Friday, Mar 21, 2025

વિદેશથી ગોવા ફરવા આવેલી છોકરી દરિયાકિનારે સુતી હતી ને, નરાધમે બનાવી હવસનો શિકાર

2 Min Read

The girl who came to Goa from

ગોવાના (Goa) પણજી (Panji)માં બ્રિટિશ મૂળની મહિલા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પોલીસે દુષ્કર્મના આરોપમાં 32 વર્ષીય યુવકની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીનું નામ જોએલ વિન્સેન્ટ ડિસોઝા (Joel Vincent D’Souza) છે. તેણે 2 જૂને બ્રિટિશ મૂળની મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.

તેણે જણાવ્યું કે, બ્રિટિશ મૂળની મહિલા 2જી જૂનના રોજ ઉત્તર ગોવાના અરમ્બોલ બીચ પાસે ‘સ્વીટ લેક’ પર આરામ કરી રહી હતી. ત્યારબાદ જોયલે મહિલાને હવસનો શિકાર બનાવી હતી. મહિલાએ તેના પતિ સાથે મળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે તે બંને ગોવા ફરવા માટે ભારત આવ્યા છે. 2 જૂને જ્યારે મહિલા બીચ પાસે સુતી હતી. ત્યારબાદ આરોપી ત્યાં આવ્યો અને વિદેશી મહિલાને જોઈ દુષ્કર્મ આચર્યું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.

12 વર્ષની રશિયન છોકરી પર દુષ્કર્મ :

અગાઉ મે મહિનામાં ગોવા પોલીસે અરમ્બોલ સ્થિત રિસોર્ટમાં 12 વર્ષની રશિયન છોકરી પર દુષ્કર્મ કરવા બદલ કર્ણાટકના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપી તે રિસોર્ટમાં રૂમ એટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. પોલીસને મળેલી ફરિયાદ મુજબ આરોપીએ યુવતી સાથે સ્વિમિંગ પુલમાં અને પછી રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું.

ફરિયાદ મુજબ, આ ઘટના ત્યારે બની જ્યારે બાળકીની માતા તેને સ્વિમિંગ પુલમાં છોડીને અરમ્બોલ નજીકના બજારમાંથી કેટલીક જરૂરી વસ્તુઓ લેવા ગઈ હતી. ઘટના બાદ આરોપી નાસી ગયો હતો. પરંતુ ફરિયાદ મળ્યાના 24 કલાકમાં જ ગદગ (કર્ણાટક)માંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

The girl who came to Goa from

Share This Article