Gujarat with alcohol ban
- ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ જોવા મળે છે. અવારનવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે.
ગુજરાતમાં (Gujarat) દારૂબંધીના કાયદાનો અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ દારૂબંધીનો (Alcoholism) કાયદો માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, અવારનવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. તો બીજી તરફ ગુજરાતના અલગ-અલગ ગામડાઓમાં અલગ અલગ સંગઠનો દ્વારા દારૂબંધી બાબતે લોકોમાં જાગૃતિ (Awareness) આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં દારૂબંધી છતાં અમુક જગ્યા પર દારૂનું દુષણ દુર થયું નથી અને તેના જ કારણે ગુજરાતના એક ગામના સરપંચે દારૂબંધી માટે અનોખો રસ્તો અપનાવ્યો છે.
સરપંચ દ્વારા ઢોલ વગાડીને દારૂ બનાવતા અને દારૂ પીતા લોકોને સુધરી જવાની સખત ચેતવણી આપવામાં આવી છે અને આ બાબતે નો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયામાં (Social media) જે વિડીયો વાયરલ થયો છે તે વિડિયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા પસવાડા ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગામના સરપંચ દ્વારા ઢોલીના માધ્યમથી એક સૂચના ગામ લોકોને આપવામાં આવી હતી કે, 8/06/2022થી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈ એ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહી. જો કોઈ દારૂ પીશે કે, દારૂ પાડશે તો સરપંચ કાયદેસરની કાર્યવાહી કરશે.
આ બાબતે ગામના સરપંચે જયસિંહ ભાટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગામની અંદર દારૂની પ્રવૃત્તિ ખૂબ જ મોટા પ્રમાણમાં છે દારૂ પીવા વાળા અને દારૂ ઉતારવા વાળા એટલે કે દારૂ બનાવવા વાળા વધી ગયા છે. સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, મારા ગામની છાપ મીની દીવ તરીકેની પડી ગઈ છે અને નાની ઉંમરના યુવાનો દારૂ પીવાના કારણે મૃત્યુ પામ્યા હતા. જેથી તેમના ઘર પરિવાર કે તેમની પાછળના વ્યક્તિઓને પરેશાની થતી હતી. દારૂના કારણે ગામમાં શિક્ષણનો દર પણ ઘટી ગયો છે. સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ બધા કારણો જોઈને ગામમાં દારૂબંધીનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો. સરપંચનો આક્ષેપ છે કે, આ ગામ ગીર જંગલનો છેવાડાનું ગામ હોવાના કારણે તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
પસવાડા ગામ જૂનાગઢથી આશરે 40 કિલોમીટર દૂર આવેલું છે અને 700 જેટલા લોકો આ ગામમાં રહે છે. મોટાભાગના લોકો ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તો અત્યાર સુધીમાં ગામમાં 15થી 22 જેટલી મહિલાઓ દારૂના દૂષણના કારણે વિધવા બની છે.
સરપંચે એવું પણ કહ્યું હતું કે ઢોલ વાગ્યા પહેલા ગામમાં લોકો ગમે ત્યાં દારૂ પીતા હતા અને બધાને હેરાન કરતા હતા પરંતુ ઢંઢેરો પીટાવ્યા બાદ આ બધું બંધ થઈ ગયું છે અને ગામમાં શાંતિ છે. ગામના લોકો પણ કહી રહ્યા છે કે સરપંચે સૂચના આપ્યા બાદ હવે ગામમાં દારૂ મળતો નથી અને કોઈ વ્યક્તિ દારૂ પીને કોઈને હેરાન પણ કરતો નથી.
તો ગામના એક વડીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ગામમાં દારૂબંધી થઈ તે ખૂબ જ સારું છે કારણ કે દારૂના દૂષણના કારણે તેમને બે ભત્રીજા ગુમાવ્યા છે. તો ગામના એક વૃદ્ધા દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગામમાં અત્યારે નાની-મોટી પ્રજાપતિ ઘણી દારૂની શોખીન છે તેમની બાજુમાં બે યુવાનો નાની ઉંમરમાં જ ગુજરી ગયા હતા. હાલ આ બંને યુવાનોની વિધવા પત્ની મજૂરી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે એક યુવકના ઘરે ત્રણ અને બીજા યુવકના ઘરે ચાર બાળકો હતા.
તો બીજી તરફ ગામના સરપંચ બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે એટલા માટે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. ગામના બાળકો માટે સરપંચ રાત્રી શાળા ચલાવે છે