30 જૂન સુધીમાં તમારા પાનને આધાર સાથે લિંક નહીં કરો તો ભરવો પડશે ભારે દંડ

Share this story

Failure to link your page

  • 31 માર્ચ બાદ 500 રૂપિયાની લેટ ફી લગાવવામાં આવી હતી. હવે જો તમે 30 જૂને પાન અને આધાર લિંક નહીં કરો તો દંડ બમણો થઈ જશે અને તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

શું તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડને આધાર સાથે લિંક (Linking of PAN with Aadhaar) કર્યું છે? જો ન કર્યું હોય તો તરત કરી દો. દંડ ભરીને લિંક કરવાની અંતિમ તારીખ  નજીક આવી ગઈ છે. પાનને આધાર કાર્ડ (Aadhaar) સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 નક્કી કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તેને દંડ સાથે 30 જૂન, 2022 સુધી લંબાવવામાં આવી હતી. હવે 30 જૂનની છેલ્લી તારીખ પણ આ મહિને પૂરી થશે.

કેટલો દંડ ભરવો પડશે ?

31 માર્ચ બાદ 500 રૂપિયાની લેટ ફી લગાવવામાં આવી હતી. હવે જો તમે 30 જૂને પાન અને આધાર લિંક નહીં કરો તો દંડ બમણો થઈ જશે અને તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, 30 જૂન પહેલા પાન સાથે પોતાના આધારને લિંક કરનારા ટેક્સપેયર્સ પર 500 રૂપિયા લેટ ફી લાગશે. જો કે, આ લિંકિંગ 1 જુલાઇએ અથવા તે પછી કરવામાં આવે છે, તો કરદાતાઓએ લેટ ફી તરીકે 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ફીનું પેમેન્ટ ચલણ નં. આઇટીએનએસ 280 દ્વારા કરી શકાય છે, જેમાં મેજર હેડ 0021 અને માઇનોર હેડ 500 છે.

જો કરદાતાઓ 31 માર્ચ, 2023 સુધીમાં તેમની આધાર વિગતો અને તેમના પાન નંબરને લિંક નહીં કરે તો તેમનું પાન નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે પાન કાર્ડ ફરજિયાત હોય તેવા મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવા જેવા નાણાંકીય વ્યવહારો કરવામાં કરદાતાઓ અસમર્થ રહેશે. આ ઉપરાંત તેમને કલમ 272બી હેઠળ વધુ ટીડીએસ અને દંડ પણ ફટકારવામાં આવશે.

આધાર અને પાનને કેવી રીતે લિંક કરશો :

  • આવકવેરા પોર્ટલની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • ક્વીક લિંક્સ નેવિગેશન એરિયામાંથી Link Aadhaar પર ક્લિક કરો.
  • નવી વિન્ડોમાં પાન નંબર, આધાર વિગતો, નામ, મોબાઇલ ફોન નંબર દાખલ કરો.
  • માહિતીની ખરાઈ કરો અને આગળ વધો.
  • તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત કરેલ ઓટીપી દાખલ કરો.
  • પેનલ્ટી ભર્યા બાદ બે આઇડેન્ટિફિકેશન કાર્ડ લિંક થઇ જશે.
  • આવકવેરા પોર્ટલમાં જઈ આ પ્રક્રિયા ન કરી શકે તેવા કરદાતાઓને મદદ કરવા માટે ટેક્સ વિભાગ SMS સેવા દ્વારા પાન આધાર લિંક કરવાની સુવિધા આપે છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Failure to link your page