Home Blog Page 1411

હાઈકોર્ટનો મોટો ચુકાદો : 16 વર્ષથી મોટી ઉંમરની મુસ્લિમ છોકરી પોતાની પસંદના સાથી સાથે લગ્ન કરી શકે

0

Big judgment of the High Court

  • પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, 16 વર્ષની મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે.

છોકરીઓના લગ્નને લઈને ભારે વિવાદો થઈ રહ્યા છે. ખાસ કરીને તેમની ઉંમરના સંબંધમાં. હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, 16 વર્ષની મોટી ઉંમરની મુસ્લિમ છોકરીઓ (Muslim girl) પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન કરી શકે છે. આપને જણાવી દઈએ કે, કોર્ટે એક મુસ્લિમ કપલની (Muslim couple) સુરક્ષા અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ જસજીત સિંહ બેદીની બેન્ચે આ ચુકાદા પર મહોર લગાવી હતી.

શું છે મામલો :

હકીકતમાં કોર્ટે એક કપલની અરજી પર સુનાવણી કરી હતી. આ અરજીમાં અરજીકર્તાઓ કહ્યુ હતું કે, આ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, જેને લઈને તેમને કથિત રીતે ધમકીઓ મળવા લાગી હતી. તેમણે અરજીમાં કહ્યુ હતું કે, બંને વયસ્ક થઈ ચુક્યા છે અને લગ્ન બાદ તેમને સ્વતંત્રતાથી જીવવાનો અધિકાર છે. અરજીમાં તેમણે પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેમણે આ મામલે પોલીસ ફરિયાદ પઠાણકોટમાં કરી હતી. પણ અત્યાર સુધીમાં કોઈ એક્શન લેવામાં આવી નથી.આપને જણાવી દઈએ કે, છોકરાની ઉંમર 21 વર્ષ અને છોકરીની ઉંમર 16 વર્ષ છે. એક રિપોર્ટ અનુસાર આ બંને વચ્ચે પ્રેમ પ્રસંગ હતો. પણ પરિવારના લોકો તેમના લગ્નની વિરુદ્ધમાં હતા, જે બાદ બંનેએ ભાગીને લગ્ન કરી લીધા હતા.

કોર્ટે શું કહ્યું :

કોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, મુસ્લિમ છોકરીના લગ્ન મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અંતર્ગત થાય છે. કોર્ટે ફરદુનજી મુલ્લાની પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ મોહમ્મદન લોના આર્ટિકલ 195 નો હવાલો આપતા કહ્યું કે, છોકરીની ઉંમર 16 વર્ષથી વધારે છે. તે પોતાની પસંદ અનુસાર પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરી શકે છે. તો વળી છોકરાની ઉંમર 21 વર્ષ છે. આવા સમયે બંને પોતાની મરજીથી લગ્ન કરી શકે છે.

કોર્ટે આપ્યા સુરક્ષાના આદેશ :

આ તમામની ઉપરાંત કોર્ટે એસએસપી પઠાણકોટને બંનેને સુરક્ષા આપવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, ફક્ત એટલા માટે નહીં કે છોકરી પોતાની પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરી રહી છે, તો તેમને ભારતીય સંવિધાનમાં મૌલિક અધિકારોથી વંચિત કરી શકાય નહીં.

ફોન પર કવર લગાવવાથી થાય છે 6 મોટા નુકસાન, જાણી લેજો નહીંતર ખરાબ થઈ જશે હજ્જારોનો ફોન

Putting a cover

  • આજકાલ બધા જ લોકો સ્માર્ટફોન વાપરતા જ હશે, અને સાથે તેમાં કવર પણ વધુ પડતા લોકોને હશે જ ત્યારે તમે જે કવર વાપરો છો તેના લીધે તમારા ફોનના પર્ફોમન્સમાં ઘટાડો આવી શકે છે .

