માજી સૈનિકોએ ગાંધીનગરને ઘેર્યું ! સચિવાલય નજીક અટકાયત થતાં મામલો બિચક્યો, જાણો શું કરી રહ્યાં છે માંગ

Share this story

Ex-soldiers besiege Gandhinagar

  • આજે અમદાવાદના શાહીબાગથી લઇને સચિવાલય સુધી માજી સૈનિકોએ કેટલીક માંગ સાથે સન્માન યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં પોલીસે કેટલાંકની અટકાયત કરી છે.
અમદાવાદના (Ahmedabad) શાહીબાગમાં માજી સૈનિક (Ex-soldier) દ્વારા આજે શાહીબાગ શહીદ સ્મારકથી લઇને ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું આયોજન કરાયું છે. વિવિધ કલ્યાણલક્ષી મુદ્દાઓને લઇને માજી સૈનિકો પોતાની લડત ચલાવી રહ્યાં છે. ત્યારે માજી સૈનિકો માટે સચિવાલયમાં (Secretariat) અગાઉથી જ પ્રવેશબંધી કરી દેવાઇ છે. સચિવાલય ગેટ નંબર-1 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માજી સૈનિકોને પ્રવેશ પહેલાં અટકાયત માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. માજી સૈનિકોની રેલી સચિવાલય પહોંચે એ પહેલાં જ પોલીસે રેલી અટકાવતા વાતાવરણ વધારે ઉગ્ર બન્યું હતું.

શહીદ પરિવારના સદસ્યને સરકારી નોકરી આપવા માંગ :

જણાવી દઇએ કે, માજી સૈનિકોની સરકાર જમીન આપે તેવી માંગ છે તો સાથે શહીદ પરિવારના સદસ્યને પણ સરકારી નોકરી આપવાની માજી સૈનિકો માંગ કરી રહ્યાં છે. બીજી બાજુ લિકર પરમીટ ચાર્જમાં પણ ઘટાડો કરવાની તેઓ માંગ કરી રહ્યાં છે. નોંધનીય છે કે, છેલ્લાં 4 વર્ષથી માજી સૈનિક પોતાના હક માટે સતત લડત આપી રહ્યાં છે. દેશના રક્ષકના પરિવારના રક્ષણ અને હક માટે આ માજી સૈનિકો આંદોલન કરી રહ્યાં છે.

પોલીસે તેઓની રેલી અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા :

ઉલ્લેખનીય છે કે, માજી સૈનિક હિત માટે વિવિધ કલ્યાણલક્ષી 14 મુદ્દાઓની લડત લડી રહ્યાં છે. ત્યારે તેઓ સચિવાલય પહોંચે એ પહેલાં જ પોલીસે તેઓની રેલી અટકાવતા પોલીસ સાથે ઝપાઝપીના દર્શ્યો સર્જાયા હતાં અને વાતાવરણ પણ વધારે ઉગ્ર બન્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સૈનિક પરિવાર આ રેલીમાં ભાગ લેવા અમદાવાદ આવ્યા છે. છેલ્લાં 4 વર્ષથી લડત ચાલતી હોવા બાદ પણ કોઈ નિર્ણય નથી લેવાતો તેઓ આરોપ માજી સૈનિકોએ લગાવ્યો છે. સહાયના નામે માજી સૈનિક અને શહીદ પરિવાર પરેશાન થઈ રહ્યાં હોવાની વાત તેઓ કરી રહ્યાં છે.

જુઓ માજી સૈનિકો શું-શું માંગણી કરી રહ્યાં છે ?

  • શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
  • શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
  • શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
  • ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
  • શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
  • વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
  • માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
  • રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
  • દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
  • કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
  • હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
  • માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
  • સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
  • ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
  • સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
  • ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
  • માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
  • માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે

ઈ-પેપર વાંચવા માટે ક્લિક કરો

Ex-soldiers besiege Gandhinagar