Terror module exposed in Gujarat
- PM મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે તે પહેલા ગુજરાત ATS દ્વારા આતંકી મોડ્યુલને ઝડપી પાડવામાં આવ્યું છે.
આજે સાંજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ પ્રવાસમાં આવતીકાલે પ્રધાનમંત્રી વડોદરા જવાના છે. પ્રધાનમંત્રી વડોદરા પહોંચે તે પહેલા ગુજરાત ATS દ્વારા આતંકી મોડ્યુલને ઝડપી પાડવામાં આવ્યું છે.આ આતંકી મોડ્યુલને લઇ ATS દ્વારા રાજ્યમાં વડોદરાના 2, ગોધરાનો 1 અને અમદાવાદ દાણીલીમડાના 1 વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે. વડોદરાથી ડૉ. સાદાબ અને સાબિહાની જ્યારે ગોધરાથી ઇશાક અને દાણીલીમડાથી પટણીની અટકાયત કરાઇ છે.આ તમામ લોકો ISISના હેન્ડલર્સના સંપર્કમાં હોવાની આશંકા છે.
વડોદરાના 2 સહિત રાજ્યમાંથી 4ની કરાઇ હતી અટકાયત :
ATS દ્વારા તબીબ અને યુવતીની સતત બીજા દિવસે લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. વિદેશથી મોકલાતાં નાણાં યુવતી અને તબીબના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.વિવિધ રાજ્યોમાં હુમલાની ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે.ATSએ તમામ લોકોનો મોબાઇલ, લેપટોપ જપ્ત કર્યા છે.મોબાઇલ અને લેપટોપની ઝીણીઝીણી વિગતોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ લોકો ISISના હેન્ડલર સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં હતા. સોશિયલ મીડિયા પર થયેલી ચેટની પણ તપાસ શરૂ કરાઇ.તબીબ અને યુવતીના ખાતામાં નાણાં આવતા તેમની પૂછપરછ શરૂ કરાઇ
બુધવારે વડોદરામાંથી ડૉ.સાદાબ પાનવાલાની ATSએ કરી હતી અટકાયત :
ઉલ્લેખનીય છે કે, ગત 16મી જુલાઈના રોજ વડોદરામાંથી ડૉ. સાદાબ પાનવાલા નામના વ્યક્તિની ATS દ્વારા અટકાયત કરાઇ છે. ડૉ. સાદાબ પાનવાલા કે જેનું પ્રતિબંધિત સંગઠન SIMI સાથે કનેકશન હતું. ડૉ. સાદાબ પાનવાલા કે જે મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના સભ્ય છે. અગાઉ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં પણ ATSએ અટકાયત કરી હતી. અમદાવાદ ATSએ સ્થાનિક પોલીસને સાથે રાખી પૂછપરછ કરી હતી. ATS દ્વારા રાજ્યભરમાંથી 3થી 4 શખ્સોની પૂછપરછ કરાઇ રહી છે. જો કે, સમગ્ર મામલાનું કારણ હજુ સુધી અકબંધ છે.