HomeScience & Technology  WhatsApp યુઝર્સને જે જોઈતું હતું એ જ મળી ગયું , પ્રોફાઇલ...

  WhatsApp યુઝર્સને જે જોઈતું હતું એ જ મળી ગયું , પ્રોફાઇલ ફોટોને લઈને આવી ગયું જોરદાર ફીચર

Date:

Related stories

ટ્રમ્પની મિડટર્મ ચૂંટણીમાં હારથી ભારત પર શું અસર પડશે? ટેરિફથી H-1B વિઝા સુધી બદલાઈ શકે છે અમેરિકાની નીતિનું ગણિત

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીને મળેલા ઝટકાની...

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પને ફટકો, ડેમોક્રેટ્સે સેનેટમાં મેળવી બહુમતી

યુએસ મધ્યાવર્તી ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં ભારતીય-અમેરિકન ઉમેદવારો માટે કહીં...

દાઉદના નજીકના સાગરિત સલીમ ડોલાની ગુજરાત ATSએ મેળવી કસ્ટડી, 438 કરોડના ડ્રગ્સ કેસમાં મોટું પગલું

ગુજરાત ATSને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સામેની કાર્યવાહીમાં મોટી સફળતા...
spot_img

WhatsApp users

  • WhatsApp પર નવુ ફિચર જોડાઈ ગયું છે. એપ પર પ્રાઈવસી કંટ્રોલનું નવુ ફિચર આવી ગયું છે. જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઈન્સ્ટન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ WhatsApp સતત નવા ફિચર્સ જોડી રહ્યું છે. એપે હાલમાં જ એન્ડ્રોયડ સાથે iOS પર ચેટ બેકઅપનું ફિચર જોડ્યું છે. તે ઉપરાંત ગ્રુપ મેમ્બર્સની લિમિટને વધારવામાં આવી છે. આ પ્લેટફોર્મ પર હવે તમે વધારે મોટી ફાઈલ્સને ટ્રાન્સફર કરી શકો છો. એવામાં તમામ નવા ફિચર્સ WhatsApp પર આવી ચુક્યા છે.

એપ પર પ્રાઈવસી સાથે જોડાયેલુ એક એવુ ફિચર આવ્યું છે જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે તમે પોતાની મરજીથી નક્કી કરી શકો કે કોણ તમારો પ્રાઈવેટ ફોટો, અબાઉટ અને લાસ્ટ સીન જોઈ શકે છે.

તેના પર પણ તમારા સ્ટેટસની જેમ નવો ઓપ્શન મળી ગયો છે. જેની મદદથી તમે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્ટ્સમાંથી કોણ પ્રોફાઈલ ફોટો નહીં જોઈ શકે. આવો જાણીએ વોટ્સએપના લેટેસ્ટ ફિચરની ડિટેલ્સ.

કેવું છે નવું ફિચર ? 

now you can select who from your contact list can see profile photo whatsapp new feature

વોટ્સએપ પર અત્યાર સુધી તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ માટે ત્રણ ઓપ્શન મળતા હતા. પ્રાઈવસી સેટિંગમાં તમે આ ફિચર્સ માટે Everyone, My Contacts અને  Nobody ઓપ્શનનો જ યુઝ કરી શકતા હતા.

એપે આ લિસ્ટમાં ચોથો ઓપ્શન આપ્યો છે. જે છે My Contacts Except. એટલે કે યુઝર્સના કંટ્રોલમાં હશે કે કોણ તેમનો પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન અને અબાઉટ જોઈ શકે છે. આ ફિચર એન્ડ્રોયડ iOS બન્ને યુઝર્સ માટે જાહેર કરી દેવામાં આવ્યા છે.

આ રીતે કરી શકો છો સેટિંગ :

જો તમે એક એન્ડ્રોયડ યુઝર છો તો આ ફિચરને યુઝ કરવા માટે તમારે અમુક સ્ટેપ ફોલો કરવાના રહેશે. સૌથી પહેલા તમારે WhatsApp ઓપન કરવાનું રહેશે. ત્યાં તમને More options > Settings > Account > Privacy પર જવાનું રહેશે. હવે તમારે પ્રોફાઈલ ફોટોથી લઈને લાસ્ટ સીન સુધી દરેક ફિચર માટે ચાર ઓપ્શન મળશે.

અહીં જો તમે iOS યુઝર છો તો તમારે Settings > Account > Privacy પર જવાનું રહેશે. ત્યાર બાદ તમને પ્રોફાઈલ ફોટો, લાસ્ટ સીન, અબાઉટ, સ્ટેટસ જેવા ઓપ્શન મળશે. અહીંથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારી પ્રોફાઈલ ફોટો જોઈ શકે છે.

 

Subscribe

Latest stories