will be ice cream cones in Gujarat too
- સુરતની સુમુલ ડેરી સૌ પ્રથમ આઈસ્ક્રીમના કોન બનાવવવાના પ્લાન્ટની સ્થાપના કરશે. જેનું આવતીકાલે CR પાટીલ ખાતમુહૂર્ત કરશે.
સુમુલ ડેરી રોજ 3 લાખ કોનનું ઉત્પાદન કરશે :
દેશભરમાં આઈસ્ક્રીમનું વેચાણ વધતા સુમુલ ડેરીએ આ યોજના બનાવી. કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં મંજૂરી આપવામાં આવી. એક લાખ લીટર આઈસ્ક્રીમ સાથે રોજ 3 લાખ કોનનું સુમુલ ડેરી ઉત્પાદન કરશે. આઇસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી છે. જણાવી દઇએ કે, પ્લાન્ટના ખાતમુહૂર્તમાં મંત્રી કનુ દેસાઈ, જગદીશ પંચાલ અને મુકેશ પટેલ હાજર રહેશે. MD આર.એસ. સોઢી પણ આ પ્લાન્ટમાં ઉપસ્થિત રહેશે.
સુમુલ ડેરી આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 1 લાખ લીટર કરશે :
વધુમાં જણાવી દઇએ કે, અમૂલ બ્રાન્ડથી બનતો આઈસ્ક્રીમ એ રિયલ મિલ્ક ફેટમાંથી બને છે. ત્યારે હાલમાં આઈસ્ક્રીમની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પાર્ટી પેકથી લઈને કોન, કપ, કુલ્ફીની સાથે ચોકલેટ-બટરસ્કોચ કોનની માંગમાં પણ વધારો થયો છે. ત્યારે હવે આ માંગને પહોંચી વળવા માટે ગુજરાત કો. ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરત સુમુલ ડેરીને પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે પરવાનગી આપી છે. જેથી સુમુલ આઈસ્ક્રીમનું રોજિંદુ ઉત્પાદન 50,000 લિટરથી વધી 1 લાખ લીટર કરશે. 50 હજાર લીટર આઈસ્ક્રીમનું ઉત્પાદન વધારવા માટે સુમુલ ડેરી આ નવો પ્લાન્ટ ઉભો કરશે.