ઘણા લોકો સ્માર્ટફોનના (Smartphone) પ્રોટેક્શન માટે બેક કવરનો ઉપયોગ કરે છે. જો કે તેનો ઉપયોગ ફોનને સુરક્ષિત રાખે છે, પરંતુ આ કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન (Damage) પહોંચાડે છે.તમને વિચિત્ર લાગશે કે કવરનો ઉપયોગ કરવાથી ફોનને કેવી રીતે નુકસાન થાય છે ? પરંતુ લાંબાગાળે કવરના કારણે તમારા ફોનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. મોટાભાગના લોકો કવરનો ઉપયોગ કરે છે તેનું કારણ માત્ર ફોનનું પ્રોટેક્શન (Protection) છે, પરંતુ જો તમારા ફોનમાં ગરબડ થવાનું કારણ પ્રોટેક્ટર બની જાય તો તમે શું કરશો ? ચાલો આજે જાણીએ કે સ્માર્ટફોન કવર કેવી રીતે તમારા ફોનને બગાડે છે.

ગરમીનું ન નિકળવું :

ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે, શિયાળામાં આપણે પોતાને ગરમ રાખવા ધાબળાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ગરમીમાં આપણે એવું કરતા નથી. કારણ કે આપણે પહેલેથી જ ગરમી અનુભવી રહ્યા છીએ. આ જ રીતે સ્માર્ટફોન પણ દરેકના ફંક્શનના કારણે ગરમી પેદા કરે છે. મોબાઈલ કવર હાર્ડ પ્લાસ્ટિક કે રબરના હોવાથી તે ગરમીને સહેલાઈથી બહાર નીકળવા દેતા નથી. આ કારણે તમારા ફોનનું પરફોર્મન્સ સ્લો લાગે છે.

ચાર્જિંગ સ્પીડમાં પણ અસર પડે છે :

જો તમે સ્માર્ટફોનને કવર લગાવીને ચાર્જ કરો છો, તો તેમની ચાર્જીંગ સ્પીડ પણ ધીમી પડી જશે. આનું કારણ પર પર્ફોમન્સ વાળું જ છે. ગરમી બરોબર બહાર ન નીકળતા ફોન ચાર્જીગ સ્પીડને ધીમી પાડી દે છે, જેથી બેટરી ઉપર વધુ પ્રેસર ન આવે.

સ્ક્રીનમાંથી નીકળે છે ગરમી :

કવર રબર કે હાર્ડ પ્લાસ્ટિકના હોવાથી ગરમી સહેલાઈથી બહાર આવતી નથી. બીજી તરફ તમારા ફોનની સ્ક્રીન કવર કરતા ગરમીને સરળતાથી બહાર કાઢી શકે છે. આવી સ્થિતિમાં, ફોનની ગરમી સ્ક્રીનમાંથી બહાર આવે છે, જે તમારા મોબાઇલ માટે બિલકુલ સારી વાત નથી.

નેટવર્ક પર પડે છે અસર :

નેટવર્કનો મતલબ એટલે કનેક્ટિવિટી. કવરના કારણે ફોનના મોટા ભાગના સેન્સર કવર થઈ જતા હોવાથી નેટવર્ક રિસેપ્શન અને કનેક્ટિવિટીમાં ઘણી સમસ્યાઓ આવે છે.વધુ સારી કનેક્ટિવિટી માટે, તમારે ફોનનું કવર દૂર કરવું જોઈએ.

ઘણા ફીચર્સ યોગ્ય રીતે કામ નથી કરતા :

વાયરલેસ ચાર્જિંગ, NFC, ટેપ ટુ પે અને કમ્પાસ જેવા ઘણા ફીચર્સ તમારા સ્માર્ટફોનના કવરને કારણે યોગ્ય રીતે કામ કરતા નથી. કારણ કે આ ફીચરને કામ કરવા માટે જે સેન્સરની જરૂર પડે છે, તેને તમે કવરથી ઢાંકી દીધા છે.

ફોનને નુકસાન પહોચે છે :

કેસ કે કવરના કારણે તમારા ફોનમાં ઘણી જગ્યાએ ધૂળ જમા થઇ જાય છે. તેના કારણે ઘણી વખત ફોન સ્ક્રેચ થઇ જાય છે અને ઘણી વખત તો ચાર્જિંગ અને અન્ય પોર્ટ પણ બ્લોક થઇ જાય છે. સાથે જ કવરના કારણે હેન્ડસેટનું વજન પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો ઉપયોગ કવર વિના કરો તો તે વધુ સારું રહેશે.

20 જુન 2022, રાશિફળ : ખોડિયાર માતાની અસીમ કૃપાથી આ રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ

June 20, 2022, horoscope Gujarat Guardian

મેષઃ- આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ કૈટુંબિક મન માં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારૂં. કાર્યક્ષેેત્રે પત્નિ નો પૂર્ણ સહકાર મળે. ખર્ચ નું પ્રમાણ ઓછંુ રહે.

