NCERTનો મોટો નિર્ણય: ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સંબંધિત વિષયને દૂર કરવામાં આવ્યો

Share this story

Big decision of NCERT

  • NCERTએ ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલા વિષયને દૂર કર્યો છે. સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (National Council of Educational Research and Training) એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં NCERTએ ધોરણ 12ના અભ્યાસક્રમમાંથી ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ પાઠ્યસામગ્રીને હટાવી દેવાઇ છે. અત્યાર સુધી આ પાઠ્યસામગ્રી ધોરણ 12માં પોલિટિકલ સાયન્સ (Political Science) વિષયના પુસ્તકમાં પેજ 187થી 189 પર હતી. તેને લઇને ગુરુવારના રોજ NCERT દ્વારા એક નોંધ જાહેર કરવામાં આવી છે.

વાસ્તવમાં NCERTએ કોરોના મહામારીને ધ્યાને રાખતા પાઠ્યપુસ્તક યુક્તિકરણ યોજના અંતર્ગત ધોરણ 12માંના અભ્યાસક્રમમાં સંશોધન કરતી વેળાએ આ નિર્ણય લેવાયો છે. ગુજરાતના રમખાણોની સાથે-સાથે નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદને પણ પુસ્તકમાંથી હટાવી દેવાયો છે.

વાસ્તવમાં NCERT એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી પાઠ્યપુસ્તક તર્કસંગત યોજના અંતર્ગત ધો. 12ના અભ્યાસક્રમમાં સુધારો કરીને આ નિર્ણય લીધો છે. આ સંદર્ભે ગુરુવારના રોજ NCERT દ્વારા એક નોંધ જાહેર કરવામાં આવી છે. જે મુજબ આ વર્ષની શરૂઆતમાં બહાર પાડવામાં આવેલા CBSE ના 2022-23 શૈક્ષણિક અભ્યાસક્રમ હેઠળ પહેલેથી જ દૂર કરવામાં આવેલી સામગ્રી પણ અભ્યાસક્રમની બહાર રહેશે.

જુઓ શું હતું અભ્યાસક્રમ સામગ્રીમાં ?

NCERT દ્વારા 12માં પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાં કરાયેલા સુધારા અંગેનો એક ખાનગી ન્યુઝપેપરે અહેવાલ પ્રકાશિત કર્યો છે. જે અનુસાર, પાઠ્યસામગ્રીના આ ગુજરાતના રમખાણો એવું દર્શાવે છે કે સરકારી તંત્ર પણ કોમી લાગણી પ્રત્યે સંવેદનશીલ થઇ જાય છે. આ ઉદાહરણો ગુજરાતની જેમ આપણને રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવામાં સામેલ જોખમો વિશે ચેતવણી આપે છે અને લોકશાહી રાજકારણ માટે ખતરો ઊભો કરે છે. એવું એક પેરેગ્રાફમાં કહેવાયું છે કે જેને હટાવી દેવાયો છે.

આ સાથે અભ્યાસક્રમમાંથી તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિવેદનને પણ હટાવી દેવામાં આવ્યું છે. “મુખ્યમંત્રી (ગુજરાતના) ને એક સંદેશ છે કે તેઓએ ‘રાજધર્મ‘નું પાલન કરવું જોઈએ. એક શાસકે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે તેની પ્રજા વચ્ચે ભેદભાવ ન કરવો જોઈએ.”

આ વિષયને પણ હટાવવામાં આવ્યો :

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, NCERTએ ધોરણ 12માંના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી ગુજરાતના રમખાણો તેમજ અન્ય વિષયોને હટાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં નક્સલવાદી ચળવળનો ઈતિહાસ અને ઈમરજન્સી દરમિયાનના વિવાદાસ્પદ વિષયોનો પણ સમાવેશ કરાયો છે. પુસ્તકમાં “નક્સલી આંદોલન”ના ઇતિહાસના પેજની સંખ્યા 105 અને “ઇમરજન્સી દરમિયાન વિવાદ” પેજ સંખ્યા 113-117માં સામેલ હતાં.

NCERTએ પોતાની નોંધમાં કહ્યું કે, ‘કોરોના મહામારીને જોતા વિદ્યાર્થીઓ પર વિષયનો ભાર ઓછો કરવો જરૂરી છે. એ જ હેતુ માટે અપ્રસ્તુત વિષયોને દૂર કરવામાં આવ્યા. આ સિવાય  NCERTએ જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પણ આની પર ભાર મૂકે છે. આ પૃષ્ઠભૂમિમાં, NCERT એ તમામ વર્ગો માટે પાઠ્યપુસ્તકોને તર્કસંગત બનાવવાની કવાયત હાથ ધરી છે.’