The man arrived at Sonam Kapoor
- સોનમ કપૂર ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં જ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ લંડનમાં બેબી શાવર પાર્ટી આપી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર (Sonam Kapoor) ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. હાલમાં જ સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ લંડનમાં (London) બેબી શાવર પાર્ટી આપી હતી. આ પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ ફંક્શનમાં સોનમ કપૂરની બહેન રિયા કપૂર અને તેના પતિ કરણ બુલાની સિવાય ઘણા મહેમાનો આવ્યા હતા. જો કે, આ પાર્ટી દરમિયાન સૌથી વધુ ધ્યાન ખેંચનાર વ્યક્તિ દાઢી અને મૂછ સાથે વન-પીસ ડ્રેસમાં જોવા મળેલો એક શખ્સ છે.
કોણ છે આ વ્યક્તિ :
સોનમ કપૂરના બેબી શાવરમાં પહોંચેલી આ વ્યક્તિ બ્રિટિશ પાકિસ્તાની સંગીતકાર લિયો કલ્યાણ છે. લિયો કલ્યાણે પણ બેબી શાવર દરમિયાન અનિલ કપૂરની લોકપ્રિય ફિલ્મ ‘1942: અ લવ સ્ટોરી’ના ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ અને સોનમ કપૂરની ‘દિલ્હી 6’ના ‘મસાકલી’ ગીતો પર પરફોર્મ કર્યું હતું. લીઓ કલ્યાણ વન પીસ સ્કર્ટ સાથે દાઢી અને મૂછમાં પરફોર્મ કરતો જોવા મળ્યો હતો.
કોણ છે લિયો કલ્યાણ ?
લીઓ કલ્યાણ એક બ્રિટિશ-પાકિસ્તાની સિંગર, સોન્ગ રાઈટર અને મ્યુઝિક કમ્પોઝર છે. આ સાથે તે એક ગે આર્ટિસ્ટ પણ છે. લીઓએ 13 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. લીઓ કલ્યાણ તેના મેલોડી ગીતો માટે પ્રખ્યાત છે. લિયોએ ફિંગરટિપ્સ, ગેટ યોર લવ, ડે ડ્રીમ જેવા ઘણા ગીતો પર કામ કર્યું છે. લિયો કલ્યાણ હિન્દીમાં ગીતો પણ ગાય છે.
પરિવારે ઉમરાવ જાનનું ગિત ગાત જોયો ત્યારે…
લિયો કલ્યાણના કહેવા પ્રમાણે, તે બાળપણથી જ ગીતો ગાતો આવ્યો છે. એકવાર મારા પરિવારના સભ્યોએ મને ફિલ્મ ઉમરાવ જાનનું ગીત ગાતા પકડ્યો. જોકે, મારા પરિવારના સભ્યોએ મને ક્યારેય ગાવામાં સપોર્ટ કર્યો નથી. તમને જણાવી દઈએ કે 20 વર્ષીય લિયો કલ્યાણનો ઉછેર લંડનમાં જ થયો છે.
ગે આર્ટિસ્ટ પણ છે લીઓ કલ્યાણ :
લીઓ કલ્યાણ એક ગે આર્ટિસ્ટ છે. તે માને છે કે અત્યાર સુધી કોઈ કલાકારે ખુલ્લેઆમ પોતાની જાતીયતા વ્યક્ત કરી નથી. પરંતુ તેને આમ કરવામાં કોઈ સંકોચ નથી. તમને જણાવી દઈએ કે લીઓના ઈન્સ્ટાગ્રામ પર 84 હજાર ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. તમને જણાવી દઈએ કે લિયો દ્વારા લખવામાં આવેલા ઘણા ગીતો એક ગેનું અંગત જીવન દર્શાવે છે.