વૃષભઃ-ગુસ્સા નું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. દંધાકીયક્ષેત્રે હરીદ્રોને પ્રરાસ્ત કરી શકશો. સંતાનો ની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ- સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનો માં મહત્વ ની તક મળે. નોકરી ધંધામાં વિશ્વાસઘાટ થી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશ ના કામકાજ માં સફળતા મળશે. ખર્ચ નું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ- મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણો થી આવક વધતી જણાય. સંતાન ની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રો થી લાભ.

5 મે 2022 રાશિભવિષ્ય : બધી 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

સિંહઃ- આત્મબળમાં વધારો થાય. બેંકબેલેન્સ વધતું જણાય. પારિવારીક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોઉપયોગી કાર્ય કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-કાંસી નો ઉપદ્રો રહે. મિત્રો થી ચિંતા રહે.

કન્યાઃ- કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વકતા. કાર્ય કુશળ બનશે. ભાગ્યોદયની નવી નવી તક મળે. જીવનસાથી ની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઇ રહેશે.

તુલાઃ- દિવસ દરમ્યાન સંધર્ષ નો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૈટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફ થી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું.ભાગ્ય નો સાથ મળશે.

વૃશ્ચિકઃ- નાણાંકીય બાબતો માં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંભંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ- ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાંકીય બાબતો માં અનુકુળ રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જ‍ળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથી ની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ- પરોપકારની ભાવના પેદ થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજન નો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાન નું આરેગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ- ભુલથી ચીજ વસ્તુ ખોવાય જાય. ફુડપોઇઝનીંગ કે દવાના રીએકશન થી સાચવવું. ઝેરી જંતુ, કૂતરા કરડવના બનાવ બને. વિદેશી બાબતો થી લાભ મલે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળ નો અનુભવ થાય.

મીનઃ- સીધો-સરળ સ્વભાવ રહે. પરિવીર ના સભ્યો સાથે મોજ શોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાન ની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખ ની કાળજી જરૂરી. બહેનો એ ગર્ભાશય ના રોગો થી સાચવવું.

19 જૂન 2022, રાશિફળ : કષ્ટભંજનદેવની કૃપાથી આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા

June 19, 2022, horoscope : Gujarat Guardian

મેષઃ- સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શકય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી ધંધામાં લાભ. ઝેરી જીવજંતુ કરડવાથી શક્યતા છે.

વૃષભઃ- આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ- સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતાં જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ- મન ડામડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ- સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભૂ‌િત થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગોથી સાચવવું ભાગ્યમાં વૃદ્ધિ થાય.

કન્યાઃ- સરળ, નિખાલાસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ. નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ- આળસ આવે, કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ- સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂં વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શકયતા.

ધનઃ- માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી ધંધામાં સામાન્ય.

મકરઃ- આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં સફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ- જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શકયતા. આવકમાં વધારો. નોકરી ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ- ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. નોકરી ધંધામાં સામાન્ય મિત્રોથી લાભ.

હાર્દિક કોંગ્રેસમાં પાડી શકે છે મોટો ખેલ ! આ ધારાસભ્ય કોંગ્રેસને કહી શકે છે રામ- રામ 

0

Hardik can be a big game

  • હાર્દિક પટેલ બાદ લલિત વસોયા કોંગ્રેસને કરી શકે છે રામ રામ…કોંગ્રેસ છોડી આગામી દિવસોમાં કરી શકે છે કેસરિયા..અગાઉ કોંગ્રેસના ગ્રુપમાંથી થયા હતા લેફ્ટ

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગી શકે છે. કારણ કે, વધુ એક દિગ્ગજ નેતા (Veteran leader) કોંગ્રેસને રામ રામ કરી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લલિત વસોયા (Lalit Vasoya) પણ હાર્દિકની (Hardik) જેમ કોંગ્રેસને અલવિદા કરી શકે છે. લલિત વસોયા ધોરાજી-ઉપલેટાના (Dhoraji-Upleta) કોંગ્રેસના ધારાસભ્ય છે.

