Change your habit today
- એક્ટિવ લોકોને પણ હાર્ટ એટેક આવતો હોવાનુ સામે આવે છે ત્યારે એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આ એક આદત બદલવામાં આવે તો હાર્ટ એટેકની શક્યતાઓ ઘટે છે.
ભારતમાં હાર્ટ એટેકની (Heart attack) સમસ્યા જ નહી પરંતુ ભારતમાં આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તાજેતરમાં જ બોલિવૂડના જાણીતા સિંગર કેકેનું મંગળવારે હાર્ટ એટેકથી નિધન થયું, તેઓ માત્ર 53 વર્ષના હતા. આ પહેલા કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર (Puneet Rajkumar) પણ આ કારણે દુનિયાને અલવિદા કહી ચુક્યા છે. આ ઉપરાંત એવા ઘણા એક્ટર છે જેઓ હેલ્ધી હોવા છતાં હાર્ટ એટેકને કારણે દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે.
વર્ષે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં વધારો :
એક રિપોર્ટ્સ અનુસાર ભારતમાં દર વર્ષે એક લાખમાંથી 272 લોકો હૃદય રોગને કારણે મૃત્યુ પામે છે. જ્યારે સમગ્ર વિશ્વની સરેરાશ 1 લાખ દીઠ 235 છે. દર વર્ષે લગભગ 13 થી 14 લાખ લોકો હાર્ટ પેશન્ટ બને છે. આમાંથી 8 ટકા લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં મૃત્યુ પામે છે, એટલે કે લગભગ 1.25 લાખ લોકો હાર્ટ એટેકના 30 દિવસમાં જીવ ગુમાવે છે.
સ્મોકિંગ છોડવાથી હાર્ટ એટેકનું ઘટે છે જોખમ :
તે પહેલાથી જ સાબિત થયું છે કે સિગારેટ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધે છે. તાજેતરના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે ધૂમ્રપાન છોડવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી જાય છે. જો તમને પણ આવા જોખમનો ડર છે તો આજે જ આ ખરાબ વ્યસનથી છૂટકારો મેળવો.
સંશોધનમાં મોટો ખુલાસો :
ન્યુયોર્કની પ્રેસ્બીટેરીયન હોસ્પિટલ અને વેઈલ કોર્નેલ મેડિકલ કોલેજના ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ઈમેજીંગના ડાયરેક્ટર ડો.રોબર્ટ જે મિને જણાવ્યું હતું કે ધૂમ્રપાન (ધુમ્રપાન)થી હૃદયરોગનું જોખમ વધે છે. તેમણે કહ્યું કે અમે સ્ટડી એ વાતને ધ્યાનમાં રાખીને કર્યો છે કે કાર્ડિયોવેસ્ક્યુલર રોગો અને ધૂમ્રપાન છોડવાથી થતા મૃત્યુના આંકડામાં તફાવત છે.
આ સ્ટડીમાં યુરોપના 9 દેશોના 13,372 હૃદયરોગના દર્દીઓ સામેલ હતા. દર્દીઓમાં 2,853 ધૂમ્રપાન કરનારા, 3,175 લોકો જેમણે ધૂમ્રપાન છોડી દીધું હતું અને 7,344 લોકો કે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યું ન હતું. સંશોધન શરૂ કર્યાના બે વર્ષ પછી, એવું જોવામાં આવ્યું હતું કે સર્વેક્ષણમાં સામેલ લોકોમાંથી 2.1 ટકા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
Change your habit today