19 જૂન 2022, રાશિફળ : કષ્ટભંજનદેવની કૃપાથી આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા

Share this story
June 19, 2022, horoscope : Gujarat Guardian

મેષઃ- સ્વભાવ થોડો જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શકય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી ધંધામાં લાભ. ઝેરી જીવજંતુ કરડવાથી શક્યતા છે.

વૃષભઃ- આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.

મિથુનઃ- સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતાં જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ. સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્ય સારૂં. ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.

કર્કઃ- મન ડામડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.

સિંહઃ- સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભૂ‌િત થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ. પાણીના રોગોથી સાચવવું ભાગ્યમાં વૃદ્ધિ થાય.

કન્યાઃ- સરળ, નિખાલાસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ. નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.

તુલાઃ- આળસ આવે, કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ- સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂં વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય. જીવનસાથી સાથે મતભેદની શકયતા.

ધનઃ- માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી ધંધામાં સામાન્ય.

મકરઃ- આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં સફળતા. અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી ધંધામાં રાહત.

કુંભઃ- જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શકયતા. આવકમાં વધારો. નોકરી ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃદ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.

મીનઃ- ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્ત કરી શકાય. કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. નોકરી ધંધામાં સામાન્ય મિત્રોથી લાભ.