ગુજરાતના રાજકારણમાં હાલ કોંગ્રેસની પડતી ચાલી રહી છે. એક પછી એક ધારાસભ્યો, નેતાઓ કોંગ્રેસમાંથી વિદાય લઈ રહ્યાં છે. ત્યારે રાજકારણમાં આગામી દિવસોમાં વધુ કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા 75 વિધાનસભાના કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસને રામ રામ કરી શકે છે. આગામી થોડા દિવસોમાં કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો કરી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ છે. આમ, હાર્દિક પટેલ બાદ વધુ એક કોંગ્રેસ દિગ્ગજ નેતા લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડી શકે છે.

લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપથી લેફ્ટ થયાના ખોટા સમાચાર વાયરલ થયા, અફવા મામલે ખુદ કરી ચોખવટ | MLA, Lalit Vasoya, False news, leaving Congress group, viral, spread

ચર્ચાય છે કે, હાર્દિક પટેલની વ્યૂહ રચના મુજબ લલિત વસોયા ભાજપમાં જોડાઈ શકે છે. કારણ કે, થોડા દિવસ પહેલા લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયા હતા. આ કારણે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ધારણ કરી શકે છે. લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડતાં કોંગ્રેસને હાર્દિક પટેલ બાદ મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસનો સાથે એક પછી એક દિગ્ગજ નેતા છોડી રહ્યાં છે, જેથી કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.

 

જો તમે ઘરમાં 100 વાંદા રાખશો તો કંપની આપશે દોઢ લાખ રૂપિયા , જાણો કેવી રીતે આપશે રૂપિયા

half lakh rupees

મચ્છર, ગરોળી, વાંદાઓ, કરોળિયો અને માંકડથી લોકો તો બચીને જ રહેવા માંગે છે. તેઓ એમને ભગાડવા માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. રસોડું તો ભાઈ… એવી જગ્યા છે જ્યાં વાંદાઓનો (Wanda) ત્રાસ રહેતો જ હોય છે. એવામાં અમેરિકાની (America) એક કંપનીની વાંદાઓને લગતી એક અનોખી ઓફર સોશિયલ મીડિયામાં (Social media) ચર્ચાનો વિષય બની ગઈ છે. આમ જોવા જઈએ તો ‘વાંદાઓને પાળવા’ માટે લોકોને દોઢ લાખ રૂપિયા આપવા તૈયાર થઇ છે.

એક અહેવાલ મુજબ અમેરિકામાં નોર્થ કેરોલિના (North Carolina) સ્થિત ‘પેસ્ટ કંટ્રોલ કંપની’ (Pest control company) તેની નવી પેસ્ટ કંટ્રોલ દવા પર સંશોધન કરી રહી છે. તેમના આ સંશોધન માટે તેમણે વાંદાવાળા ઘરની જરૂર છે.  જેથી કરીને તે એના પર પોતાની આ ખાસ દવાનો ટેસ્ટ કરી શકે. એના કારણે આ કંપની 5-7 એવા ઘરોની તલાશ કરી રહી છે કે જેમાં તે ઓછામાં ઓછા 100 વાંદાઓ છોડી શકે. જો તે કંપનીને આવું ઘર મળે તો તે ઘરના માલિકને 2000 ડોલર (ભારતમાં દોઢ લાખ રૂપિયાથી પણ વધારે) ની રકમ આપશે.

કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે તે 100 વાંદા ઘરમાં છોડશે ત્યારથી લઇને 30 દિવસ સુધી તે ઘરના માલિક કોઈપણ પ્રકારની પેસ્ટ કંટ્રોલ ટેક્નિકનો ઉપયોગ કરશે નહીં. કંપની તેની રીતે તે વાંદાઓને દૂર કરશે. જો ‘પેસ્ટ ઇન્ફોર્મર’ કંપનીના પૂરા મહિનાના સંશોધન પછી પણ તે ઘરમાં વાંદાઓ બચશે તો કંપની તેને ભગાડવા માટે પરંપરાગત ઉપાયોનો ઉપયોગ કરશે.

સાથે જ એમણે દાવો કર્યો કે આ પ્રયોગ કુટુંબ અને તેના ઘરેલુ પ્રાણી માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ સ્કીમ માટે તે ઘરના માલિકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ.

સમય પહેલા સફેદ વાળ આવી ગયા છે તો ચિંતા ના કરશો, કરો આ ઉપાય વાળ બનાવશે કાળા અને શાઈની

Premature white hair

  • હવે સફેદ વાળ સરળતાથી કાળા કરી શકાય છે. તમે વિચારતા જ હશો કે આ કેવી રીતે શક્ય છે. તો ચાલો એ જાણીએ કે એવી કઈ કઈ સરળ રીતો છે.

