હાય રે બેકારી હાય હાય ! ગુજરાતમાં બેરોજગારીનો બોલતો પુરાવો, તલાટીની 3400 જગ્યા ને ઉમેદવારો 17 લાખ !

Share this story

Speaking evidence of unemployment in Gujarat

રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની ભરતીમાં 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 3 હજાર 400 જગ્યા સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે. 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે કે શિક્ષિત બેરોજગારોનું ઘોડાપુર ઉમટ્યું છે.

સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી :

નોંધનીય છે કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે.

તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા :

રાજ્યભરમાંથી અધધધ કહી શકાય એટલાં 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. આ આંકડાઓ રાજ્યમાં બેરોજગારીની વાસ્તવિકતા દર્શાવે છે અને યુવાનોને પૂરતી રોજગારી મળી રહે છે એવાં સરકારના પોકળ દાવાને પણ ખુલ્લા પાડી રહી છે. તલાટીની એક જગ્યા માટે 500 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા જામશે. એ પરથી અંદાજ મેળવી શકાય છે કે, ગુજરાતમાં બેકારીનું પ્રમાણ કેટલી હદે પહોંચ્યું છે.

જ્યારે-જ્યારે સરકારી ભરતી આવે છે ત્યારે-ત્યારે દેખાય છે નરી વાસ્તવિકતા :

Speaking evidence of unemployment in Gujarat