70, this couple from Jetpur
ઉનાળાના સમયમાં લોકો કેન્ડી કે પછી બરફગોલા (Snowballs) ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે આજે કેવા વૃદ્ધ દાદા-દાદીની વાત કરવી છે કેજે બરફ ગોલા બનાવીને ફેમસ બન્યા છે. બરફ ગોલા બનાવીને તેઓ જે 12 હજાર રૂપિયાની કમાણી કરે છે. આ દંપતી જેતપુરના (Jetpur) મેવાસા (Mevasa) ગામમાં રહે છે. વૃદ્ધાવસ્થામાં આ દંપતી આરામ કરવાના બદલે કાંડાની કમાણી એ જીવન જીવવાનો આત્મવિશ્વાસ (Confidence) રાખી બરાબર ગોલા વેચીને (Gola sold) પોતાનું ગુજરાન ચલાવે છે. દંપતીની ઉંમર 70 વર્ષની છે અને તેઓ છેલ્લા 40 વર્ષથી બરફ ગોલાનું વેચાણ કરે છે અને મહત્વની વાત એ છે કે, આ દંપતી પ્રતિદિન 12 હજાર કરતાં વધારે રૂપિયાની કમાણી કરે છે.
રિપોર્ટ અનુસાર જેતપુરના મેવાસા ગામમાં 70 વર્ષના મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવા નામના વૃદ્ધ પરિવારની સાથે રહેતા હતા. 70 વર્ષની ઉંમરે પણ આ દંપતી પોતાના ગામમાં બરફના ગોલા બનાવી તેનું વેચાણ કરે છે. મહત્વની વાત છે કે આ દંપતીના સંતાનો સુરતમાં ગોલા વેચવાનું કામ કરે છે. વૃદ્ધ દંપતીના ગોલા એટલા ફેમસ છે કે દૂર-દૂરથી લોકો આ દંપતીના ગોલા ખાવા માટે સ્પેશિયલ આવે છે અને લોકો દાદા-દાદીના હાથના ગોલા ખાય અને તેમના ભરપૂર વખાણ કરે છે. વૃદ્ધ દંપતી કેટબરી, ઓરેન્જ, રાજભોગ, કાલા ખટ્ટા, પાઈનેપલ ફ્લેવરના ગોલા બનાવે છે. આ ગોલા લોકોમાં ખૂબ જ ફેમસ છે. દંપતી પોતાની દુકાન બપોરના 3 વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી ખુલ્લી રાખે છે અને તેઓ વૃદ્ધાવસ્થામાં પણ આ પ્રકારે કમાણી કરીને આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે.
વૃદ્ધાવસ્થામાં પણ મુક્તાબેન અને પ્રેમજીભાઈએ સાબિત કરીને બતાવ્યું કે, જો બાવળામાં બળ હોય તો કોઈના પર નિર્ભર રહેવાની જરૂર નથી. મહત્વની વાત છે કે, વૃદ્ધ દંપતીએ એવું પણ કહ્યું કે તેમને સંતાન ખૂબ જ પ્રેમ કરે છે અને સાથે રાખવા ઇચ્છે છે પરંતુ વૃદ્ધ દંપતી જ એવું માને છે કે જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી બેસીને ખાવાની મજા નથી. હાલ તો આ વૃદ્ધ દંપતી વૃદ્ધાવસ્થામાં પણ આ પ્રકારે મહેનત કરીને પ્રતિદિન 12 હજાર રૂપિયા ગોલાનું વેચાણ કરે છે.
70 વર્ષના વૃદ્ધે મુક્તાબેન દ્વારા કહેવામાં આવ્યું કે, તેઓ 40 વર્ષથી આ ધંધો કરે છે અને બજારમાં તેમના પતિ તમામ વસ્તુઓ લેવા જાય છે અને રોજ 40થી 50 જેટલા લોકો તેમની દુકાન પર ગોલા ખાવા માટે આવે છે. મુક્તાબેને લોકોને અપીલ કરી છે કે, વૃદ્ધાવસ્થામાં પણ જેટલું કામ થાય તે કામ કરવાનું અને પછી ભક્તિ કરવાની.
એક ગ્રાહકે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 12થી 13 વર્ષથી આ વૃદ્ધ દંપતીના ગોલા ખાવા માટે આવે છે. વૃદ્ધ દંપતી ખૂબ જ સારા ગોલા બનાવે છે. જ્યારે લોકો જુનાગઢ જતા હોય છે ત્યારે આ દંપતીના હાથના ગોલા પાર્સલ કરાવે છે અને તેમને આ ઉંમરે આરામ કરવાની જરૂર છે પરંતુ તેમનો જુસ્સો આજે પણ યુવાનોને શરમાવે છે.