સફેદ વાળની (White hair) ​​સમસ્યાથી પીડિત લોકોને જણાવી દઈએ કે તમારા ડાયટમાં (Diet) કેટલાક એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે જેથી તમારા વાળ સફેદ ન થાય કારણ કે ઘણી વખત તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા જેના કારણે વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે એવી વસ્તુઓ છે જેના કારણે તમારા વાળ કાળા (Hair black) થઈ શકે છે.

ડાયેટમાં શામેલ કરો ઈંડા :

ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. વાળને સુધારવા અને સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ.

ડાયેટમાં શામેલ કરો મેથી :

મેથી વાળને કાળા કરવામાં મદદ કરે છે. હકીકતે મેથીમાં આયર્ન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. જે વાળમાં મેલાનિન નામના તત્વને વધારવામાં સક્ષમ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેલાનિનની ઉણપને કારણે વાળ જલ્દી સફેદ થવા લાગે છે. એટલા માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં મેલાનિન હોય.

લીલા શાકભાજી પણ કરશે મદદ  :

 

આ સિવાય તમારે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. લીલા શાકભાજીમાં વિટામિન B-6, વિટામિન B-12 અને અન્ય પોષક તત્વો મળી આવે છે.

દાઢી-મૂછ અને વનપીસ પહેરીને સોનમ કપૂરના બેબી શાવરમાં પહોંચ્યો આ શખ્સ, લોકો કરી રહ્યા ટ્રોલ

The man arrived at Sonam Kapoor

  • સોનમ કપૂર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં જ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ લંડનમાં બેબી શાવર પાર્ટી આપી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર (Sonam Kapoor) ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં જ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ લંડનમાં (London) બેબી શાવર પાર્ટી આપી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ ફંક્શનમાં સોનમ કપૂરની બહેન રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાની સિવાય ઘણા મહેમાનો આવ્યા હતા. જો કે, આ પાર્ટી દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચનાર વ્યક્તિ દાઢી અને મૂછ સાથે વન-પીસ ડ્રેસમાં જોવા મળેલો એક શખ્સ છે.

કોણ છે આ વ્યક્તિ  :

સોનમ કપૂરના બેબી શાવરમાં પહોંચેલી આ વ્યક્તિ બ્રિટિશ પાકિસ્તાની સંગીતકાર લિયો કલ્યાણ છે. લિયો કલ્યાણે પણ બેબી શાવર દરમિયાન અનિલ કપૂરની લોકપ્રિય ફિલ્મ ‘1942: અ લવ સ્ટોરી’ના ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ અને સોનમ કપૂરની ‘દિલ્હી 6’ના ‘મસાકલી’ ગીતો પર પરફોર્મ કર્યું હતું. લીઓ કલ્યાણ વન પીસ સ્કર્ટ સાથે દાઢી અને મૂછમાં પરફોર્મ કરતો જોવા મળ્યો હતો.

કોણ છે લિયો કલ્યાણ ? 

લીઓ કલ્યાણ એક બ્રિટિશ-પાકિસ્તાની સિંગર, સોન્ગ રાઈટર અને મ્યુઝિક કમ્પોઝર છે. આ સાથે તે એક ગે આર્ટિસ્ટ પણ છે. લીઓએ 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. લીઓ કલ્યાણ તેના મેલોડી ગીતો માટે પ્રખ્યાત છે. લિયોએ ફિંગરટિપ્સ, ગેટ યોર લવ, ડે ડ્રીમ જેવા ઘણા ગીતો પર કામ કર્યું છે. લિયો કલ્યાણ હિન્દીમાં ગીતો પણ ગાય છે.

પરિવારે ઉમરાવ જાનનું ગિત ગાત જોયો ત્યારે…

લિયો કલ્યાણના કહેવા પ્રમાણે, તે બાળપણથી જ ગીતો ગાતો આવ્યો છે. એકવાર મારા પરિવારના સભ્યોએ મને ફિલ્મ ઉમરાવ જાનનું ગીત ગાતા પકડ્યો. જોકે, મારા પરિવારના સભ્યોએ મને ક્યારેય ગાવામાં સપોર્ટ કર્યો નથી. તમને જણાવી દઈએ કે 20 વર્ષીય લિયો કલ્યાણનો ઉછેર લંડનમાં જ થયો છે.

