
દરરોજ માતાની રોકટોકથી ગુસ્સે થઈને તેણે રવિવારે મધરાતે પિતાની લાયસન્સવાળી પિસ્તોલ વડે તેની માતાને માથામાં ગોળી મારી દીધી હતી. માતાના મૃત્યુ બાદ તેણે મૃતદેહને રૂમમાં બંધ કરી દીધો હતો અને નાની બહેનને ધમકાવીને અન્ય રૂમમાં બંધ કરી દીધી હતી અને આખા બે દિવસ સુધી માતાની લાશ સાથે આ ઘરમાં બંધ રહ્યો હતો.
દુર્ગંધ પડોશીઓ સુધી પહોંચી અને ખુલ્યું રહસ્ય :
જ્યારે પોલીસ આ ઘરમાં પ્રવેશી ત્યારે અસહ્ય ગંધ આવી રહી હતી. જ્યારે મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે આરોપી પુત્રએ તેને છુપાવવા માટે ઘરમાં રૂમ ફ્રેશનર છાંટ્યું હતું. આમ છતાં મૃતદેહની દુર્ગંધ પડોશીઓ સુધી પહોંચી અને આ ઘટનાનો પર્દાફાશ થયો.
Son became his own mother’s killer for PUBG