Don’t push the bank to do business
- કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આજથી દેશભરમાં આઇકોનિક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનથી કર્યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના સી.જી.એસ.ટી વિભાગ અને સી.ઈ દમણ આયુક્તાલય દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રના નાણાં અને કોર્પોરેટ (Money and corporate) બાબતોના મંત્રાલય દ્વારા આજથી દેશભરમાં આઇકોનિક સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) દિલ્હીના વિજ્ઞાન ભવનથી કર્યું હતું. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલીના સી.જી.એસ.ટી વિભાગ અને સી.ઈ દમણ આયુક્તાલય દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ સંઘ પ્રદેશના સી.જી.એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે દમણના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભ કે લોન લેવા માટે ગ્રાહકે અલગ-અલગ બેંકો અને સરકારના અલગ-અલગ વિભાગો ના ચક્કર કાપવા પડતા હતા. પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જન સમર્થ પોર્ટલની શરૂઆત કરાવી હતી. આથી હવેથી સરકારની વિવિધ યોજનાઓના લાભની સબસીડી કે કોઈ પણ બેંકમાંથી લોન લેવા અલગ-અલગ બેંકના કે સરકારના વિભાગોના ચક્કર કાપવાને બદલે એક જ જગ્યાએથી ગ્રાહકને કે લાભાર્થીને સરકારની સબસિડીની યોજનાનો લાભ અને લોનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
વહીવટી સરળતા અને લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓના લાભ અને લોન સરળતાથી એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તે માટે ના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે દમણ દમણ સી.જી.એસ.ટી વિભાગ અને દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા આગામી એક અઠવાડિયા સુધી આઇકોનિક સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જેમાં સરકારના આ ઉમદા પ્રયાસનો પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવશે. આમ લાભાર્થીઓ અને સામાન્ય માણસને સરકારી યોજનાઓ અને લોનનો લાભ સીધો સરળ અને ઝડપી મળી રહે તે માટે સરકારની આ યોજના અનેક રીતે લાભદાયક પુરવાર થશે.
ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો
Don’t push the bank to do business