ગે આર્ટિસ્ટ પણ છે લીઓ કલ્યાણ :

લીઓ કલ્યાણ એક ગે આર્ટિસ્ટ છે. તે માને છે કે અત્યાર સુધી કોઈ કલાકારે ખુલ્લેઆમ પોતાની જાતીયતા વ્યક્ત કરી નથી. પરંતુ તેને આમ કરવામાં કોઈ સંકોચ નથી. તમને જણાવી દઈએ કે લીઓના ઈન્સ્ટાગ્રામ પર 84 હજાર ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. તમને જણાવી દઈએ કે લિયો દ્વારા લખવામાં આવેલા ઘણા ગીતો એક ગેનું અંગત જીવન દર્શાવે છે.

ઈ-મેમો નહીં ભરનારા 10 હજાર લોકોને અમદાવાદ ગ્રામ્ય કોર્ટની નોટિસ, 26 જૂનના રોજ કરાશે કાર્યવાહી

0

No e-memo fillers

  • ઇ-મેમો નહીં ભરનાર સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લાલ આંખ કરતા એક જ દિવસમાં 10 હજાર લોકોને નોટિસ ફટકારી છે. નોટિસ બાદ ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી કરાશે.

ઇ-મેમો (E-memo) નહીં ભરનાર સામે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) બાદ હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે લાલ આંખ કરી છે. ઇ-મેમો નહીં ભરનારને કોર્ટે નોટિસ ફટકારી છે. એક જ દિવસમાં 10 હજાર લોકોને ગ્રામ્ય કોર્ટે નોટિસ ફટકારી. 26 જૂને લોક અદાલતમાં (Lok Adalat) ઇ-મેમો નહીં ભરનાર સામે કાર્યવાહી થશે. નોટિસ બાદ પણ ઇ-મેમો ન ભરનારા સામે કોર્ટ કાર્યવાહી કરશે. જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી 90 હજાર ઇ-મેમો ભરવાના બાકી છે.

રાજ્યમાં ઈ-મેમો ન ભરનારા સામે FIR કરવાની ગુજરાત હાઇકોર્ટની ટકોર :

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ટ્રાફિક નિયમોને કડક બનાવવા ગુજરાત હાઇકોર્ટે પણ ઇ-મેમો ન ભરનારા વિરૂદ્ધ ટકોર કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યમાં ટ્રાફિક નિયમો કડક બનાવવા અંગે સૌથી મોટા સંકેત આપ્યા છે. રાજ્યમાં ટૂંક સમયમાં ઈ-કોર્ટ પ્રોજેકટ શરૂ કરાશે. જેમાં ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા વિરૂદ્ધ FIR થશે. ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારા વિરુદ્ધ ઈ-મેમો સાથે ફરિયાદ થશે. ટ્રાફિક નિયમનું પાલન ન કરનારા લોકો વિરૂદ્ધ હાઇકોર્ટે સૌથી મોટી ટકોર કરી છે. હાઇકોર્ટે કહ્યું કે, ‘ઈ-મેમો ન ભરનારા સામે FIR કરો.’

અમદાવાદમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાર્યવાહી :

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ ઓફલાઇન શિક્ષણ શરૂ થતાની સાથે મોટા ભાગના સગીરો ટુ-વ્હીલર વાહનો લઈને શાળાએ જતા થયા છે. જેને લઈને અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા અલગ-અલગ સ્કૂલ અને કોલેજ પાસે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી તેમજ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

જે ટ્રાફિક ડ્રાઈવમાં સગીર વાહનચાલક લાઇસન્સ વગર ટુ-વ્હીલર હાંકતા ઝડપાશે તો તેની પાસેથી 2 હજારનો દંડ વસૂલવામાં આવશે. જ્યારે ટુ-વ્હીલર કરતાં મોટું વાહન ચલાવતા ઝડપાશે તો રૂ.3 હજાર દંડ વસૂલવામાં આવશે. જ્યારે પ્રથમ વખત ડાર્ક ફિલ્મ લગાવેલી કાર ઝડપાશે તો 500 રૂપિયા અને બીજી વખત ઝડપાશે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવશે.

