How terrible is the result when
પતિ પત્ની (Husband-wife) વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. પરંતુ ઘણીવાર આ ઝઘડા એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. હાલ આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં પતિએ પોતાની જ પત્નીનો હાથ કાપી નાખ્યો હતો. પત્ની નોકરી પર જતા પતિ એટલો ઉશ્કેરાયો કે તેની જ પત્નીનો હાથ કાપી નાખ્યો હતો. પતિનો ઘા એટલો જોરદાર હતો કે, પત્નીનો હાથ જ કાંડાથી સાવ અલગ થઈ ગયો હતો.
ઘટના પૂર્વ બર્દવાન (East Burdwan) જિલ્લાના કેતુગ્રામની (Ketugram) છે. પીડિત યુવતી સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં પતિને ડર લાગવા લાગ્યો કે જો તેની પત્ની નોકરી કરવા લાગી તો તે તેનાથી દૂર થઈ જશે અને તેને છોડી દેશે. તે પછી તે બીજા પુરુષ સાથે લગ્ન કરશે.
પત્ની રોજ નોકરી પર જવા લાગી ત્યારે તેના પતિની શંકા વધતી ગઈ અને બેચેની બની ગઈ. શખ્સના મિત્રોએ તેને ઉશ્કેરવાનું કામ કર્યું, કારણ કે તેઓ હંમેશા આ વ્યક્તિને કહેતા કે એક દિવસ તેની પત્ની તેને છોડીને બીજા પુરુષ સાથે લગ્ન કરી લેશે.
મહિલાએ કહ્યું કે, ‘જ્યારે મારું નામ સરકારી નોકરીમાં આવ્યું તો પતિએ વિચાર્યું કે તે તેને આ નોકરી કરવા દેશે નહીં. મેં તેને ઘણી વખત સમજાવ્યું, પરંતુ અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા. એક દિવસ મારે દુર્ગાપુર જવાનું હતું, તે પહેલા મારા પતિએ મને બોલાવી. તેના મનમાં શું ચાલી રહ્યું છે તેનાથી હું સંપૂર્ણપણે અજાણ હતી. 10 વાગે રાત્રિભોજન કર્યા પછી, જ્યારે હું સુતી, ત્યારે મેં રાત્રે બે વાર મારી આંખો ખોલી અને જોયું કે તે વારંવાર વૉશરૂમમાં જતો હતો. પૂછવા પર તેણે કહ્યું કે તેના પેટમાં દુખાવો છે.’
પીડિતાએ વધુમાં જણાવ્યું કે, ‘થોડી જ વારમાં મારા મોં પર કોઈએ ઓશીકું મૂક્યું છે અને કોઈ મારો હાથ પકડી રાખ્યો. અને પછી કાતર જેવી ધારદાર વસ્તુ વડે મારો હાથ કાપી નાખ્યો. ત્યાં કુલ 3 લોકો હતા અને જ્યારે બાકીના લોકો ત્યાંથી નીકળી ગયા, ત્યારે પણ તેઓએ મારા મોં પર ઓશીકું મૂકી દીધું.
ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
How terrible is the result when