His wives are richer than Shahbaz
- ઈમરાન ખાન (Imran) બાદ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના (Nawaz Sharif) ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્નીઓ પાસે પોતપોતાના પતિ કરતા વધુ સંપત્તિ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસે જેટલી સંપત્તિ છે તેના કરતા તેની પત્ની પાસે વધુ સંપત્તિ છે.
11 એપ્રિલ 2022ના રોજ, શાહબાઝ શરીફ (shahbaz sharif) પાકિસ્તાન (Pakistan) ના 23મા વડાપ્રધાન (Prime Minister of Pakistan) બન્યા. તેઓ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફની પાસે 10 કરોડ 42 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેમના પર 14 કરોડ 17 લાખ 80 હજાર રૂપિયાની સંપત્તિ છે.
ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (imran khan) પાસે છ મિલકતો છે, જેમાં સૌથી મુખ્ય 300 કનાલી વિસ્તારમાં બનેલ વિલા ‘બનીગાલા’ છે. આ સિવાય તેમની પાસે વારસામાં મળેલી મિલકત પણ છે, જેમાં લાહોરના જમાન પાર્કમાં એક ઘર, બિન-ખેતીની જમીન અને લગભગ 600 એકર ખેતીની જમીનનો સમાવેશ થાય છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પાસે બે લાખ રૂપિયાની કિંમતના ચાર બકરા છે. તેની પ્રથમ પત્ની જેમિમા છે, જેની સાથે તેમણે છૂટાછેડા લીધા છે.
30 જૂન, 2020 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) સમક્ષ ફાઇલ કરવામાં આવેલી મિલકતની વિગતો અનુસાર, નુસરત શાહબાઝ તેમના પતિ વડાપ્રધાન શાહબાઝ શરીફ કરતાં વધુ અમીર છે અને તેમની પાસે 23 કરોડ 2 લાખ 90 હજાર રૂપિયાની સંપત્તિ છે. લાહોર અને હજારા ડિવિઝનમાં તેમની પાસે નવ કૃષિ મિલકતો અને એક-એક મકાન છે.
ઈમરાન ખાન પાસે ન તો કોઈ વાહન છે કે ન તો પાકિસ્તાનની બહાર કોઈ મિલકત છે. પાકિસ્તાની વિદેશી ચલણ ખાતામાં USD 329,196 અને 518 પાઉન્ડ સ્ટર્લિંગ ઉપરાંત બેંક ખાતાઓમાં 60 મિલિયનથી વધુ રૂપિયા છે. પરંતુ ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી પાસે 14 કરોડ 11 લાખ 10 હજાર રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે બનીગાલામાં એક ઘર અને એક વાહન સહિત ચાર પ્રોપર્ટી છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની બીજી પત્નીનું નામ તેહમિના દુરાની છે. તેહમિના પાસે પણ ઘણી સંપત્તિ છે. તેઓ ખૂબ લક્ઝરી લાઈફ સાથે જીવે છે. જો કે રિપોર્ટ અનુસાર છેલ્લા ઘણા સમયથી તેમની પાસે પાકિસ્તાનમાં માત્ર 57 લાખની સંપત્તિ છે.