Tulsi Tea Benefits : તુલસીની ચા પીશો તો બીમારીઓ થઇ જશે છૂમંતર, જાણી લો ફાયદા

Share this story

Tulsi Tea Benefits

  • જે રીતે તુલસીને ઘરમાં રાખવાના અનેક ફાયદા છે, એ જ રીતે તુલસીની ચા પીવાના પણ ઘણા ફાયદા છે. ખરેખર, તુલસીની અંદર એન્ટીવાયરસ, એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઈન્ફલેમેટરી, વિટામિન એ, વિટામિન સી, ફાસ્ફોરસ, કેલ્શિયમ વગેરે મહત્વપૂર્ણ તત્વ હોય છે.

તુલસી (Tulsi) આરોગ્યની અનેક સમસ્યાઓને દૂર રાખી શકે છે. તેથી તેની ચા પીવાની (Drinking tea) પણ સલાહ આપવામાં આવે છે. પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવામાં પણ તુલસીની ચા ખૂબ ફાયદાકારક છે. આજના સમયમાં લોકો ખોટા ખાન-પાનના (Khan-Pan) કારણે પાચન ક્રિયાની અનેક સમસ્યાઓથી ગ્રસ્ત થાય છે. એવામાં તુલસીની ચાના સેવનથી શૌચ પ્રક્રિયા તો સરળ થાય છે, પરંતુ ગેસની સમસ્યા, જાડાની સમસ્યા, પેટમાં દુ:ખાવાની સમસ્યા, કબજીયાતની સમસ્યામાંથી પણ છૂટકારો મળી શકે છે.

સારી ઊંઘ માટે પીવો તુલસીની ચા :

સારી ઊંઘ માટે તુલસી તમારા માટે ખૂબ કામની છે. મહત્વનું છે કે આજના સમયમાં લોકો તણાવ અને ખોટી જીવનશૈલીના કારણે ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં તમે સારી ઊંઘ માટે તુલસીની ચા પી શકો છો. એટલેકે કુલ મળીને જો તમે અન્ય ચાની અપેક્ષાએ તુલસીની ચા પીવો છો તો તમને આવશ્ય ફાયદો મળશે.