સમય પહેલા સફેદ વાળ આવી ગયા છે તો ચિંતા ના કરશો, કરો આ ઉપાય વાળ બનાવશે કાળા અને શાઈની

Share this story

Premature white hair

  • હવે સફેદ વાળ સરળતાથી કાળા કરી શકાય છે. તમે વિચારતા જ હશો કે આ કેવી રીતે શક્ય છે. તો ચાલો એ જાણીએ કે એવી કઈ કઈ સરળ રીતો છે.

સફેદ વાળની (White hair) ​​સમસ્યાથી પીડિત લોકોને જણાવી દઈએ કે તમારા ડાયટમાં (Diet) કેટલાક એવા પોષક તત્વોનો સમાવેશ કરવો જરૂરી છે જેથી તમારા વાળ સફેદ ન થાય કારણ કે ઘણી વખત તમારા શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા જેના કારણે વાળ સમય પહેલાં સફેદ થવા લાગે છે. તો ચાલો જાણીએ કે એવી વસ્તુઓ છે જેના કારણે તમારા વાળ કાળા (Hair black) થઈ શકે છે.

ડાયેટમાં શામેલ કરો ઈંડા :

ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. વાળને સુધારવા અને સફેદ વાળથી છુટકારો મેળવવા માટે તમારે તમારા આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ.

ડાયેટમાં શામેલ કરો મેથી :

મેથી વાળને કાળા કરવામાં મદદ કરે છે. હકીકતે મેથીમાં આયર્ન અને ફાઈબરની માત્રા વધુ હોય છે. જે વાળમાં મેલાનિન નામના તત્વને વધારવામાં સક્ષમ છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મેલાનિનની ઉણપને કારણે વાળ જલ્દી સફેદ થવા લાગે છે. એટલા માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જેમાં મેલાનિન હોય.

લીલા શાકભાજી પણ કરશે મદદ  :

 

આ સિવાય તમારે તમારા આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. લીલા શાકભાજીમાં વિટામિન B-6, વિટામિન B-12 અને અન્ય પોષક તત્વો મળી આવે છે.