ડાયમંડ કિંગ સવજી ધોળકીયાએ 31 વ્યક્તિઓના વ્યસન છોડાવી તેમના નામે 15 લાખનું દાન કરાવ્યું

Share this story

Diamond King Savji Dholakia freed 31 addicts

દરેક લોકો પોતાની ઈચ્છા શક્તિ મુજબ દાન (Donations) કરતા હોય છે. ત્યારે લેઉવા પટેલ (Leuva Patel) ધોળકિયા પરિવાર (Dholakia family) દ્વારા હરેકૃષ્ણ ગ્રુપ (Harekrishna Group)ના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં સુરત (Surat)ના જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયા (Businessman Savji Dholakia) દ્વારા કુળદેવીના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે દાન કર્યું હતું.

વ્યસન છોડનારનાં નામથી 51 હજારનું દાન :

મળતી માહિતી અનુસાર, ધોળકિયા પરિવાર દ્વારા હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન સ્નેહમિલનમાં કેટલાય લોકો હાજર હતા. ત્યારે સવજી ધોળકિયાએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, અહીં બેઠેલા લોકોમાંથી જેઓ વ્યસન કરતા હોય તેઓ હાથ ઉંચો કરે.

આ દરમિયાન 200 લોકોએ પોતાનો હાથ ઉંચો કર્યો. પછી તેમણે કહ્યું કે, આમાંથી જે લોકો કાયમ માટે વ્યસન છોડવા તૈયાર હશે હું તેમના નામથી વતનમાં કુળદેવીના મંદિર માટે રૂ. 51 હજાર દાન કરીશ. જેથી 31 લોકોએ કાયમ માટે વ્યસન છોડવાની તૈયારી દર્શાવતા સવજી ધોળકિયાએ રૂ. 15.50 લાખ દાનમાં આપ્યા હતા. આ રીતે સવજી ધોળકિયા દ્વારા અનોખી રીતે દાન કરાયું હતું.

2 કરોડના ખર્ચે બિલ્ડિંગનું બનશે :

જાણવા મળ્યું છે કે, ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે છે. આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધાર અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે 2 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ પણ બનાવાશે. આ કામ માટે પરિવારના લોકો સમક્ષ ફંડ માટેની વાત મુકતા સવજીભાઈ ધોળકીયાએ દાન કરવાની અલગ રીત મૂકી એકસાથે બે કામ થઈ શકે તેવી પ્રપોઝલ મૂકી હતી.

‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ આ વિચાર આવ્યો હતો’ :

આમ તો ઘણા સમયથી વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળતી હોતી નથી. તેથી સવજી ધોળકિયા દ્વારા આ એક અનોખું કાર્ય કરવામાં આવ્યું છે. સવજી ધોળકિયાએ જણાવ્યું કે, અમારા કુળદેવીનું મંદિર નિર્માણ થતું હોય તેમાં અમારે અમારી રીતે આર્થિક સહયોગ તો આપવાનો જ હોય. જે દિવસે સ્નેહમિલન હતું તે દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ હોવાથી મને આ વિચાર આવ્યો. 31 વ્યક્તિએ વ્યસન છોડવાનો સંકલ્પ કરતા મંદિર નિર્માણમાં પહેલો આર્થિક સહયોગ એક્સ્ટ્રા મળ્યો હતો.

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Diamond King Savji Dholakia freed 31 addicts