દારૂબંધીવાળા ગુજરાતનું આ ગામ મિનિ દીવ બની જતા સરપંચે દારૂબંધીનો અમલ શરૂ કર્યો

0

Gujarat with alcohol ban

  • ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. અવારનવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે.

ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ દારૂબંધીનો (Alcoholism) કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવારનવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. તો બીજી તરફ ગુજરાતના અલગ-અલગ ગામડાઓમાં અલગ અલગ સંગઠનો દ્વારા દારૂબંધી બાબતે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધી છતાં અમુક જગ્યા પર દારૂનું દુષણ દુર થયું નથી અને તેના જ કારણે ગુજરાતના એક ગામના સરપંચે દારૂબંધી માટે અનોખો રસ્તો અપનાવ્યો છે.

સરપંચ દ્વારા ઢોલ વગાડીને દારૂ બનાવતા અને દારૂ પીતા લોકોને સુધરી જવાની સખત ચેતવણી આપવામાં આવી છે અને આ બાબતે નો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં (Social media) જે વિડીયો વાયરલ થયો છે તે વિડિયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા પસવાડા ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગામના સરપંચ દ્વારા ઢોલીના માધ્યમથી એક સૂચના ગામ લોકોને આપવામાં આવી હતી કે, 8/06/2022થી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈ એ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહી. જો કોઈ દારૂ પીશે કે, દારૂ પાડશે તો સરપંચ કાયદેસરની કાર્યવાહી કરશે.

આ બાબતે ગામના સરપંચે જયસિંહ ભાટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગામની અંદર દારૂની પ્રવૃત્તિ ખૂબ જ મોટા પ્રમાણમાં છે દારૂ પીવા વાળા અને દારૂ ઉતારવા વાળા એટલે કે દારૂ બનાવવા વાળા વધી ગયા છે. સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મારા ગામની છાપ મીની દીવ તરીકેની પડી ગઈ છે અને નાની ઉંમરના યુવાનો દારૂ પીવાના કારણે મૃત્યુ પામ્યા હતા. જેથી તેમના ઘર પરિવાર કે તેમની પાછળના વ્યક્તિઓને પરેશાની થતી હતી. દારૂના કારણે ગામમાં શિક્ષણનો દર પણ ઘટી ગયો છે. સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ બધા કારણો જોઈને ગામમાં દારૂબંધીનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો. સરપંચનો આક્ષેપ છે કે, આ ગામ ગીર જંગલનો છેવાડાનું ગામ હોવાના કારણે તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.

પસવાડા ગામ જૂનાગઢથી આશરે 40 કિલોમીટર દૂર આવેલું છે અને 700 જેટલા લોકો આ ગામમાં રહે છે. મોટાભાગના લોકો ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તો અત્યાર સુધીમાં ગામમાં 15થી 22 જેટલી મહિલાઓ દારૂના દૂષણના કારણે વિધવા બની છે.

સરપંચે એવું પણ કહ્યું હતું કે ઢોલ વાગ્યા પહેલા ગામમાં લોકો ગમે ત્યાં દારૂ પીતા હતા અને બધાને હેરાન કરતા હતા પરંતુ ઢંઢેરો પીટાવ્યા બાદ આ બધું બંધ થઈ ગયું છે અને ગામમાં શાંતિ છે. ગામના લોકો પણ કહી રહ્યા છે કે સરપંચે સૂચના આપ્યા બાદ હવે ગામમાં દારૂ મળતો નથી અને કોઈ વ્યક્તિ દારૂ પીને કોઈને હેરાન પણ કરતો નથી.

તો ગામના એક વડીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગામમાં દારૂબંધી થઈ તે ખૂબ જ સારું છે કારણ કે દારૂના દૂષણના કારણે તેમને બે ભત્રીજા ગુમાવ્યા છે. તો ગામના એક વૃદ્ધા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગામમાં અત્યારે નાની-મોટી પ્રજાપતિ ઘણી દારૂની શોખીન છે તેમની બાજુમાં બે યુવાનો નાની ઉંમરમાં જ ગુજરી ગયા હતા. હાલ આ બંને યુવાનોની વિધવા પત્ની મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે એક યુવકના ઘરે ત્રણ અને બીજા યુવકના ઘરે ચાર બાળકો હતા.

તો બીજી તરફ ગામના સરપંચ બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે એટલા માટે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. ગામના બાળકો માટે સરપંચ રાત્રી શાળા ચલાવે છે