હાર્દિક કોંગ્રેસમાં પાડી શકે છે મોટો ખેલ ! આ ધારાસભ્ય કોંગ્રેસને કહી શકે છે રામ- રામ 

Share this story

Hardik can be a big game

  • હાર્દિક પટેલ બાદ લલિત વસોયા કોંગ્રેસને કરી શકે છે રામ રામ…કોંગ્રેસ છોડી આગામી દિવસોમાં કરી શકે છે કેસરિયા..અગાઉ કોંગ્રેસના ગ્રુપમાંથી થયા હતા લેફ્ટ

2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગી શકે છે. કારણ કે, વધુ એક દિગ્ગજ નેતા (Veteran leader) કોંગ્રેસને રામ રામ કરી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર લલિત વસોયા (Lalit Vasoya) પણ હાર્દિકની (Hardik) જેમ કોંગ્રેસને અલવિદા કરી શકે છે. લલિત વસોયા ધોરાજી-ઉપલેટાના (Dhoraji-Upleta) કોંગ્રેસના ધારાસભ્ય છે.

ગુજરાતના રાજકારણમાં હાલ કોંગ્રેસની પડતી ચાલી રહી છે. એક પછી એક ધારાસભ્યો, નેતાઓ કોંગ્રેસમાંથી વિદાય લઈ રહ્યાં છે. ત્યારે રાજકારણમાં આગામી દિવસોમાં વધુ કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા 75 વિધાનસભાના કોંગ્રેસના દિગ્ગજ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસને રામ રામ કરી શકે છે. આગામી થોડા દિવસોમાં કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો કરી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ છે. આમ, હાર્દિક પટેલ બાદ વધુ એક કોંગ્રેસ દિગ્ગજ નેતા લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડી શકે છે.

લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપથી લેફ્ટ થયાના ખોટા સમાચાર વાયરલ થયા, અફવા મામલે ખુદ કરી ચોખવટ | MLA, Lalit Vasoya, False news, leaving Congress group, viral, spread

ચર્ચાય છે કે, હાર્દિક પટેલની વ્યૂહ રચના મુજબ લલિત વસોયા ભાજપમાં જોડાઈ શકે છે. કારણ કે, થોડા દિવસ પહેલા લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપમાંથી લેફ્ટ થયા હતા. આ કારણે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડી કેસરીયો ધારણ કરી શકે છે. લલિત વસોયા કોંગ્રેસનો હાથ છોડતાં કોંગ્રેસને હાર્દિક પટેલ બાદ મોટો ફટકો પડી શકે છે. કોંગ્રેસનો સાથે એક પછી એક દિગ્ગજ નેતા છોડી રહ્યાં છે, જેથી કોંગ્રેસને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે છે.