સોનાના 133 સિક્કા અને 2.82 કરોડ રોકડા, સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મળ્યો ખજાનો, ઈડીના દરોડા

Share this story

133 gold coins and 2.82 crore cash

  • ઈડીની કાર્યવાહીમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી સંખ્યામાં રોકડ રકમ અને સોનું મળી આવ્યું છે. મહત્વનું છે કે સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે.

મની લોન્ડ્રિંગ કેસમાં (Money laundering case) ધરપકડ કરાયેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister of Delhi) સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) મુશ્કેલી વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડામાં સત્યેન્દ્ર જૈનના સંબંધીના ઘરેથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ ઈડીની કસ્ટડીમાં છે.

જાણવા મળી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને સત્યેન્દ્ર જૈનના એક સંબંધીના ઘરેથી 2.82 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં છે. આ સાથે એક કિલોથી વધુ સોનું મળ્યું છે, જેમાં 133 સોનાના સિક્કા સામેલ છે.

મહત્વનું છે કે ઈડીએ સોમવારે આપ સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કથિત હવાલા ડીલ સાથે જોડાયેલી મની લોન્ડ્રિંગ તપાસ હેઠળ તેના ઘર અને અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. 57 વર્ષીય સત્યેન્દ્ર જૈનની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 30 મેએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને 9 જૂન સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ પહેલાં ઈડીએ એપ્રિલમાં તપાસ દરમિયાન સત્યેન્દ્ર જૈનના પરિવાર અને તેની માલિકી તથા નિયંત્રણવાળી કંપનીઓની 4.81 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી હતી. ઈડીએ કહ્યું હતું કે, અકિંચન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટે, ઈન્ડો મેટલ ઇન્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ, પ્રયાસ ઇન્ફોસોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ, મંગલાયતન પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, જેજે આઇડિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટે, વૈભવ જૈનની પત્ની સ્વાતી જૈન, અજિત પ્રસાદ જૈનની પત્ની સુશીલા જૈન અને સુનીલ જૈનની પત્ની ઇંદુ જૈન સંબંધિત 4.81 કરોડ રૂપિયાની અચલ સંપત્તિને સીલ કરવા માટે એક અસ્થાયી આદેશ જાહેર કર્યો હતો.

તપાસમાં સામે આવ્યું કે 2015 અને 2016 દરમિયાન જ્યારે સત્યેન્દ્ર કુમાર જૈન એક લોક સેવલ હતા, ત્યારે તેમની માલિકી અને નિયંત્રણવાળી કંપનીઓને કોલકત્તાના એન્ટ્રી ઓપરેટરને હવાલા દ્વારા મોકલેલી રકમને શેલ કંપનીઓથી 4.81 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન મળ્યાં હતા.

EDએ કહ્યું હતું કે આ રકમનો ઉપયોગ જમીનની સીધી ખરીદી અથવા દિલ્હી અને તેની આસપાસની ખેતીની જમીન ખરીદવા માટે લેવામાં આવેલી લોનની ચુકવણી માટે કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યું કે જપ્ત આદેશમાં નામિત વ્યક્તિ જૈનના સહયોગી અને પરિવારના સભ્ય છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

133 gold coins and 2.82 crore cash